________________
નરમ પુરી, ઢોકળાં વગેરે ચીજો વાસી રહે (રાત પસાર થયે) ચલિત રસવાળી થાય છે. મીઠાઈ સારી ઉત્તમ પ્રકારની બનાવી હોય તો વર્ષાકાળમાં ઉત્કૃષ્ટ પંદર દિવસ, ઉનાળામાં વીસ દિવસ, શિયાળામાં એક માસ સુધી જ ભણ્ય છે. પણ બનાવવામાં કચાશ રહેવાથી તેનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય તો તે વહેલી અભક્ષ્ય થઈ જાય. આ રીતે ખાખરા, લોટ વગેરેનો પણ તેટલો જ કાળ સમજવો. ચલિત રસવાળી થયેલ ચીજમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે.)
પરિશિષ્ટ-૨
૧૫ કર્માદાન સ્વરૂપ વ્યવસાયનો ત્યાગ
છે જ્યારે જે ફળમાં ઘણાં બીજ હોવા છતાં અંતર પડ હોય છે તે
અભક્ષ્ય નથી. જેમકે દાડમ, ટીંડોરા વગેરે.). ૧૮. ઘોલવડાં ત્યાગ (કાચા ગોરસ-દૂધ, દહીં, છાસ સાથે દ્વિદળ [વિદળ]
મિશ્ર થતાં જ તેમાં તુરત જ સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે. માટે ત્યાજ્ય છે. જેમાંથી તેલ ન નીકળે અને બે સરખી ફાડ થઈને દાળ થાય તેવા કઠોળને દ્વિદળ કહે છે. જેમ કે ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચોળા, વટાણા, લાંગ, મેથી, મસૂર, લીલવા વગેરે તથા આ દ્વિદળની ફળીઓ, લીલાં સૂકાં પાંદડાં, ભાજી, તેના આટા, દાળ, તેની બનાવટો વગેરે પણ દ્વિદળ ગણાય છે. સાંગરી વગેરે ઝાડના ફળરૂપ હોઈ, બાજરો, જુવાર વગેરેને બે ફાડ થતી ન હોવાથી અને એરંડી, રાઈ, કુમટીયા વગેરેમાંથી તેલ નીકળતું હોવાથી
દ્વિદળમાં ગણાતા નથી.) ૧૯. તુરછફળ ત્યાગ (જે ફળમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધુ હોય
તે તુચ્છ ફળ ગણાય છે. વળી તુચ્છફળ ખાધા પછી ફેંકી દેવામાં આવતા ઠળિયાને મુખની લાળ લાગેલી હોવાથી અસંખ્ય લાળિયા જીવો ઉત્પન્ન થાય છે. મહુડા, બોર, કોઠીમડા, કોઠા, સીતાફળ, પીલુ, ગંદા, જાંબુ, સરગવાની શીંગ તેમજ અત્યંત કુણી મગ, ચોળા,
ગુવાર, વાલ, શમી વગેરેની શીંગ તુરછફળમાં ગણાય છે.) ૨૦. વૃત્તાંક ત્યાગ (વૃત્તાંગ એટલે રીંગણાં. તેમાં બીજ ઘણાં હોય છે અને
તેની ટોપીમાં સૂક્ષ્મ ત્રસજીવો હોય છે. વળી તે તામસી અને વિકારો
પેદા કરનારાં છે.) ૨૧. અજાણ્યાં ફળનો ત્યાગ (જે ફળ, ફૂલ, પત્ર વગેરેની જાતિ કે નામ વગેરે
જાણતાં ન હોઈએ તેવા તદ્દન અજાણ્યા ફળ વગેરે ન ખાવાં. કેમકે તે ભક્ય છે કે અભણ્ય વગેરે આપણે જાણતા નથી. વંકચૂલ નામના ચોરે
આવી બાધા લીધેલ તેનાથી એકવાર મૃત્યુથી બચી ગયેલ.) ૨૨. ચલિત રસનો ત્યાગ (જે વસ્તુના વર્ણ, ગંધ, રસ વગેરે પલટાઈ જાય
તે ચલિત રસવાળી થઈ કહેવાય. સડેલું અન્ન, રોટલા, રોટલી, ભાત,
દાળ, શાક, ખીચડી, શીરો, લાપસી, ભજીયા, થેપલા, પુડલા, વડા, સમકિત-મૂલ-બાર વ્રત
૧૨૪ અતિચાર
(જેના વડે આકરા-તીવ્ર પાપકર્મોનું આદાન (ગ્રહણ) થાય તેવા વ્યાપાર-ધંધા-વ્યવસાયને કમદાન કહેવાય. કદાન વડે આજીવિકા મેળવવાનું શ્રાવકોએ ત્યાગવું જોઈએ. જેમણે કર્માદાનનો ત્યાગ કર્યો હોય, તે જાણીને કદાન કરે તો વ્રત ભંગ થાય, પણ અજાણે કે ભૂલથી તે ધંધો થઈ જાય તો અતિચાર લાગે.) ૧) અંગારકર્મઃ જેમાં અગ્નિકાયના જીવોની પુષ્કળ હિંસા થતી હોય અને
તે દ્વારા બીજા ત્રસ વગેરે જીવોની પણ હિંસા થતી હોય તેવા વ્યવસાયને અંગારકર્મ કહેવાય. જેમ-લાકડા બાળીને કોલસા કરવા; કોલસા પડાવવા, વેચવા, વેચાવવા; ભઠ્ઠીથી અનાજ શેકવા; ઈટો પકવવી; નળીયા પકવવા; કુંભાર, લુહાર, સોની વગેરેનો ધંધો કરવો; ત્રાંસુ, કલાઈ, સીસુ, પિત્તળ વગેરે બનાવવા-ઘડવા; કોલસાનો કોન્ટ્રાક્ટ રાખવો; બોયલરોમાં કોલસા પૂરવાનું કામ કરવું, ઘાસતેલ, પેટ્રોલ, ઈલેક્ટ્રીક, પેટ્રોમેક્ષ વગેરે બત્તીઓ, દીવાસળી વગેરેનો વેપાર કરવો, એજીન ચલાવવા, જેમાં વીજળી વગેરેનો ખૂબ વપરાશ થતો હોય તેવો
વ્યવસાય કરવો, અગ્નિની ભઠ્ઠીઓથી લોખંડ ઓગાળી રેલવેના પાટા સમકિત-મૂલ-બાર વ્રત
૧૨૪ અતિચાર