________________
મોટાં વાદળાંઓ ચડી આવે છે અને વારંવાર વીજળીના ઝબકારા થાય છે. તેવી રીતે મહાનું પુણ્યોદયે શ્રી જિનેશ્વર પરમાત્માની ઓળખાણ થાય છે ત્યારે આદર-બહુમાનપૂર્વક તેમની ભક્તિમાં તત્પર થયેલા ભક્તને અદ્ભુત આનંદ થાય છે, તેમના ચિત્તમાંથી અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યાજ્ઞાન - મિથ્યાત્વનો ભય પલાયન થઇ જાય છે અને અવિધિ, આશંસા, આશાતનાદોષથી રહિત, સમ્યકૃક્રિયા-સમ્યગુચરણનું પાલન થતાં વિશુદ્ધ આત્મપરિણતિના વિદ્યુત-પ્રકાશ કંઇક અંશે અનુભવમાં આવે છે.
જયારે જિનભક્તિરૂપ વર્ષા થાય છે, ત્યારે પવિત્ર ભાવનારૂપ પવન વાય છે. મન, વચન અને કાયાની એકાગ્રતારૂપ ઇંદ્રધનુષ રચાય છે, પ્રભુના નિર્મળ ગુણ સ્તવનરૂપ ગરવ થાય છે અને તૃષ્ણારૂપ ગ્રીષ્મકાળનો પરિતાપ શાંત થઇ જાય છે.
વર્ષાઋતુમાં જેમ બગલાઓની પંક્તિ ઊભેલી દેખાય છે, તેમ જિનભક્તિમાં પ્રશસ્ત વેશ્યાઓ ઉત્પન્ન થાય છે.
વર્ષાઋતુમાં હંસપક્ષી સરોવરમાં જઇને વસે છે, તેમ જિનભક્તિના યોગે મુનિ ધ્યાનારૂઢ થઇ, ઉપશમ-શ્રેણી કે ક્ષપક-શ્રેણીમાં રહે છે. વરસાદ સમયે, ચારે દિશાઓના માર્ગો બંધ થઇ જાય છે, તેમ જિનભક્તિથી ચારે ગતિનું ભ્રમણ અટકી જાય છે. વર્ષાઋતુમાં લોકો સહુ પોતાના ઘરમાં જ રહે છે અને મોજ માણે છે, તેમ અનાદિથી વિષય-કષાયરૂપ પરભાવમાં ભટકતો ચેતન, જિનભક્તિ વડે પોતાનું સ્વરૂપ ઓળખી, નિજ સ્વભાવમાં જ રહે છે અને સમતાસખી સાથે મોજ કરે છે.
વર્ષાને જોઇને જેમ મોર હર્ષઘેલા બનીને નાચતા હોય છે તેમ જિનભક્તિમાં તન્મય બનેલો સમ્યગુદૃષ્ટિ આત્મા શ્રી જિનેશ્વર પ્રભુનાં પ્રશાંતરસ-પરિપૂર્ણ અલૌકિક રૂપને જોઇને પરમાનંદ અનુભવે છે. વરસાદના સમયે જેમ જળધારાઓ વહેવા લાગે છે, તેમ જિનભક્તિના સમયે પ્રભુનાં ગુણગાનનો પ્રવાહ વહેતો થાય છે. વર્ષા સમયે જેમ તે જળધારાઓ પૃથ્વી ઉપર વહી જઇને સરોવરાદિમાં સ્થિર થઇ જાય છે, તેમ પ્રભુગુણગાનનો પ્રવાહ ધર્મરુચિવાળા આત્માઓના હૈયામાં પ્રવેશી જઇને સ્થિર થઇ જાય છે. શક. કોક કોક કa.pક પરમતત્ત્વની ઉપાસના * ૧૩૦ ક. શle a #l #ક #l,
ચાતકપક્ષી વરસતા વરસાદની જળધારાઓનું પાન કરીને પોતાની તૃષાને શાંત કરે છે, તેમ જિનભક્તિમાં તન્મય બનેલો તત્ત્વપિપાસુ મહામુનિ સર્વ દુઃખોને દૂર કરનારા એવા અનુભવરસનું આસ્વાદન કરીને સમ્યગુદર્શનની પ્રાપ્તિ સમયે પ્રગટેલી તત્ત્વ-અનુભવ-રમણતાની પિપાસાને શાંત કરે છે.
વરસાદ સમયે જેમ જૂનાપુરાણા તૃણના અંકુરો નાશ પામે છે અને નવા લીલાતૃણ-અંકુરાઓ પ્રગટે છે, ખેડૂતો તેનું નિવારણ કરીને યોગ્ય રીતે ભૂમિને ખેડીને બીજ વાવે છે, તેમ જિનભક્તિ દ્વારા ભવ્યજીવો અશુભ આચારોનું નિવારણ કરીને શુભ આચારના પાલનરૂપ દેશવિરતિ આદિનાં પરિણામ ઉત્પન્ન કરે છે.
વર્ષાઋતુમાં વૃષ્ટિના પ્રભાવે જેમ વાવેલા ધાન્યનાં કણસલાં વૃદ્ધિ પામતાં જાય છે અને તે પૂર્ણ વૃદ્ધિ પામી જાય છે ત્યારે ખેડૂતો પોતાના ઘરમાં તે ધાન્યને લઇ જઇ ભંડારમાં (કોઠારમાં) ભરી દે છે, તેમ જિનભક્તિરૂપ વૃષ્ટિના પ્રભાવે પાંચ મહાવ્રતોનું નિરતિચારપણે પાલન કરવાથી તેની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ સ્વસાધ્યને - સિદ્ધ સ્વરૂપને સાધવાની શક્તિ વિકસિત બનતી જાય છે અને તેથી અનંતક્ષાયિક દર્શનજ્ઞાન-ચારિત્રાદિ ગુણોની આત્મમંદિરમાં નિષ્પત્તિ થાય છે એટલે કે સર્વ આત્મપ્રદેશો જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બની જાય છે.
જે પ્રદેશમાં પુષ્કળ મેઘ-વૃષ્ટિ થાય છે તે પ્રદેશ ધાન્ય વગેરેથી સમૃદ્ધ બને છે અને સર્વત્ર સુકાળ પ્રવર્તે છે, તેથી તે દેશની પ્રજા ખુબ જ આનંદ અને સુખસમૃદ્ધિને પામે છે, તેવી રીતે જિનદર્શનના (સમ્યગદર્શનના, જિનશાસનના કે જિનમૂર્તિદર્શનના) અને જિનભક્તિના પ્રભાવે પરમાનંદની પ્રાપ્તિ થતાં આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનંતગુણપર્યાયની પૂર્ણતા પ્રાપ્ત થાય છે.
- જિનભક્તિનું મહાન ફળ મોક્ષપ્રાપ્તિ છે, એ જાણીને અહર્નિશ જિનભક્તિ અને જિનાજ્ઞાપાલનમાં તત્પર બનવું જોઇએ.
પ્રક. શક જાક . છીંક, પરમતત્વની ઉપાસના * ૧૩૧ શકે છે. આ જ છja.ple,