SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૨૩ ૧૩૩ ૧૩૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રમાણે અનુપમ સુખોને અનુભવે છે, તે ઉત્તમ સુખોને અનુક્રમે ભોગવીને, આયુ ક્ષયે, વીને જે રીતે જિનમતમાં બોધિને પામ્યા, ઉત્તમ સંયમ પામ્યા, તે પામીને અજ્ઞાન અને કર્મના પ્રવાહ વડે મુકત થઈ, જે પ્રકારે અક્ષય-પુનરાવૃત્તિરહિત સર્વ કર્મક્ષયને પામે છે, તે રીતે ઉપાસકદશામાં કહેવાય છે. આ અને બીજા અર્થ પૂર્વની જેમ જાણવા. વિશેષ એ કે - કુલ સંખ્યાતા એટલે કે ૧૧,૫૨,૦૦૦ પદો છે. ભાવીને ઘણા ભોજનને છેદીને ઉત્તમ દેવલોકમાં ઉત્પન્ન થઈને જે પ્રકારે શ્રેષ્ઠ દેવોના ઉત્તમ વિમાનોમાં અનુપમ ઉત્તમ સુખને ક્રમ વડે ભોગવીને પછી આયુષ્યનો ક્ષય થતાં અવીને જે પ્રમાણે જિનમતમાં બોધિ પામીને ઉત્તમ સંયમ પામીને આજ્ઞાન અને પાપથી મુક્ત થઈ જે પ્રકારે અક્ષય અને સર્વ દુ:ખ રહિત એવા મોક્ષને પામે છે. આ અને આવું બીજું અહીં કહેવાય છે. ઉપાસકદશામાં પરિ૪ વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર, ચાવતુ સંખ્યાતી સંગ્રહણી છે. અંગ-અર્થપણાથી આ સાતમું અંગ છે. તેમાં એક યુતસ્કંધ, દશ આધ્યયનો, દશ ઉશનકાળ, દશ સમુદ્દેશન કાળ, કુલ સંખ્યાતા હજાર પદો, સંખ્યાતા અક્ષરો યાવતુ આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ ઉપાસક દશા છે. • વિવેચન-૨૨૩ - હવે તે ઉપાસકદશા કહી છે ? ઉપાસક એટલે શ્રાવકો, તેની ક્રિયા-કલાપને પ્રતિપાદન કરનાર દશા એટલે દશ અધ્યયન વડે જણાતી ઉપાસક દશા કહેવાય છે. કહ્યું છે કે – ઉપાસકદશામાં શ્રાવકોના નગરો યાવતુ મૂલાઈ કહwા મુજબ ઋદ્ધિ વિશેષ, ઉપાસકોના શીલવતાદિ - તેમાં નવ્રત - અણુવત, વિરમUT - રાગાદિ વિરતિ, • ગુણવત, પ્રત્યાક્યાન - નવકારશી આદિ, પવધ - આઠમ આદિ પર્વ દિનોમાં, ઉપવસન એટલે આહાર, શરીરસકારાદિ ત્યાગ તે પૌષધોપવાસ. આ સર્વેનો સ્વીકાર, * * - શ્રુતપરિગ્રહ અને તપ ઉપધાનનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રતિમા-શ્રાવકની ૧૧-પ્રતિમા અથવા કાયોત્સર્ગ, પf - દેવાદિત ઉપદ્રવો, સંલેખના, ભોજન-પાનના પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, સારા કુળમાં ઉત્પત્તિ, ફરી બોધિલાભ, અંતક્રિયા, આ બધું આ અંગમાં કહેવાય છે. પૂર્વોક્તને વિશેષે કહે છે તેમાં ઋદ્ધિ વિશેષ - અનેક કોટિ સંખ્યાવાળા દ્રવ્યાદિ સંપત્તિ, પરિષદ-પરિવાર વિશેષ, જેમકે માતા, પિતા, પુત્ર આદિ આવ્યંતર પરિવાર અને દાસી, દાસ, મિત્રાદિ બાહ્ય પસ્પિ, ભ મહાવીર પાસે વિસ્તારથી ધર્મશ્રવણ, તેનાથી બોધિલાભ, અભિગમ, સમ્યકત્વની શુદ્ધતા, સ્થિપણું, મૂળગુણ-ઉત્તગુણ એટલે અણુવ્રતાદિ, અતિયાર એટલે વ્રતનું જ વધ-બંધાદિ વડે ખંડન, સ્થિતિવિશેષ એટલે શ્રાવક પર્યાયનું કાળમાન, ઘણાં ભેદવાળી પ્રતિમા-સમ્યગ્દર્શનાદિ, અભિગ્રહગ્રહણ અને તેનું જ પાલન કરવું, ઉપસર્ગો સહન કરવા, ઉપસર્ગ અભાવ, વિવિધ તપ, શીલવતાદિનો અર્થ ઉપર કહ્યો. તથા પશ્ચિમ-પાછલા કાળે થનારી. અહીં અકાર અમંગલ પરિહારાર્થે છે. મરણરૂપ અંતને વિશે થયેલ તે મારણાંતિકી. ગ્રામ - શરીરની અને જીવની સંલેખના એટલે તપ વડે અને રાગાદિજય વડે કૃશતા કરવી તે આત્મસંલેખના છે. * * * * - તેની ઝોપણા - સેવા, તે વડે આત્માને ભાવીને તથા અનશન વડે - નિર્ભોજનપણે - ભાત, પાણીનો વિચ્છેદ કરીને, મરીને ઉત્પન્ન થયા. – ક્યાં ? - શ્રેષ્ઠ કલામાં વિમાનોમાં તથા શ્રેષ્ઠ પુંડરીક જેવા ઉત્તમ દેવ વિમાનોમાં જે • સૂત્ર-૨૨૪ : હવે તે અંતકૃદ્દશા કઈ છે ? અંતકૃદ્દશામાં અંત કરનારના નગરો, ઉધાનો, ચૈત્યો, વણ, રાજ, માતાપિતા, સમોસરણો, ધમચિાર્ય, ધર્મકથા, આલૌકિકપારલૌકિક ઋદ્ધિ વિરોષ, ભોગપરિત્યાગ, પ્રતા , કૃતગ્રહણ, તપ-ઉપધાન, બહુવિધ પ્રતિમા, ક્ષમા-આર્જવમાd-શૌચ-રાય, ૧૩ ભેદે સંયમ, ઉત્તમ બહાચર્ય, અકિંચનતા, તપ, ત્યાગ, સમિતિ, ગુપ્તિ તથા આપમાદનો યોગ, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાન એ બંનેના લક્ષણો, ઉત્તમ સંયમને પામેલા, પરીષહોને જીતનારાને ચાર પ્રકારના કર્મનો ક્ષય થતાં જે રીતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ, જેટલો પ્રચયિ મુનિઓએ પાળ્યો, પાદપોયગમન કરેલ મુનિ જે જેટલા ભકતોને છેદીને અંતકૃત્વ અને અજ્ઞાન તથા કર્મ સમુહ રહિત થયા, તથા તે અનુત્તર સુખને પામ્યા. આ અને આવા આર્યોની વિસ્તારથી પ્રરૂપણા કરાઈ છે. તકૃશામાં પરિવાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, યાવત્ સંખ્યાતી સંગ્રહણી છે, ગાઈપણે તે આઠમું અંગ છે. આ અંગમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયનો છે, સાત વગ છે, દશ ઉદ્દેશનકાળ છે, દશ સમુદ્રેશનકાળ છે, સંખ્યાતા હજાર પદો છે, સંખ્યાતા અક્ષરો છે, યાવત્ ચરણકરણ પ્રરૂપણા છે. તે માં અંતકૃદુIL. • વિવેચન-પર૪ : હવે તે અંતકૃદશા કઈ છે ? તેમાં સંત - વિનાશ, તે કર્મનો અથવા કર્મના ફળરૂપ સંસારનો જેમણે વિનાશ કર્યો છે, તે અંતકૃતું. તીર્ષકરાદિ કહેવાય છે (?) તેના પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે, તે સંખ્યાથી અંતકૃત દશા કહેવાય છે. તે સુગમ છે. વિશેષ એ કે - નગર આદિ ચૌદ પદો છઠા અંગમાં વર્ણવ્યા તે જ છે. તથા બાર ભિક્ષુપતિમાં એક માસિકી આદિ ઘણાં ભેદે છે. તથા ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય સહિત શૌય. તેમાં વ - પરદ્રવ્યનો અપહાર કરવાથી મલિનતા અભાવ, ૧૩-ભેદે સંયમ, મૈથુન વિરતિરૂપ ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચનપણું, તપ, ત્યાગ એટલે આગમોક્ત દાન, સમિતિ અને ગુપ્તિ તથા અપમાદયોગ, ઉત્તમ એવા સ્વાધ્યાય અને ધ્યાનનું સ્વરૂપ. તેમાં “સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન” એ સ્વાધ્યાય લક્ષણ છે અને “અંતર્મુહૂર્ત એક વસ્તુમાં ચિતનું સ્થાપન” તે ધ્યાન છે. ઈત્યાદિ પદાર્થો આ અંગમાં વ્યાખ્યાન કરાય છે એમ સર્વત્ર જોડવું.
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy