SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧ જ્ઞાનસ્વરૂપ હોવાથી-અનંત, સાદિ અનંત સ્થિતિવથી નાશરહિત-અક્ષય, અથવા પરિપૂર્ણ પૂર્ણિમાચંદ્રમંડલવતું હોવાથી-અક્ષત, પીડાકારી ન હોવાથી-અવ્યાબાધ, પુનર્ભવના બીજભૂત કર્મના અભાવથી-અપુનરાવર્તક, એવા સિદ્ધિગતિ નામક જે સ્થાન, જેમાં કર્મે કરેલા વિકાના રહિતપણે નિરંતર અવસ્થિત રહે તે સ્થાનક્ષીણકર્મવાળા જીવનું સ્વરૂપ અથવા લોકાણ સ્થાન. અહીં સર્વ વિશેષણો જીવ સ્વરૂપના છે, તે લોકાણના આધેય ધર્મનો આધારમાં આરોપ કર્યો છે એમ જાણવું. આવા પ્રકારના સ્થાનને પામવાની ઈચ્છાવાળા, પણ હજુ પામેલા નથી, તે પ્રાપ્તિના અકારણવથી પ્રરૂપણા કરી શકે નહીં. અહીં પામવાની ઈચ્છાવાળા એમ જે કહ્યું તે ઉપચાર કહ્યું, કેમકે ભગવંત નિરભિલાષ જ હોય છે. કહ્યું છે - ઉતમ મુનિ મોક્ષ અને સંસારમાં સર્વત્ર નિસ્પૃહ જ હોય છે. આ પ્રમાણે ગણિતગુણગણ સંપતિથી સહિત ભગવંતે આ પે કહેવાનાર હોવાથી પ્રત્યક્ષ, સમીપે રહેલ-જેમાં બાર અંગ રહેલા છે એવા ગણિ-આચાર્યની પિટક જેવી તે ગણિપિટક છે– જેમ વણિકની પેટી સર્વસ્વના આધારભૂત હોય છે, તેમ આયાયન દ્વાદશાંગરૂપી પેટી જ્ઞાનાદિ ગુણરત્નરૂપ સર્વસ્વના આધારભૂત છે, આવું ગણિપિટક ભગવંતે કહ્યું છે - તીર્થંકર નામકર્મ ઉદયમાં વર્તતુ હોવાથી પ્રાયઃ કૃતાર્થ હોવા છતાં પરોપકારીને માટે પ્રકાશેલ છે. • x- ‘આચાર' આદિ બાર પદાર્થોની વૃત્તિ આગળ કહેવાશે, અર્થ સુગમ છે. તે બાર અંગોને વિશે જે ચોથું ‘સમવાય’ નામે કહ્યું, તેનો આ અર્થ છે. આમાદિ શબ્દો તેના અભિધેય છે, એમ અધ્યાહાર જાણવો. તથા શબ્દ વાવનાંતરના બીજા સંબંધના સૂત્રની વ્યાખ્યા જણાવવા છે. અહીં પદાર્થના સમૂહને કહેનારા વિદ્વાને અનુક્રમે જ આ સમવાય કહેવો જોઈએ એ ન્યાય છે. તેમાં આચાર્ય એકવ આદિ સંખ્યાના ક્રમ સંબંધવાળા અર્થો કહેવાની ઈચ્છાથી પ્રથમ એકત્વ વિશિષ્ટ એવા સર્વ પદાર્થોનો ભોગી આત્મા હોવાથી - તેના પ્રધાનવથી આત્માદિ પદાર્થોને, સર્વ વસ્તુ પ્રતિપક્ષસહિત હોવાથી સપ્રતિપા આત્માદિકને “આત્મા એક છે” આદિ અઢાર સૂત્રો વડે કહે છે, તે સ્થાનાંગમાં પ્રાયઃ કહેલા છે, તો પણ કંઈક કહે છે . અથવત્ - કોઈ પ્રકારે કે કોઈ અપેક્ષાએ. (૧) જીવ પ્રદેશાર્ણપણે અસંખ્યાતપ્રદેશી છે, તો પણ દ્રવ્યાપણે એક છે. અથવા પ્રતિક્ષણે પૂર્વ સ્વભાવનો ક્ષય અને પછીના સ્વરૂપની ઉત્પત્તિના યોગે અનંત ભેદ છે, તો પણ ત્રણે કાળમાં અનુગામી ચોક ચૈતન્ય માત્રની અપેક્ષાએ આત્મા એક જ છે. અથવા પ્રતિસંતાન ચૈતન્ય ભેદવથી અનંત આત્મા છતાં સંગ્રહ નથી. સામાન્યરૂપે આત્મા એક છે. (૨) આત્મા નહીં તે અનાત્મા-ઘટાદિ પદાર્થ. તે પણ પ્રદેશાર્થતાથી સંખ્યાતા, અસંખ્યાતા. અનંતપદેશ છે, તો પણ તયાવિધ એક પરિણામરૂપ દ્રવ્યાઈ અપેક્ષાએ એક જ છે. એ પ્રમાણે સંતાન અપેક્ષાએ પણ જાણવું. તુચરૂપ અપેક્ષાએ ધમસ્તિકાયાદિ અનાત્મા કથંચિત્ ભિન્ન સ્વરૂપ છે, તો પણ તેમનું અનુપયોગરૂપ લક્ષણ એકસરખું સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ હોવાથી એકપણું જાણવું. (3) દંડ એક છે – દુપ્રયુક્ત મન-વચન-કાયા લક્ષણ કે હિંસામાત્ર. આનું એકવ સામાન્ય તયાદેશથી છે, એ પ્રમાણે સર્વત્ર એકપણું છે. (૪) અદંડ-પ્રશસ્ત મન, વચન, કાય યોગ કે અહિંસા માત્ર. (પ-) ક્રિયા એક છે, કાયિકી આદિ કે આસ્તિકામાત્ર. અક્રિયા પણ એક છે યોગનિરોધ કે નાસ્તિકવ.. (૮) લોક ત્રણ પ્રકારે કે અસંખ્યપ્રદેશ છતાં દ્રવ્યાર્થતાથી એક છે, અલોક અનંતપ્રદેશ છતાં દ્રવ્યાપણે એક છે અથવા આ બે સૂત્રો લોકાલોકનું બહત્વ દૂર કરવા માટે છે. કેમકે કેટલાંક અન્યદર્શની બહલોક કે વિલક્ષણથી બહુ અલોક માને છે. (૯ થી ૧૮) ઉક્ત રીતે સર્વત્ર ગમનિકા કરવી. વિશેષ એ કે - ધર્મ એટલે ધમસ્તિકાય. અધર્મ-અધમસ્તિકાય, પુણ્ય-શુભકર્મ, પાપ-અશુભકર્મ, બંધ-જીવને કર્મપુદ્ગલનો સંયોગ, તે સામાન્યથી એક છે અથવા સર્વ કર્મબંધ વ્યવચ્છેદ પછી ફરી બંધના અભાવે એક બંધ છે. - - - આ રીતે જ મોક્ષ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરાનું એકત્વ જાણવું. અહીં પહેલા અનાત્મ શબ્દનું ગ્રહણ કરી સર્વે અનુપયોગ પદાર્થોનું યોકપણું કહીને ફરી લોકાદિનું જે એકવ કહ્યું, તે સામાન્ય વિશેષની અપેક્ષાએ જાણવું. આ રીતે સર્વ શાસ્ત્રોમાં વિસ્તાસ્થી કહેલા આત્માદિનું એકત્વ કહીને પોતાની મેળે પરિણામિત પદાર્થોને કહે છે અહીં જંબુદ્વીપાદિ સાત સૂત્રો આશ્રય વિશેષનાં છે તથા “આ યાણપભા” આદિ અઢાર સૂત્રો સ્થિત્યાદિ ધર્મવાળાં છે, તે સુગમ છે. વિશેષ એ – જંબૂદ્વીપ સત્રમાં ક્યાંક આયામ-વિલંભ વડે એવો પાઠ દેખાય છે અને ક્યાંક સવાલ વિઠંભથી એવો પાઠ છે. તેમાં પહેલા પાઠ અન્યત્ર પણ તેવું સંભળાતું હોવાથી સંભવે છે, તે સુગમ છે. બીજાનો અર્થ આ છે – ચકવાલ વિઠંભ એટલે ગોળ વિસ્તાર વડે. અહીં પ્રમાણાંગુલ યોજન જાણવા. કહ્યું છે - વસ્તુનું માન આત્માંગલે, શરીરનું માન ઉત્સધાંગુલે અને પર્વ-પૃથ્વી-વિમાનનું માન પ્રમાણાંગુલે કરવું. પાલક યાનવિમાન સૌધર્મેન્દ્રના આભિયોગિક પાલક નામના દેવે વિકર્વેલું છે. માન-ગમન, તેને માટે જે વિમાન તે યાન વિમાન અથવા જેના વડે જવાય તે ચાન - ૪ - પારિયાતિક. (૧) મત - છે, કેટલાક નાકોની એક પલ્યોપમ સ્થિતિ, એમ મેં તથા અન્ય જિનેશ્વરે કહેલ છે. તે ચોથા પ્રસ્તટે મધ્યમ સ્થિતિ છે. (૨) એ રીતે ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિ તેરમાં પ્રસ્તટે જાણવી. (૩ થી ૬) ચમર અને બલિ સિવાયના બાકીના ભવનવાસીની - રત્નપ્રભા પૃથ્વી-ભૂમિમાં ચવાથી ભવનવાસીની એક પલ્યોપમ મધ્યમ સ્થિતિ છે, કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન બે પલ્યોપમની કહી છે. કહ્યું છે - દક્ષિણનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ, ઉત્તરની દેશોન બે પલ્યોપમની છે. (2) અસંખ્યાત વષયિક
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy