SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ નવ-૮(૪) સમવાયાંગ સૂત્ર અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચોથું આગમ છે, જે અગ્યાર અંગસુત્રોમાં ચોથું અંગ છે “સમવાય'. તે “સમવાયાંગ” નામે પ્રસિદ્ધ છે. પ્રાકૃતમાં 'પ્રણવ' નામથી છે, આ સૂગનું સંસ્કૃત નામ પણ આ જ પ્રમાણે છે, નાનું આગમ હોવાથી તેના કોઈ વિભાગો ન પાડતાં એક જ પુસ્તકમાં તેનો સમાવેશ કરેલ છે. જેમાં બધાં જ સમવાયો આવી જાય છે. આ સૂત્રમાં એક જ શ્રુતસ્કંધ છે, તેમાં ૧ થી ૧૦૦ સમવાય અને પ્રકીર્ણક સમવાય એવા વિભાગો [અધ્યયનો છે. આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ આદિ અનુયોગોની ઘણી વાતોને સંક્ષેપમાં સંખ્યાત્મક રીતે રજૂ કરી છે. જે પૂર્વે કહ્યા મુજબ ૧ થી ૧૦૦ + પ્રકીર્ણકમાં બોલસંગ્રહ રૂપે રજૂ કરાયેલ છે. અમારી જાણ મુજબ સમવાયાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ જોવા મળેલ નથી. શ્રી અભયદેવસૂજીિ કૃત વૃત્તિ હાલ ઉપલબ્ધ છે જેનો અનુવાદ અહીં કરાયેલ છે. પૂર્વેના સ્થાનાંગ સૂત્ર અને આ આગમની રજૂઆત પદ્ધતિમાં ઘણું જ સામ્ય જોવા મળે છે. અમે આખી “આગમશ્રેણિ” ચેલી છે, જે બધામાં ક્રમાંકન એક સમાન જ છે. જો કોઈને આ અનુવાદની મૂળ ટીકા જોવાનું જરૂરી લાગે તો માTEયુifTટી જોઈ શકે, માત્ર મૂળ જોવા માTHસુત્તાિ પૂર્ન જોવું. સૂત્રોના અનુવાદ માટે અમારા ગુજરાતી અને હિન્દી ભાષાનુવાદ છે જ. તે સિવાય શબ્દો અને નામોની અલગ-અલગ ડિક્ષનેરી તો જુદી - ઇત્યાદિ સાહિત્ય અને પ્રકાશિત કર્યું છે. અહીં મૂલ સૂત્ર સાથે ટીકાનુવાદ લેતાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયા છે, તો વ્યાકરણ, ન્યાયાદિ પ્રયોગો વગેરે કંઈક છોડેલ પણ છે * * * * * [8/2]. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાયાંગ સૂત્ર-ટીકાસહિત અનુવાદ $ - X - X - X - X - X - X – • ભૂમિકા : શ્રી વર્ધમાનસ્વામીને નમીને સમવાયાંગની વૃત્તિ પ્રાયઃ અન્ય શાસ્ત્રોનો આશ્રય લઈને હું કરું છું. દુષ્ટ સંપદ્માયથી કે ખોટા તર્ક કરવાથી અહીં મારાથી જે કંઈ ખોટું કહેવાય, તે મારા પર અનુકંપા કરીને બુદ્ધિમાનોએ શોધવું, એમ કરવાથી શાસંમત અર્થની ક્ષતિ ન થાઓ. અહીં સ્થાન નામક બીજા અંગના અનુયોગ પછી આ સમવાય નામક ચોથા અંગનો અનુયોગ અનુક્રમે પ્રાપ્ત થયો છે, તેથી તેનો આરંભ કરાય છે. તેમાં ફળ આદિ દ્વારોનો વિચાર સ્થાનાંગ અનુયોગવત્ અનુક્રમથી જાણવો. વિશેષ - આનો સમુદાય અર્થ આ પ્રમાણે - સમ - સમ્યક રીતે વ - અધિકપણે મથ - પરિચ્છેદ અર્થાત જીવાજીવાદિ વિવિધ પદાર્થના સમૂહનું જ્ઞાન જેમાં છે તે ‘સમવાય’ અથવા સમવન વિવિધ પ્રકારના જીવાદિ પદાર્થો જેમાં અભિધેયપણાએ કરીને એકઠા થાય છે તે સમજવા કહેવાય છે. તે પ્રવચનપુરૂષનું અંગ હોવાથી “સમવાયાંગ" છે. શ્રમણ ભગવંત મહાવીરસ્વામીના પાંચમાં ગણધર સુધમસ્વિામી પોતાના શિષ્ય જંબુને સમવાયાંગ ણ કહેવાને, પોતાના ધર્માચાર્ય ભગવંતનું બહુમાન પ્રગટ કરતા અને સ્વકીય વચનમાં સમસ્ત વસ્તુ વિસ્તારના સ્વભાવને પ્રગટ કરનાર કેવલજ્ઞાન સહિત મહાવીર પ્રભુના વચનનો આધાર હોવાથી આ મારું વચન નિર્વિવાદપણે પ્રમાણભૂત છે એમ શિષ્યની બુદ્ધિમાં આરોપણ કરતા સુધમસ્વિામી આ અર્થ કહે છે. સમવાય-૧ છે. • સૂત્ર-૧ - - X - X – હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે, તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે - આ જગતમાં શ્રમણ ભગવંત મહાવીર [મહાવીર કેવા ?] આદિર, તિરિ, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવગંધહસ્તિ, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપ, લોકપધોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માદાતા, શરણદાતા, જીવનદાતા, ધર્મદાd, ધમદિશક, ધમનાયક, ધર્મસારથી, ધમવસ્યાતુરંતચક્રવત, આપતિeત-વર-જ્ઞાન-દર્શનધર, વિવૃdછા, જિન, ાપક, તિ, તારક, બુદ્ધ, બોધક, મુક્ત, મોચક, સવા, સર્વદર્શી, શિવ-ચલઅરજ-અનંતઅક્ષય-અવ્યાબાધપુનરાવૃત્તિ ઓની સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા. [તેઓએ આ દ્વાદશાંગ ગણિપિટક કર્યું, તે આ પ્રમાણે - આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહwd, નાયાધમ્મકહા, ઉવસગદસા, અંતગડદસા, અનુત્તરોવવાdયદસા, પણહાવાગરણ, વિવાગસૂય, દૈષ્ટિવાદ... તેમાં જે તે ચોથું અંગ સમવાય કહ્યું, તેનો અર્થ આ છે– (૧) આત્મા એક છે, (૨) ચનાત્મા એક છે, (૩) દંડ એક છે,
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy