________________
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(રાગ : કડખાની દેશી)
સહજગુણ આગરોસ્વામી સુખસાગરો, જ્ઞાનવયરાગરોપ્રભુ સવાયો ! શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહરિપુ જીતી જયપડહ વાયો || સહજ૦ || ૧ || પ્રભુ કેવા છે ? તે કહે છે : સહજ-સ્વાભાવિક ગુણોના ધામ છે, અવ્યાબાધ, અવિનાશી, સુખના સિંધુ છે, જ્ઞાનરૂપ (વજ) હીરાની ખાણ છે, સવાયા-સદા સર્વશ્રેષ્ઠ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાને શુદ્ધતા (સમ્યજ્ઞાનની નિર્મળતા), એકતા (સ્વરૂપ તન્મયતા) અને તીક્ષ્ણતા (વીર્યગુણની તીવ્રતા)ના ભાવ વડે, મોહશત્રુને જીતી જયપડહ – વિજયડંકો બજાવ્યો છે.
હવે શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાની વ્યાખ્યા બતાવે છે : વસ્તુ નિજ ભાવ અવિભાસ નિઃકલંકતા, પરિણતિ વૃત્તિતા
કરી અભેદે ! ભાવ-તાદાત્મ્યતા શક્તિ-ઉલ્લાસથી, સંતતિયોગને તું ઉચ્છેદે
|| સહજ૦ || ૨ |
વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ નિષ્કલકતા - શુદ્ધતા છે, આત્મપરિણતિમાં વૃત્તિનો અભેદ એ એકતા છે અને તાદાત્મ્યભાવે રહેલી વીર્યશક્તિનો ઉલ્લાસ એ તીક્ષ્ણતા છે. એ ત્રણ વડે આપે કર્મસંતતિના સંબંધને મૂળથી ઉખેડી-છેદી નાખ્યો છે.
એ
પરમતત્ત્વની ઉપાસના * ૧૩૬ િ
દોષગુણ વસ્તુની લખીય યથાર્થતા, લહી ઉદાસીનતા અપરભાવે ! ધ્વંસી તજજન્યતા ભાવકર્તાપણું, પરમપ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે || સહજ૦ || ૩ || વસ્તુના ગુણદોષની યથાર્થતા જાણી પરભાવથી ઉદાસીન થઇ અને તદ્ઉત્પત્તિ સંબંધે થયેલું એટલે કે પુદ્ગલના સંબંધથી થયેલ વિભાવકર્તૃત્વનો નાશ કરીને હે પ્રભુ ! આપ પોતાના પરમશુદ્ધ સ્વભાવમાં જ રમણ કરી રહ્યા છો.
શુભ અશુભભાવ અવિભાસ તહકીકતા, શુભઅશુભભાવ તિહાં પ્રભુ ન કીધો ! શુદ્ધ પરિણામતા વીર્ય કર્તા થઇ, પરમ અક્રિયતા અમૃત પીધું
ન
|| સહજ૦ || ૪ || શુભ કે અશુભ ભાવની યથાર્થ (નિશ્ચિત) ઓળખાણ કરી શુભ કે અશુભ પદાર્થોમાં હે પ્રભુ ! શુભાશુભભાવ એટલે કે રાગ-દ્વેષ ન કર્યો, પણ શુદ્ધ પારિણામિક ભાવમાં વીર્યગુણને પ્રવર્તાવી પરમ અક્રિયતારૂપ અમૃતરસનું પાન કર્યું છે !
શુદ્ધતા પ્રભુતણી આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસ થાઓ ! મિશ્રભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આએ || સહજ૦ || ૫ ||
પ્રભુની પૂર્ણ શુદ્ધતાનું જે જીવ આત્મસ્વભાવમાં અભેદ ભાવે ચિંતન કરી, ધ્યાન વડે તેમાં જ રમણ કરે છે (મારો આત્મા પણ સત્તાએ પૂર્ણ શુદ્ધ સ્વરૂપી છે, એમ નિશ્ચય કરી પૂભુની પૂર્ણશુદ્ધતામાં તન્મય બને છે.) તેને તેવી જ ‘પરમ પરમાત્મદશા' પ્રાપ્ત થાય છે. ક્ષાયોપશમ ભાવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની ભિન્નતા જણાય છે. પણ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતાં તે ત્રણે ગુણની એકતા થઇ જાય છે.
ઉપશમ રસભરી સર્વજન શંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી ! કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તેણે ભવભ્રમણની ભીડ મેટી || સહજ૦ || ૬ || હોય પરમતત્ત્વની ઉપાસના * ૧૩૭ ગામોગામ