SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૨૦ ૧૬૫ બદલે સમાય છે તે યુક્ત છે. સમવાયને તે સમવાય અર્થાત્ સમ્યક્ પરિચ્છેદ [જાણવું], તેના હેતુરૂપ આ ગ્રંથ પણ ‘સમવાય' છે. કહે છે – સમવાય વડે કે સમવાયમાં સ્વ સમય સૂચવાય છે આદિ સુગમ છે. સમવાય વડે કે સમવાયમાં એક, બે, ત્રણ, ચાર આદિ ૧૦૦ સુધી કે કોટાકોટિ પર્યન્તના કેટલાંક પદાર્થો છે. એક એવો તે અર્થ તે એકાર્ય છે. એટલે કે કેટલાંક પદાર્થો, સર્વ પદાર્થો કહી ન શકાય તેથી કેટલાક જીવાદિ પદાર્થોની, એક અધિક જેમાં હોય તે એકોતરિકા કહેવાય છે. - x - પવૃિદ્ધિ આ સમવાય વડે કહેવાય છે, એમ સંબંધ કરવો. તેમાં વૃદ્ધિ જે તે સંખ્યાની જાણવી. અહીં = શબ્દનો અન્યત્ર સંબંધ હોવાથી એકોતસ્કિા, અનેકોતકિા એમ જાણવું. તેમાં ૧૦૦ સુધી એકોતકિા વૃદ્ધિ, પછી અનેકોતકિા વૃદ્ધિ છે. તથા દ્વાદશાંગીરૂપ ગણિપિટકનું પવનું પરિમાણ - અભિધેયાદિક તેના ધર્મની સંખ્યા જેમકે “પરિત્તાત્રા' આદિ. પર્યવ શબ્દને બદલે પલ્લવ શબ્દ પ્રાકૃતથી છે. જેમ પર્યંકને બદલે પલ્લંક કહે છે તેમ. અથવા પલ્લવ એટલે અવયવ, તેનું પ્રમાણ સમ્યક્ રીતે પ્રતિપાદન કરાય છે. આ પૂર્વે કહેલા અર્થનો જ વિસ્તાર કરતા કહે છે – સ્થાનક શતક એટલે એકથી આરંભીને ૧૦૦ સુધીની સંખ્યાના સ્થાનોનું અર્થાત્ તે સંખ્યા વડે વિશેષિત કરેલા જીવાદિ પદાર્થોનું પરિમાણ કહેવાય છે. આચારાદિના ભેદ વડે બાર પ્રકારનો વિસ્તાર છે જેનો તે દ્વાદશવિધ વિસ્તારવાળું શ્રુતજ્ઞાન-જિનપ્રવચન, કેવું? જગના જીવને હિતકારક તથા ભગવાન-શ્રુતના અતિશયવાળું, સંક્ષેપથી સમાચાર એટલે દરેક સ્થાને અને દરેક અંગે વિવિધ પ્રકારને કહેનાર વ્યવહાર સંક્ષેપથી કહેવાય છે. હવે આ સમાચાર કહ્યા પછી જે કહ્યું છે, તે કહેવાને માટે કહે છે – તે જ સમવાયમાં એમ સંબંધ જાણવો, જેના વિવિધ પ્રકારો છે તે નાનાવિધ પ્રકારવાળા, તે આ રીતે - એકેન્દ્રિયાદિ ભેદે પાંચ પ્રકારના જીવો છે, તે દરેક પણ પર્યાપ્ત, અપર્યાપ્તાદિ ભેદે નાનાવિધ છે. જીવ અને અજીવ વિસ્તારથી એટલે મોટા વચનની રચનાએ કરીને વર્ણવ્યા છે. તથા બીજા પણ ઘણા પ્રકારના વિશેષો એટલે જીવ-અજીવના ધર્મો વર્ણવ્યા છે, એમ સંબંધ કરવો. તે ધર્મોને જ લેશથી કહે છે– તેમાં નિવાસ અને નિવાસવાળાનો અભેદ ઉપચાર હોવાથી નક એટલે નારકી લેવા. પછી નાકી, તિર્યંચ, મનુષ્ય, દેવસમૂહ સંબંધી આહારાદિ વર્ણવ્યા છે. તેમાં આહાર-ઓજાહારાદિ. તે આભોગ, અનાભોગથી થયેલ આહાર અનેક ભેદે છે.. ઉચ્છ્વાસ-અણુ, સમય આદિ કાળના ભેદથી અનેક પ્રકારવાળો.. લેશ્યા-કૃષ્ણલેશ્યાદિ છ ભેદે.. આવાસ સંખ્યા - જેમકે નરકાવાસ ૮૪-લાખ છે ઇત્યાદિ. આયતપ્રમાણ - લંબાઈનું પ્રમાણ, તે પણ આવાસનું જ હોય છે, જેમકે સંખ્યાતા, અસંખ્યાતા યોજનની લંબાઈ, ઉપલક્ષણથી વિખુંભ, બાહસ્ય, પરિધિનું પ્રમાણ પણ અન્યત્ર જાણવું. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉપપાત - એક સમયે આટલા જીવોની કે આટલા કાળના આંતરે જીવોની ઉત્પત્તિ થવી તે.. ચ્યવન - એક સમયે આટલા જીવો મરે અથવા આટલા કાળે મરે તે.. અવગાહના - અંગુલના અસંખ્યેય ભાગાદિ જેટલું શરીરનું પ્રમાણ હોય તે, અવધિ-અંગુલનું અસંખ્યેય ભાગ ક્ષેત્ર જાણવું. વેદના-શુભાશુભ સ્વભાવવાળી.. વિધાન-ભેદ, જેમકે સાત પ્રકારના નાસ્કી જીવો છે આદિ.. ઉપયોગ - આભિનિબોધિકાદિ બાર પ્રકારે.. યોગ-૧૫ ભેદે.. ઈન્દ્રિયોપાંચ, અથવા દ્રવ્યાદિ ભેદે વીશ, અથવા શ્રોત્રાદિના છિદ્રાદિની અપેક્ષાએ આઠ.. કષાય-ક્રોધાદિ. પછી આહાર, ઉશ્ર્વાસાદિનો દ્વન્દ્વ સમાસ કરવો ઇત્યાદિ - ૪ - વિવિધ પ્રકારે જીવોની યોનિ-સચિત્તાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન તથા વિખુંભ, ઉત્સેધ, પરિધિનું પ્રમાણ. તેમાં વિખુંભ-વિસ્તાર, ઉત્સેધ-ઉંચાઈ, પરિરય-પરિધિ અને વિધિ એટલે ભેદો. જેમકે જંબુદ્વીપીચ, ધાતકી ખંડીય, પૌષ્કરાદ્ધિક એવા ભેદથી મેરુ પર્વત ત્રણ પ્રકારે છે. વિધિ વિશેષ એટલે જંબુદ્વીપીય મેરુ લાખ યોજન ઉંચો છે, બાકીના મેરુ ૮૫,૦૦૦ યોજન ઉંચા છે. એ રીતે અન્ય પર્વતો વિશે પણ ભાવના કરવી. ૧૬૬ તથા કુલકર, તીર્થંકર, ગણધર તથા સમસ્ત ભરતાધિપતિ - ચક્રવર્તીઓ, ચક્રધર-વાસુદેવ, હલધર-બળદેવ, તે સર્વેના વિધિ વિશેષો કહેવાય છે. તથા વર્ષ - ભરતાદિ ક્ષેત્રોનો નિમ - પૂર્વથી પછીનાનું આધિક્ય. આ બધું ચોથા અંગ “સમવાય''માં વર્ણવ્યું છે, એમ સંબંધ કરવો. હવે તેનો નિગમન કહે છે. આ પૂર્વોક્ત પદાર્થો તથા બીજા ઘનવાત, તનુવાત આદિ પદાર્થો આવા પ્રકારના આ સમવાયમાં વિસ્તારથી આશ્રય કરાય છે, અવિપતિ સ્વરૂપ અને ગુણોથી શોભિત આ પદાર્થો બુદ્ધિ વડે અંગીકાર કરાય છે અથવા ખોટી પ્રરૂપણા થકી સાચી પ્રરૂપણામાં સ્થાપન કરાય છે. - ૪ - * સૂત્ર-૨૨૧ : તે વ્યાખ્યા [વ્યાખ્યાપજ્ઞપ્તિ-ભગવતી] શું છે? વ્યાખ્યા માં સ્વસમય કહેવાય છે, પરસમય કહેવાય છે, સ્વામય-પસમય કહે છે. [એ રીતે જીવઅજીવ-જીવાજીવ કહેવાય છે. લોક-લોક-લોકાલોક કહેવાય છે. વ્યાખ્યા વડે વિવિધ દેવ, નરેન્દ્ર, રાજર્ષિઓના પૂછેલા વિવિધ સંશયો [અને તેના ઉત્તરો] કહેવાય છે. જિનેશ્વરે વિસ્તારથી કહેલા દ્રવ્ય-ગુણ-ક્ષેત્ર-કાળ-પર્યાય-પ્રદેશપરિમાણ-યથાસ્તિભાવ-અનુગમ-નિક્ષેપ-નય-પ્રમાણ-યુનિપુણ ઉપક્રમ વિવિધ પ્રકારે જેઓએ પ્રગટ દેખાડ્યો છે એવા, લોકાલોકને પ્રકાશનારા, મોટા સંસાર સમુદ્રને ઉતારવામાં સમર્થ, ઈન્દ્રોએ પૂજેલા, ભવ્યજનરૂપી પ્રજાના હૃદયને આનંદ આપનારા, તમોરજનો નાશ કરનારા, સુદૃષ્ટ દીપરૂપ ઈહામતિ-બુદ્ધિને વૃદ્ધિ કરનારા એવા અન્યૂન ૩૬,૦૦૦ વ્યાકરણોને પ્રકાશ-કરનારા ઘણાં પ્રકારના સૂત્ર-અર્થ તેના શિષ્યોના હિતને માટે ગુણમહાર્થ છે.
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy