________________
૧/-/૧૬/૧૬૬ થી ૧૬૭
[૧૬૭] ત્યારપછી સુકુમાલિકા આર્યા શરીરબકુશા થઈ. વારંવાર હાથપગ-માથું-મુખ-સ્તાંતર-કક્ષાંતર-ગુહ્યાંતરને ધોવા લાગી, જ્યાં સ્થાન-શય્યાનિષધાદિ કરતી, ત્યાં પણ પહેલાં પાણી છાંટતી, પછી સ્થાનાદિ કરતી. ત્યારે ગોપાલિકા આર્યાએ તેને કહ્યું – હે દેવાનુપિયા ! આપણે સિમિત ચાવત્ બ્રહ્મચર્યધારિણી શ્રમણી-નિગ્રન્થી-આાઓ છીએ, આપણે શરીર બાકુશિકા થવું ન કો, હે આર્યા! તું પણ શરીરબાકુશિકા થઈ, વારંવાર હાથ ધોવે છે સાવત્ પાણી છાંટે છે, તો હું તે સ્થાનની આલોચના કર યાવત્ પાયશ્ચિત્ત અંગીકાર કર.
૨૨૧
ત્યારે સુકુમાલિકાએ, ગોપાલિકા આયોના આ અર્થનો આદર ન કર્યો, જાણ્યા નહીં, એ રીતે અનાદર ન કરતી, ન જાણતી વિચરતી હતી. ત્યારે તે આયઓિ સુકુમાલિકા આયોની વારંવાર હીલના યાવત્ પરાભવ કરવા લાગી, આ માટે તેને રોકવા લાગ્યા.
ત્યારે સુકુમાલિકા શ્રમણી-નિગ્રન્થી દ્વારા હીલણા કરાતી યાવત્ નિવારાતી હતી ત્યારે આવો વિચાર યાવત્ આવ્યો જ્યાં સુધી હું ઘરમાં હતી, ત્યાં સુધી હું સ્વાધીન હતી, જ્યારથી મેં મુંડ થઈને જ્યા લીધી, ત્યારથી હું પરાધીન થઈ છું, પહેલા મને આ શ્રમણીઓ આદર કરતી હતી, હવે નથી કરતી, તો મારે ઉચિત છે કે આવતી કાલે સૂર્ય ઉગ્યા પછી ગોપાલિકા પાસેથી નીકળી અલગ ઉપાશ્રયમાં જઈને વિચરવું જોઈએ. આમ વિચારી બીજે દિવસે ગોપાલિકા પાસેથી નીકળી, અલગ સ્થાને રહેવા લાગી.
ત્યારપછી સુકુમાલિકા આર્યા અનોહફ્રિકા, અનિવારિતા, સ્વચ્છંદ મતિ થઈને વારંવાર હાથ ધોવે છે યાવત્ પાણી છાંટીને કાયોત્સર્ગ કરે છે. ત્યાં તે પાર્શ્વસ્થા-પાસ્થિવિહારી, અવસ-અવસવિહારી, કુશીલા-કુશીલ વિહારી, સંતા સંસક્ત વિહારી થઈ, ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાય પાળી, અર્ધમાસ્કિી સંલેખના કરી, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરીને કાળમારે કાળ કરી, ઈશાનક૨ે કોઈ વિમાનમાં દેવ-ગણિકાપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવીની નવ પલ્યોપમ સ્થિતિ કહી છે. ત્યાં સુકુમાલિકા દેવીની પણ નવ પલ્યોપમ સ્થિતિ થઈ.
• વિવેચન-૧૬૬,૧૬૭ :
લલિયા-ક્રીડાપ્રધાન, ગોષ્ઠી-જનસમુદાય વિશેષ, નવઈદિન્નયા-રાજાનું જ્ઞાત કામચારી, નિÙિવાસ-નિરપેક્ષ, વેસવિહાકય નિકેય-વેશ્યા મંદિરમાં નિવાસ કરેલ - x - x- પાએ ઓઈ-પગે અલત્તાદિથી રંગવું, રાવેઈ-જલાદિથી ભીંજવવું, બકુશશબલ ચરિત્ર, શરીર બકુશ - તદ્વિભુષાનુવર્તિની.
ઠાણ-કાયોત્સર્ગ સ્થાન, શય્યા-સુવું, નૈપેધિકી-સ્વાધ્યાય ભૂમિ, ચેતયતિ-કરે છે. આલોચના ચાવત્ શબ્દથી નિંદા, ગર્ભા, પ્રતિક્રમણ, વિત્રોટન, વિશોધિ ન કરીને, ઈત્યાદિ. આલોચના-ગુરુ પાસે નિવેદન, નિંદન-પશ્ચાત્તાપ, ગહણ-ગુરુ સમક્ષ હિંદના, પ્રતિક્રમણ-મિથ્યાદુષ્કૃત્ આપવું કે અકૃત્યથી નિવર્તવું. વિમોટન-અનુબંધ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ છેદન, વિશોધન-વ્રતોનું પુનઃ નવીકરણ. પડિએક્ક-પૃથક્ - x - ૪ - નિવારક-નિષેધ
કરનાર.
૨૨૨
• સૂત્ર-૧૬૮ થી ૧૭૧ :
[૬૮] તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પાંચાલ જનપદમાં કાંપિલ્સ પુરમાં નગર હતું. વર્ણન કરવું. ત્યાં દ્રુપદ રાજા હતો-વર્ણન. તેને ચુલણી નામે રાણી, ધૃષ્ટદ્યુમ્ન કુમાર યુવરાજ હતો. ત્યારે સુકુમાલિકા દેવી, તે દેવલોકથી આયુક્ષયથી યાવત્ ચવીને, આ જ જંબુદ્વીપમાં, - ૪ - કપીલપુર નગરમાં દ્રુપદ રાજાની (પત્ની) ચુલણીરાણીની કુક્ષિમાં બાલિકા રૂપે જન્મી. ચુલનીદેવીએ નવ માસે પુત્રીને જન્મ આપ્યો.
ત્યારે તે બાલિકાને બાર દિવસ વીતતા આવા પ્રકારે નામ કર્યું . કેમકે આ બાલિકા દ્રુપદ રાજાની પુત્રી અને ચુલની દેવીની આત્મજા છે, તેથી અમારી આ બાલિકાનું દ્રૌપદી નામ થાઓ. ત્યારે તેના માતા-પિતાએ આ આવા પ્રકારનું ગૌણ, ગુણનિષ્પન્ન એવું દ્રૌપદી નામ રાખ્યું. પછી દ્રૌપદી બાલિકા પાંચ ધાત્રી વડે ગૃહિત થઈ સાવદ્ પર્વતીય ગુફામાં રહેલ ચંપકલતાની જેમ નિતિનિર્વ્યાઘાતપણે સુખસુખે વધવા લાગી.
ત્યારે તે દ્રૌપદી રાજકન્યા, બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ ઉત્કૃષ્ટશરીરી થઈ. ત્યારપછી દ્રૌપદી રાજકન્યા કોઈ દિવસે અંતઃપુરમાંથી સ્નાન યાવત્ વિભૂષા કરીને દ્રુપદ રાજાને પગે લાગવા મોકલાઈ. ત્યારે તેણી રાજા પાસે આવી, દ્રુપદ રાજાને પગે પડી. ત્યારે રાજાએ દ્રૌપદીને ખોળામાં બેસાડી, દ્રૌપદી રાજકન્યાના રૂપ-સૌવન-લાવણ્યથી વિસ્મીત થયો. રાજકન્યાને કહ્યું – હે પુત્રી ! હું રાજા કે યુવરાજને પત્નીરૂપે, જાતે જ તને કોઈને આપીશ, તો કોણ જાણે તું સુખી કે દુઃખી થઈશ ? તો મને જાવજ્જીવ હૃદયમાં દાહ રહેશે. તેથી હે પુત્રી ! હું તારો આજથી સ્વયંવર રહ્યું છું. જેથી તું તારી ઈચ્છાથી કોઈ રાજા કે યુવરાજને પસંદ કરજે, તે જ તારો પતિ થશે. એમ કહી ઈષ્ટ વાણીથી આશ્વાસિત કરી.
[૧૬૯] ત્યારપછી દ્રુપદ રાજાએ દૂતને બોલાવ્યો અને કહ્યું – દેવાનુપિય ! તું દ્વારવતી નગરી જા, ત્યાં હું કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાહ, બલદેવાદિ પાંચ મહાવીરો, ઉગ્રસેનાદિ ૧૬,૦૦૦ રાજાઓ, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડકુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્દાન્તો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીર પુરુષો, મહરોન આદિ ૫૬,૦૦૦ બલવક, બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈલ્મ્સ, શ્રેષ્ઠી, સેનાવતી, સાર્થવાહ આદિને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત અને અંજલિ કરી, જય-વિજય વડે વધાવીને કહેજો કે –
હે દેવાનુપિયો ! કાંપિપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી દેવીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નકુમારની બહેન ઉત્તમ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે, તો હે દેવાનુપિયો ! દ્રુપદ રાજાને અનુગ્રહ કરતા, વિલંબ કર્યા વિના કાંપિલ્ગપુર