________________
આઠ વર્ગણાઓનું સ્વરૂપ
હોવાથી આહા માટે પણ અગ્રહણયોગ્ય છે.
આહા ની ઉ અગ્રહણયોગ્યવર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે આહા ની
જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે આહા॰ ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની આહાની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આહા૦ ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં એક ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા
તે તૈ ની જ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે તે ની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની તૈ ની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી આહા માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી તે માટે પણ અગ્રહણયોગ્ય છે.
તે ની ઉ૦ અગ્રહણયોગ્યવર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરતા જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે તૈ ની જ
ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે તે ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની તૈ॰ ની મધ્યમ ગ્રહણયોગ્યવર્ગણાઓ છે. તે ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોમાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની ભાષા ની જ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે ભાષા ની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સંઘોની ભાષાની મધ્યમ અગ્રહણયોગ્ય
૬૭
૬
આઠ વર્ગણાઓનું સ્વરૂપ વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી તે માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી ભાષા માટે પણ અગ્રહણયોગ્ય છે.
ભાષાની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે ભાષાની જ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે ભાષાની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની ભાષાની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. ભાષાની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે
શ્વાસોની જ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે શ્વાસોની ઉ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે૦ એકોત્તવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની શ્વાસોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણા છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી ભાષા માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી શ્વાસો માટે પણ અગ્રહણયોગ્ય છે.
શ્વાસો ની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે શ્વાસોચ્છ્વાસની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો
અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે શ્વાસો ની ઉ૰ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ૯૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સંઘોની શ્વાસો૦ ની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. શ્વાસો ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે