________________
૧/-/૧૨/૧૪૩,૧૪૪
અધ્યયન-૧૨-‘ઉદક'
— * - * — * - * —
૧૮૩
૦ હવે અધ્યયન-૧૨-ની વ્યાખ્યા કરીએ છીએ. તેના સંબંધ આ - અનંતર
જ્ઞાતમાં ચાત્રિ ધર્મનું વિરાધકત્વ-આરાધકત્વ કહ્યું, અહીં ચાસ્ત્રિ આરાધકત્વ ભવ્યોને સદ્ગુરુ પરિકર્મણાથી થાય છે તે - ૪ - કહે છે –
- સૂત્ર-૧૪૩,૧૪૪ :
[૧૪૩] ભગવન્ ! જો શ્રમણ ભગવંતે ૧૧-મા જ્ઞાતનો આ અર્થ કહ્યો છે, તો બારમા જ્ઞાત અધ્યયનનો શો અર્થ છે ?
હે જંબૂ ! તે કાળે, તે સમયે ચંપાનગરી-પૂર્ણભદ્ર ચૈત્ય-જિતશત્રુ રાજાધારિણી દેવી-દીનશત્રુકુમાર યુવરાજ હતા. સુબુદ્ધિ અમાત્ય યાવત્ રાજ્યરાનો
ચિંતક, શ્રાવક હતો.
તે ચંપાનગરી બહાર, ઈશાનખૂણામાં એક ખાઈમાં પાણી હતું, તે મેદ, ચરબી, માંસ, લોહી, પરુ, સમૂહથી યુક્ત હતું. મૃતક શરીરથી વ્યાપ્ત, અમનોજ્ઞ વર્ણ યાવત્ સ્પર્શયુકત હતું. જેમ કોઈ સર્પ કે ગાયનું મૃતક યાવત્ મૃત-કુક્ષિતવિનષ્ટ-કીડા વ્યાપ્ત દુર્ગંધ વાળું હતું, કૃમિ સમૂહથી પરિપૂર્ણ, જીવોથી ભરેલું, અશુચિ-વિકૃત-બીભત્સ દેખાતું હતું. શું તે આવું હતું ? ના, તેમ નથી. તેનાથી પણ અનિષ્ટતર યાવત્ ગંધવાળું તે પાણી હતું.
[૧૪૪] ત્યારે તે જિતશત્રુ રાજા અન્ય કોઈ દિવસે રત્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્ અલ્પ પણ મહાઈ આભરણથી અલંકૃત શરીર, ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ આદિ સાથે ભોજન વેળાએ ઉત્તમ સુખાસને બેસી વિપુલ અશનાદિ ખાતા યાવત્ વિચારે છે. જમીને પછી ચાવત્ શુચિભૂત થઈને તે વિપુલ અશનાદિ વિષયમાં યાવત્ વિસ્મય પામીને ઘણાં ઈશ્વર યાવત્ આદિને કહ્યું –
અહો, દેવાનુપ્રિયો ! આ મનોજ્ઞ અશનાદિ ઉત્તમ વર્ણ યાવત્ સ્પર્શથી યુક્ત છે, આસ્વાદનીય-વિસ્વાદનીય-પુષ્ટિકર-દીપ્તિકર - દર્પણીય-મદનીય બૃહણીય-સર્વેન્દ્રિય અને ગાને આહ્લાદક છે. ત્યારે તે ઘણાં ઈશ્વર યાવત્ આદિએ જિતશત્રુને કહ્યું – હે સ્વામી ! તમે જેમ કહો છો, તેમ આ મનોજ્ઞ અશનાદિ સાવત્ આહ્લાદક છે.
ત્યારે જિતશત્રુઓ સુબુદ્ધિ અમાત્યને કહ્યું – ઓ સુબુદ્ધિ ! આ મનોજ્ઞ અશનાદિ યાવત્ આહ્લાદનીય છે. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુની આ વાતનો આદર ન કરીને યાવત્ મૌન રહ્યો. ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને બીજી-ત્રીજી વખત આમ કહેતા જિતત્રુ રાજાને આમ કહ્યું – હું આ મનોજ્ઞ અશનાદિમાં જરા પણ વિસ્મીત નથી. હે સ્વામી ! શુભ શબ્દ પુદ્ગલો પણ અશુભ શબ્દપણે પરિણમે છે અને અશુભ શબ્દ પુદ્ગલો પણ શુભ શબ્દપણે પરિણમે છે. એ રીતે સુરૂપ-સુગંધ-સુરસ અને સુખ સ્પર્શે પણ (અનુક્રમે) દુરૂપ-દુર્ગંધ-દુરસ અને દુઃખ સ્પર્શપણે પરીણમે છે અને દુરૂપ આદિ પુદ્ગલો પણ સુરૂપ આદિ પુદ્ગલપણે પરીણમે છે. હે વામી ! પુદ્ગલો પ્રયોગ અને વિસા પરિણત પણ હોય છે.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારે તે જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યના આ કથનનો આદર ન કર્યો, જાણ્યો નહીં, પણ મૌન થઈને રહ્યો.
