________________
૧)
૨)
૩)
૪)
૫)
૬)
વ્રત આઠમું – પેટા નિયમો
અપધ્યાન
સ્ત્રી કે પુરુષ સંબંધી વિષયવાસનાના ગંદા (સેક્સી) વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં’ બોલવું.
કોઈને આપત્તિમાં નાખવાના કે બુરું કરવાના વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છામિ દુક્કડં’ બોલવું. શક્ય બને તો સામેલી વ્યક્તિ પાસે ક્ષમાપના કરી લેવી.
કોઈને જાનથી મારી નાખવાના કે મરાવી નાખવાના વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં’ બોલવું. શક્ય બને તો સામેલી વ્યક્તિ પાસે ક્ષમાપના કરી લેવી. આપઘાત કરવાના વિચારો કરવા નહિ જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં' બોલવું.
મારામારીના, યુદ્ધ ખેલવાના વગેરે વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં’ બોલવું.
વિના કારણે, ફક્ત ધન લાલસાથી શેખચલ્લીની જેમ ધન મેળવવાદિ ના વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં’ બોલવું. (સકારણ, જરૂરી ધંધા સંબંધી વિચારો કે વિચારણા કરવી પડે તેની છૂટ.)
(માનસિક ખોટા વિચારો પણ નરક વગેરે દુર્ગતિઓ આપવા સમર્થ છે. આ માટે મુનિવર પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું અને તંદુલિયા મત્સ્યનું દૃષ્ટાંત જગપ્રસિદ્ધ છે.)
સમકિત-મૂલ-બાર વ્રત
39
૧૨૪ અતિચાર
૧)
૨)
૩)
૧)
૨)
૩)
પાપોપદેશ
પરમાત્માની આજ્ઞાથી વિપરીત ઉપદેશ આપવો નહિ-બોલવું નહિ. (જેમ-રાત્રિભોજન કરો, કંદમૂળ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, વૈજ્ઞાનિકો કહે છે માટે પૃથ્વી દડા જેવી ગોળ છે વગેરે.)
હિંસકાર્પણ
(નીચેના ચાર નિયમોમાં ઘરની વ્યક્તિઓ માટે તેમજ પધારેલ મહેમાનાદિ માટે તેમજ દાક્ષિણ્યથી ન છૂટકે બીજાને આપવું પડે ત્યારે છૂટ રાખવી.)
૪)
હિંસક ઉપદેશ આપવો નહિ. (જેમ-ઈંડામાં પ્રોટીન છે માટે ઈંડા ખાઓ, મત્સ્ય ઉદ્યોગ વિકસાવવો જોઈએ, મચ્છરોના નાશ માટે ડી.ડી.ટી. છંટાવો, ઉંદરોને મારી નાંખો, બોંબ બનાવવો જોઈએ, અમુકને મારી નાંખો, ખેતર ખેડો, ઘોડાને ખસી કરો વગેરે.) ધર્મ-સંસ્કૃતિને વિઘાતક ઉપદેશ આપવો નહિ. (જેમ-સામૂહિક લગ્ન કરાવો, હોસ્પિટલ બંધાવો, હોસ્પિટલમાં દાન આપો, સ્કૂલ કોલેજોમાં દાન આપો, ચક્ષુદાન કરાવો, કુટુંબ નિયોજન કરાવો, ગર્ભપાત કરાવો, વિધવા વિવાહની છૂટ આપો, છૂટાછેડા આપી દો, ટી.વી. વસાવો વગેરે સ્વરૂપ ઉપદેશ આપવો નહિ.)
તલવાર, બંદુક, ધનુષુ વગેરે શસ્રો બીજાને વાપરવા આપવા નહિ. સાયકલ, સ્કૂટર, કાર વગેરે બીજાને વાપરવા આપવા નહિ. કોસ, કુહાડો, ગાડું, હળ વગેરે ખેતીના સાધનો બીજાને આપવા નહિ.
ઘંટી, મૂશળ, સાંબેલું, ખાણીઓ, મિક્ષર, અગ્નિ, ચૂલો-પ્રાયમસસગડી-ગેસ-ધમણ વગેરે અગ્નિ પેટાવવાના સાધનો, ચપ્પુ, છરી, સ્ટેપલર, પંખો, ટેબલ લેમ્પ, લાઈટ વગેરે બીજાને આપવા નહિ. (આ બધા સાધનો દ્વારા પૃથ્વી પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ વગેરે જીવોની હિંસા થાય છે. માટે ઘરમાં ન છૂટકે વાપરવું પડે તે જુદી વાત છે, ૧૨૪ અતિચાર
સમકિત-મૂલ-બાર વ્રત