________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 223 224 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ 0 પ્રશસ્તિ - વૃત્તિકાર રચિત પ્રશસ્તિ છે. જે નવ ગાથા દ્વારા વૃત્તિકારે નોંધી છે. તેનો સારાંશ આ પ્રમાણે છે - ભ૦ મહાવીર, ભ૦ પાઠ્ય, સરસ્વતી દેવી, ઉત્તમ કવિસભા, શ્રીસંઘ, પ્રગટ ગુણવાળા ગુરુને, સહાયક સર્વેને નમસ્કાર થાઓ. આ ગ્રંથનું મૂળ પ્રમાણ 1,44,000 પદોનું હતું, કાલાદિ દોષે તે ઘણો નાનો થઈ ગયો છે. તેનું વ્યાખ્યાન કરેલ છે. સર્વજ્ઞવયન હોવાથી આ સુગમાં કંઈપણ વિરોધ નથી. આ વ્યાખ્યાન [વૃત્તિ] મેં ઉત્તમ કવિઓના વચનને આશ્રીને કરેલ છે. આ સમવાયાંગની ટીકા વિક્રમ સંવત-૧૧૨૦માં અણહિલ પાટક નગરે મેં [અભયદેવસૂરિએ સ્ત્રી છે. અક્ષર ગણનાથી સૂગ શ્લોક પ્રમાણ-૧૬૬૭ અને વૃત્તિ શ્લોક પ્રમાણ-૩૫૩૫ છે. બંને મળીને પ૨૪૨ શ્લોક પ્રમાણ છે. અહીં તેનું પ્રતિપાદન સમવસરણના અધિકારથી ઋષિવંશ સુધી પર્યુષણા કલ્પ કહેવામાં આવ્યો છે, તેથી કરીને જ ચતિવંશ અને મુનિવંશ પણ આ કહેવાય છે. કેમકે પતિ અને મુનિ એ બંને શબ્દો ઋષિના જ પર્યાય છે. તથા આ શ્રુત પણ કહેવાય છે. કેમકે આ શ્રુત ત્રણ કાળના અર્થનો બોધ કરવામાં સમર્થ છે. - તથા શ્રુતાંગ પણ કહેવાય છે, એટલે કે પ્રવચન પુરુષનું અંગ અવયવ છે તેથી. તથા શ્રુતસમાસ એટલે સમગ્ર સૂત્રાર્થોને અહીં સંક્ષેપથી કહ્યો છે, તેથી શ્રુતનો સંક્ષેપ એમ કહેવાય છે. તથા શ્રુતના સમુદાયરૂપ હોવાથી આ શ્રુતસ્કંધ એમ કહેવાય છે. સમાણ - સમવાય એમ કહેવાય છે એટલે કે સમગ્ર જીવાદિ પદાર્થો અભિધેયપણાએ કરીને અહીં મળેલા હોવાથી આ સમવાય કહેવાય છે. તથા એક આદિ સંખ્યાના પ્રધાનપણાથી આમાં પદાર્થોનું પ્રતિપાદન કર્યું છે, તેથી સંખ્યા એમ પણ કહેવાય છે. તથા ભગવંતે સમગ્ર આ અંગકહ્યું છે, પણ આચારાંગાદિની જેમ બે શ્રુતસ્કંધ આદિ ખંડ - વિભાગો વડે આ કહ્યું નથી, તેથી આ સમસ્તાંગ એમ કહેવાય છે. તથા આ સમગ્ર અધ્યયન એમ કહ્યું છે, પણ આમાં શસ્ત્રપરિજ્ઞાદિની જેમ ઉદ્દેશ વગેરે ખંડ-વિભાગ નથી. fત શબ્દ સમાપ્તિના અર્થમાં છે. ત્રવામિ - હું કહું છું એમ સુધમસ્વિામીએ જંબુસ્વામીને કહ્યું. શ્રીમન વર્ધમાનસ્વામી પાસે જે અવધારેલ હતું તે કહ્યું. આ કહેવાથી અર્થ જાણવામાં ગુરુની પરંપરા જણાવી. એમ થવાથી ગ્રંથમાં શિષ્યની ગૌસ્વબુદ્ધિ ઉપજાવી કહેવાય છે અને ગુરુ માટે પોતાનું બહુમાન દેખાડ્યું અને ઉદ્ધતપણું દૂર કર્યું. - x * આ જ મુમુક્ષુનો માર્ગ છે. પ્રકીર્ણ સમવાયનો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ | સમવાય, અંગસૂત્ર-૪, આગમસૂત્ર-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - 6 ભાગ-૮-મો સમાપ્ત