________________ 2-1913 થી 219 કંડરીકની જેમ વિશુદ્ધિ પામતા નથી. જ્યારે અલાકાળ પણ કોઈ યથાગૃહીત શીલથી સંયુકત પોતાનું કાર્ય પુંડરીક મહર્ષિની જેમ સાધી લે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - શ્રુતસ્કંધ-૧-નો અનુવાદ પૂર્ણ - X - X - X - X - જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ * શ્રુતસ્કંધ-૨ 6 - 7 - 7 - 7 - o હવે બીજાશ્રુતસ્કંધની વ્યાખ્યા કરે છે. તેનો પૂર્વની સાથે આ સંબંધ છે . પૂર્વમાં આM ઉપાલંભાદિ જ્ઞાત વડે ધર્માર્થ કહો. અહીં તે સાક્ષાત કથા વડે કહેવાય છે. એ પ્રમાણે આ સંબંધ છે - @ વર્ગ-૧-અધ્યયન-૧ થી 5 છું - X - X - X - X - * સૂત્ર-૨૨૦- [3-1. તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે રાજગૃહની બહાર ઈશાન ખૂણામાં ગુણશીલ ચૈત્ય હતું. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આસુધમાં સ્થવિર ભગવંત, જે જાતિસંપન્ન, કુલસંપન્ન યાવ4 ચૌદપૂર્વ ચાર જ્ઞાનનાળા, પoo અણગારો સાથે પરીવરીત હતા, તે પૂવનિપૂર્વ ચાલતા, પ્રામાનુગામ જતાં, સુખ-સુખે વિચરતા રાજગૃહનગરના ગુણશીલ ચૈત્યે યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. પાર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા જે દિશાથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધમાં અણગારના શિષ્ય આર્ય જંબૂ અણગારે યાવત પાસના કરતાં આ પ્રમાણે કહ્યું - હે ભગવન ! જ્યારે ચાવતુ સંપાદ્ધ શ્રમણ ભગવંતે છઠ્ઠા અંગના પહેલા કૃતસ્કંધ “જ્ઞાત સુઝ''નો આ અર્થ કહ્યો છે, તો ભગવતુ ! બીજી શ્રુતસ્કંધ “ધર્મકથા"નો શ્રમણ ભગવંત મહાવીરે શો અર્થ કહ્યો છે? જંબૂ શ્રમણ ભગવંતે “ધર્મકથા”ના દશ વર્ગો કહ્યું છે. તે આ - (1) ચમરની અગમહિષીનો પહેલો વર્ગ, (2) વૈરોગનેન્દ્ર વૈરોચન રાજબલિની અગમહિણી, (3) અસુરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાની ઈન્દ્રોની અગમહિષી, (4) અસુરેન્દ્ર સિવાયના ઉત્તરી ભવનવાસી ઈન્દ્રોની અગમહિણી, (5) દક્ષિણ દિશાના બંતરેન્દ્રોની અગ્રમહિષી, (6) ઉત્તરીય વ્યંતરેન્દ્રોની અગમહિષી, () ચંદ્રની અગમહિણી, (8) સૂર્યની મહિષી, (9) ક્ષકની અગમહિષ, (10) ઈશાનની અગ્રમહિષીનો દશમો વર્ગ. ભગવન ! જે શ્રમણ ભગવંતે ધર્મકથાના દશ વર્ગો કહ્યા છે, તો ભગવન્! પહેલા વર્ગનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પાંચ આદધ્યયનો કા છે - કાલી, સજી, રજની, વિધુત, મેઘા. ભગવતુ જે શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પાંચ આધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો ભગવતે શો અર્થ કહ્યો છે? હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક