________________
૪) અન્ય દેવ-દેવીની, સંન્યાસી વગેરેની કે તેમના ધર્મને આચરનારાઓની
પૂજા, પ્રભાવના, વાહ વાહ, વિદ્વતા વગેરે જોઈને તે તરફ આકર્ષાવું. શ્રી સંઘમાં ગુણવંતને જોઈ તેમની ઉપબૃહણા ન કરવી, તેમની અન્ય નબળી કડી જોઈને નિંદા કરવી. ધર્મમાં સ્થિર થયેલને અસ્થિર કરવા, તથા ધર્મમાં અસ્થિર (ચંચળ)
બનેલને સમજાવી, સહાય કરી સ્થિર ન કરવા. ૭) શ્રી સંઘના કોઈપણ સભ્ય પરત્વે વાત્સલ્યભાવ ન રાખવો. દુર્ભાવ
કરવો, તેમની ભક્તિ ન કરવી. જિનશાસનની પ્રભાવના છતી શક્તિએ ન કરવી, જિનશાસનના પ્રભાવક કાર્યોમાં દ્વેષ, અહંકાર કે ઈર્ષાદિથી અંતરાય કરવો, જિનશાસનની અવહેલના થાય તેવું કાર્ય કરવું.
આ ઉપરાંત-દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યની શક્તિ છતાં સંભાળ ન રાખવી; તેનું ભક્ષણ થતું હોય છતાં ઉપેક્ષા કરવી; બુદ્ધિની મંદતાથી તેને નુકશાન પહોંચાડવું; સાધર્મિક સાથે ઝગડો કરવો; શાસ્ત્રીય વેશ વિના પૂજા કરવી; પૂજા કરતાં મુખકોશના આઠ પડ કરી નાક સુધી ન બાંધવા; જિનબિંબ હાથમાંથી પડી જવું; તેને કળશ વગેરેનો સ્પર્શ થવો; દહેરાસર કે ઉપાશ્રયમાં હાસ્ય, ખેલ, આહાર, માત્ર, સંડાસ વગેરે કરવાનું સ્થાપનાચાર્યજી હાથમાંથી પડી જવા; જિનમંદિરની ૮૪ આશાતના અને ગુરુની ૩૩ આશાતનામાંથી કોઈપણ આશાતના થવી; ગુરુવચન “તહત્તિ' કહી સ્વીકારવો નહિ વગેરે દર્શનાચારના અતિચારો રૂપ હોઈ, તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું.
આસન-સંથારો વગેરે પાથરતાં ચક્ષુથી જોવું નહિ તેમજ ચરવળાથી પૂજવું નહિ. માત્રુ, ધૈડિલ, પાણી, કફ, શ્લેષ્મ વગેરે વિધિપૂર્વક ન પઠવવાં. મનમાં આર્ત-રૌદ્રધ્યાન કરવું. પાપકારી વચન બોલવું, વિના કારણે બોલવું. કાયાથી અયોગ્ય ચેષ્ટા કરવી, ઉઠતા-બેસતાં પૂંજવાદિનો ઉપયોગ ન રાખવો.
(શ્રાવક જ્યારે સામાયિક કે પૌષધમાં હોય ત્યારે ઉપરની ભૂલો થાય તો અતિચાર લાગે.)
z | Kતપાયારના બાર આરિચાર) ૧) પર્વતીથિએ છતી શક્તિએ ઉપવાસ ન કરવો. ૨) પેટ ભરીને જમવું, ઉણોદરી ન રાખવી. ૩) વધારે પડતાં દ્રવ્યો વાપરવા, જે-તે ઘણી ચીજો વાપરવી. ૪) ઓછા-વત્તા પ્રમાણમાં વિગઈત્યાગ ન કરવો. ૫) ધર્મક્રિયા દ્વારા શારીરિક કષ્ટ સહન ન કરવું, ઊભા ઊભા ધર્મક્રિયા ન
કરવી, ભીંતે ટેકો લઈને પ્રતિક્રમણાદિ કરવા વગેરે. ૬) સંલીનતા તપ ન કરવો. જેમ-લાંબા પગ કરીને બેસવું, કષાય વગેરે ઓછા ન કરવા, ઈન્દ્રિયોને ખોટા રસ્તે જતી ન અટકાવવી વગેરે.
આ ઉપરાંત-અજાણે પચ્ચકખાણ ભાંગવું, પાટલો હલવો, પચ્ચખાણ પારવું ભૂલી જવું, કાચું પાણી પીવાઈ જવું, ઉલ્ટી થવી
વગેરે બાહ્યતપના અતિચારો છે. ૭) શુદ્ધ રીતે ગુરુને જીવનના સઘળા પાપ જણાવવા નહિ, ગુરુએ જે
પ્રાયશ્ચિત્ત જેટલા સમયમાં પુરું કરવા જણાવ્યું હોય તેટલા સમયમાં પુરું
કરવું નહિ. ૮) ભગવાન, ગુરુ, સંઘ, સાધર્મિક વગેરેનો વિનય ન સાચવવો. ૯) બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વગેરે મુનિભગવંતોની વૈયાવચ્ચ ન કરવી. સમકિત-મૂલ-બાર વ્રત ૬૮ ૧૨૪ અતિચાર
ચારિાચારના આકઆલિયા) ૧) નીચે જોયા વિના ચાલવું. ૨) પાપકારી વચન બોલવું, મુહપત્તિના ઉપયોગ વિના બોલવું. ૩) અન્ન, પાણી વગેરે કે તૃણ, ડગલ વગેરે માલિકની રજા વિના લેવા.
અથવા ન કલ્પે તેવી ચીજ લેવી. ૪) કોઈપણ વસ્તુ લેતા-મૂકતાં, બારી-બારણા વગેરે ખોલ-બંધ કરતાં, સમકિત-મૂલ-બાર વ્રત ૬૭
૧૨૪ અતિચાર