૧૮૮
ત્યારપછી જિતશત્રુ અન્ય કોઈ દિવસે સ્નાન કરી, ઉત્તમ અશ્વની પીઠ ઉપર સવાર થઈને, ઘણાં ભટ-સુભટ-સાથે ઘોડેસ્વારીને માટે નીકળ્યો અને તે ખાઈના પાણી પાસે પહોંચ્યો. ત્યારે તે ખાઈના પાણીની અશુભ ગંધથી અભિભૂત થઈને પોતાના ઉત્તરીય વડે મુખને ઢાંકી દીધું. તે એકાંતમાં ચાલ્યો ગયો. તે ઘણાં ઈશ્વરાદિને કહ્યું
-
અહો દેવાનુપિયો ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણ આદિથી છે, જેમકે સર્પનું મૃતક સાવત્ તેથી પણ અમણામતર છે. ત્યારે તે રાજા, ઈશ્વર આદિ યાવર્તી પણ એમ બોલ્યા કે – હે સ્વામી ! તમે જેમ કહો છો, તેમજ છે. આ ખાઈનું પાણી વણથી અમનોજ્ઞ છે, જેમ સર્પનું મૃત ક્લેવર યાવત્ અમણામતર છે.
ત્યારે તે જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું – અહો સુબુદ્ધિ ! આ ખાઈનું પાણી, વણથી મનોજ્ઞ છે, જેમકે – સર્પનું મૃતક યાવત્ અમણામતક છે. ત્યારે સુબુદ્ધિ અમાત્ય યાવત્ મૌન રહ્યો. ત્યારે તે જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને બીજી-ત્રીજી વખત પણ કહ્યું ઈત્યાદિ પૂર્વવત્. ત્યારે તે સુબુદ્ધિ અમાત્ય, જિતશત્રુ રાજાએ બે-ત્રણ વખત આમ કહેતા, તેણે કહ્યું – હે સ્વામી ! હું આ ખાઈના પાણીથી કોઈ આશ્ચર્ય નથી. હે સ્વામી ! શુભ શબ્દ પુદ્ગલ પણ અશુભ શબ્દપણે પરિણમે છે, આદિ પૂર્વવત્ યાવત્ પ્રયોગ-વિસસા પરિણતપણ છે. ત્યારે જિતશત્રુઓ સુબુદ્ધિના કથનનો આદર ન કર્યો
જિતશત્રુએ કહ્યું – હે દેવાનુપિય ! તું તને પોતાને, બીજાને અને બંનેને ઘણી અસદ્ભાવ ઉદ્ભાવના અને મિથ્યાભિનિવેશથી યુગ્રાહિત અને વ્યુત્પાદિત કરતો ન વિચર. ત્યારે સુબુદ્ધિને આ પ્રકારે મનોગત સંકલ્પ થયો કે – અહો ! જિતશત્રુ રાજા, સતવરૂપ-તથ્ય-અવિતથ-સદ્ભુત-જિનપજ્ઞતા ભાવોને જાણતો નથી. તેથી મારે ઉચિત છે કે હું રાજાને સત્તત્ત્વરૂપ-તથ્ય-વિતથ અને સદ્ભુત, જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોને સમજાવીને આ વાત સ્વીકારાવું.
આ પ્રમાણે વિચારીને વિશ્વાસુ પુરુષો સાથે, માર્ગમાંથી નવા ઘડા અને વસ્ત્ર લીધા, લઈને સંધ્યાકાળ સમયે પતિલ મનુષ્યોજ આવાગમન કરતા હોય ત્યારે ખાઈના પાણી પાસે આવી, તેને ગ્રહણ કરાવીને નવા ઘડામાં ગળાવ્યુ, નવા ઘડામાં નંખાવીને, તેને લાંછિત-મુદ્રિત કરાવ્યા. પછી સાત રાત્રિ, તેને રહેવા દીધું, ફરી નવા ઘડામાં ગળાવી, નવા ઘડામાં નંખાવી, તેમાં તાજી રાખ નંખાવીને તેને લાંછિત-મુદ્રિત કરાવ્યા. સાત રાત્રિ રખાવીને, ત્રીજી વખત નવા ઘડામાં નંખાવી યાવત્ સાત રાત્રિ રહેવા દીધા.
આ પ્રમાણે આ ઉપાય વડે વચ્ચે-વચ્ચે ગળાવી, વચ્ચે-વચ્ચે નંખાવી, વચ્ચે-વચ્ચે રખાવાતું પાણી સાત રાત્રિ-દિન રખાવ્યું.
ત્યારપછી તે ખાઈનું પાણી, સાત સપ્તાહમાં પરિણત થતુંથતું ઉદકરત્ન થઈ ગયું. તે સ્વચ્છ, પથ્ય, જાત્ય, હલુ, સ્ફટિક જેવી આભાવાળું અને મનોજ્ઞ