________________
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(ઓલગડી ઓલગડી સુંહલી હો... એ દેશી) ઓલગડી ઓલગડી તો કીજે,
શ્રી મુનિસુવ્રત સ્વામીની રે, જેહથી નિજ પદ સિદ્ધિ કેવલજ્ઞાનાદિક ગુણ ઉલ્લસે રે, લહીએ સહજ સમૃદ્ધિ ।। ૧ ।। શ્રી મુનિસુવ્રત ભગવાનની ઓલગડી-સેવા અર્થાત્ ગુણગાન જરૂર કરવાં જોઇએ, જેથી આત્માનું પરમાનંદપદ સિદ્ધ થાય. કેવલજ્ઞાનાદિ ગુણો પ્રગટે અને સહજ આત્મસંપત્તિ પ્રાપ્ત થાય.
ઉપાદાન, ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે,
પણ કારણ નિમિત્ત આધીન !
પુષ્ટ-અપુષ્ટ દુવિધ તે ઉપદિશ્યો રે,
ગ્રાહક વિધિ આધીન || ઓ૦ | ૨ || ઉપાદાન એ વસ્તુની નિજ પરિણતિ એટલે વસ્તુનો મૂળ ધર્મ છે; પરંતુ તે નિમિત્ત કારણને આધીન છે. એટલે કે નિમિત્તના યોગથી ઉપાદાનશક્તિ જાગ્રત થાય છે.
તે નિમિત્ત કારણના પુષ્ટ નિમિત્ત અને અપુષ્ટ નિમિત્ત એમ બે ભેદ આગમમાં બતાવવામાં આવ્યા છે, તે નિમિત્ત, કર્તાની વિધિપૂર્વકની ક્રિયાને આધીન છે એટલે કે કર્તા જો નિમિત્તનો વિધિપૂર્વક કાર્ય કરવામાં ઉપયોગ કરે તો નિમિત્ત કાર્યકર બને છે. તે સિવાય નિમિત્ત કાર્ય કરી શકતો નથી.
ભારતીય પરમતત્ત્વની ઉપાસના * ૧૨૨ માતાની વિશિષ
સાધ્ય સાધ્ય ધર્મ જે માંહે હોવે રે, તે નિમિત્ત અતિપુષ્ટ ! પુષ્પમાંહે તિલવાસક વાસના રે,
તે નવિ પ્રધ્વંસક દુષ્ટ | ઓ॰ ॥ ૩ ॥ જે કારણમાં સાધ્ય ધર્મ (કાર્ય ધર્મ) વિદ્યમાન હોય, તેને પુષ્ટનિમિત્ત કારણ કહેવાય છે, જેમ કે, પુષ્પમાં તેલને વાસિત બનાવવારૂપ કાર્ય-ધર્મ વાસના-સુગંધ વિદ્યમાન છે પરંતુ તેલની વાસનાને ધ્વંસ કરવાની દુષ્ટતા નથી, એટલે પુષ્પ તેલને વધુ સુગંધિત બનાવવાનું પુષ્ટ કારણ છે.
તેવી રીતે શ્રી અરિહંત પરમાત્મા મોક્ષરૂપ કાર્યનાં પુષ્ટ નિમિત્ત કારણ છે. મોક્ષની અભિલાષાથી વિધિપૂર્વક જે તેમની સેવા કરે, તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.
દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુમાંહિ ! સાધક સાધક પ્રધ્વંસકતા અછે રે,
તિણે નહિ નિયત પ્રવાહ || ઓ૦ || ૪ || જે કારણમાં સાધ્ય ધર્મ વિદ્યમાન ન હોય તે અપુષ્ટ નિમિત્ત કારણ કહેવાય છે. જેમ દંડ ઘટરૂપ કાર્યમાં અપુષ્ટ નિમિત્ત કારણ છે, કેમ કે દંડમાં ઘટત્વ વિદ્યમાન નથી. કર્તાની ઇચ્છા મુજબ દંડ એ ઘટની ઉત્પત્તિમાં જેમ કારણભૂત છે તેમ તે જ દંડ ઘટધ્વંસ કરવામાં પણ કારણભૂત બને છે. તેનો નિશ્ચિત કોઇ એક પ્રવાહ નથી.
ષટ્ કારક ષટ્ કારક તે કારણ કાર્યનું રે, જે કારણ સ્વાધીન ! તે કર્તા તે કર્તા સહુ કારક તે વસુ રે,
કર્મ તે કારણ પીન | ઓ૦ | ૫ || કર્તાદિ છયે કારક એ દરેક કાર્યની ઉત્પત્તિમાં કારણ છે. જ્યાં કર્તા ક્રિયા કરે છે, ત્યાં સહજપણે ષટ્ કારકની હાજરી અવશ્ય હોય છે. (૧) કાર્ય કરવામાં જે સ્વાધીન - સ્વતંત્ર કારણ હોય અને શેષ સર્વ કારકો પણ જેને આધીન હોય તે કર્તા કારક કહેવાય છે. (૨) જે કારણ વડે પુષ્ટ બને અને જે કરવાથી થાય તે કાર્ય કારક કહેવાય છે. ભારતીય પરમતત્ત્વની ઉપાસના * ૧૨૩
મી