________________
તેમણે પાંચ કર્મગ્રંથોની રચના કરી. તેમાં પંચમ કર્મગ્રંથની સો ગાથા છે. તેથી જ તેનું નામ “શતક’ છે. ગ્રંથ સાથે તેની ટીકાની પણ રચના કરીને તેમણે એક વધુ ઉપકાર કર્યો છે.
પ્રસ્તુત કર્મગ્રંથ ૨૧ દ્વારો વડે નિર્માણ થયો છે. ઘુવબંઘી પ્રકૃતિ, અધુવબંધી પ્રકૃતિ, ઘુવોદયી પ્રકૃતિ, અઘુવોદયી પ્રકૃતિ વગેરે ૨૬ દ્વારો પદાર્થસંગ્રહના પ્રથમ પૃષ્ઠ જ આપેલા છે. તેનાથી સમગ્ર ગ્રંથના વિષયોની રૂપરેખા મળી જાય છે.
કર્મગ્રંથોના અભ્યાસમાં જેમ જેમ આગળ વધીએ તેમ કર્મપ્રષ્યિાનું નિરૂપણ વધુને વધુ ગહન બનતું જાય છે. તેમાં પણ આ પંચમ કર્મગ્રંથ છે. ગાથા-સંખ્યાની દૃષ્ટિએ છયે કર્મગ્રંથોમાં સૌથી મોટું પણ છે. અભ્યાસુઓ અત્યંત સરળતાથી અને અતિ અલ્પ સમયમાં આ કર્મગ્રંથનો અભ્યાસ કરી શકે તે માટે પ્રસ્તુત પુસ્તક :- પદાર્થપ્રકાશ - ભાગ - ૬ નું પ્રકાશન થઈ રહ્યું છે.
પ્રકરણો-ભાણ - કર્મગ્રંથોના અભ્યાસમાં પદાર્થપ્રકાશ - શ્રેણિએ સમસ્ત સંઘમાં અત્યંત લોકપ્રિયતા મેળવી છે. અલ્પ સમયમાં વધુ સરળતાથી, વધુ સચોટ અભ્યાસ કરવાનું સાધન એટલે પદાર્થપ્રકાશ. આ માન્યતા નાનકડા વિધાર્થીથી માંડીને દિગ્ગજ વિદ્વાનોના દિલમાં પણ ઘર કરી ગઈ છે. પદાર્થપ્રકાશની અનેક આવૃતિઓ પણ તેનું પ્રમાણ છે. હજુ પણ પદાર્થપ્રકાશની જંગી માંગ અમને નવી-નવી આવૃત્તિઓ બહાર પાડવાની ફરજ પાડી રહી છે. પદાર્થપ્રકાશના અંગ્રેજી અનુવાદો પણ બહાર પડી રહ્યા છે.
ભાગ - ૧ - જીવવિચાર-નવતત્ત્વ ભાગ - ૨ - દંડક - લઘુસંગ્રહણિ ભાગ - ૩ - પ્રથમ - દ્વિતીય કર્મગ્રંથ
ભાગ - ૪ - તૃતીય - ચતુર્થ કર્મગ્રંથ આ રીતે ચાર ભાગોનું પ્રકાશન થયા બાદ ગત વર્ષે પદાર્થપ્રકાશ ભાગ -૫ ‘ભાષ્યયમ્’ નું પ્રકાશન થયું. સમસ્ત સંઘે ઉછળતા ઉમંગે એ
પ્રકાશનને વધાવી લીધું. અભ્યાસુઓને આ પ્રકાશન અતિ અતિ ઉપયોગી થઈ રહ્યું છે.
આજે પદાર્થપ્રકાશ - ભાગ - ૬-‘શતક' - પંચમ કર્મગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. જ્ઞાનપિપાસુઓ માટે જાણે ઉત્સવના વધામણા છે. આ અવસરે અમારા આનંદની કોઈ અવધિ નથી.
આ બધો વિચાર કરીને અનંતોપકારી ગુરુદેવ પરમ પૂજ્ય વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં મસ્તક ઝૂકી પડે છે. જ્ઞાનપિપાસુ જીવો પર તેમનો કેટલો અનહદ ઉપકાર ! ગહન પદાર્થોને સરળતમ શૈલીમાં પીરસવાની તેમની કેવી કુશળતા ! ગાગરમાં સાગર Hલવી દેવાની તેમની કેવી કળા ! ૪૫-૪પ શિષ્યોના સફળ યોગક્ષેમ કરવા, કલાકોના કલાકો સુધી અરિહંતમાં લયલીન બની જવું, રાતોની રાતો ધ્યાન-સાધનામાં વીતાવી દેવી, જિનશાસનના પ્રત્યેક અંગના જાણે ‘રખોપા’ હોય એવી જવાબદારી પૂર્વક શાસનના કાર્યોમાં અથાગ પરિશ્રમ લેવો, અધ્યાત્મના શિખરોને સર કરવા,..... અને આવા અનેકાનેક... અઢળક કાર્યોની વચ્ચે પણ આવી અદ્ભુત, અનુપમ અને અબ્દુલ કક્ષાની પદાર્થપ્રકાશ - શ્રેણિનું સર્જન કરવું..... ગુરુદેવ ! ખરેખર આપની અનુમોદના માટે મારી પાસે શબ્દો નથી.
હજુ આગળ વધીને કહું તો આ અવસરે કર્મશાાનિપુણમતિ સિદ્ધાન્ત મહોદધિ પ.પૂ.આ.દે. શ્રીમદ્વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા યાદ આવે છે, જેમણે સ્વયં કર્મશાસ્ત્રોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો. કર્મપયિાના ગહન તત્વોને સ્વનામવત્ આત્મસાત્ કરી દીધા. એટલું જ નહીં પૂજ્ય ગુરુદેવશ્રી જેવા અનેક આશ્રિતોને એ જ્ઞાનસુધાનું પાન કરાવ્યું. ના, બલ્ક એ જ્ઞાનસુધામાં તરબોળ કરી દીધા.
એ રાતો કાળી નહીં પણ સોનેરી હતી, જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી કલાકોના કલાકો સુધી, ના, બલ્ક ક્યારેક ક્યારેક તો આખી-આખી રાત