________________
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન
(આંખડીએ રે મેં આજ શત્રુંજ્ય દીઠો રે... એ દેશી) જગત દિવાકર જગતકૃપાનિધિ, વાલા મારા સમવસરણમાં બેઠા રે । ચઉં મુખ ચઉ વિહ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે ।। ભવિકજન હરખો રે, નીરખી શાંતિ જિણંદ, ભવિ
કરુણા
ઉપશમ રસનો કંદ નહીં ઇણ સરીખો રે ॥ ૧ ॥ જગતમાં સૂર્યની જેમ જ્ઞાનપ્રકાશને કરનારા, સર્વ જીવો ઉપર પરમ દયાના ભંડાર, એવા પરમાત્મા મને અત્યંત વલ્લભ છે. જે પરમાત્મા સમવસરણમાં બેસીને ચાર પ્રકારના ધર્મની દેશના આપે છે, તે પરમાત્માને મેં શાસ્ત્રચક્ષુથી જોયા છે અને હે ભવ્યજીવો ! તમો પણ એવા શાંતિનાથ ભગવાનને જોઇ હર્ષ પામો. ખરેખર ! આ પરમાત્મા ઉપશમ-સમતા રસના કંદ છે, એમની સરખામણીમાં આવે એવો બીજો કોઇ આ જગતમાં નથી.
પ્રાતિહાર્ય અતિશય શોભા, વાળ તે તો કહિય ન જાવે રે । ઘૂક બાલકથી રિવ કરભરનું, વર્ણન કેણી પરે થાવે રે ।
-
ભ૦ | ૨ | અરિહંત પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્યોની અને ચોત્રીશ અતિશયોની શોભાનું વર્ણન, મારા જેવા મંદમતિવાળાથી થઇ શકે તેમ જ નથી. ઘુવડના બચ્ચાથી સૂર્યનાં તેજસ્વી કિરણોના સમૂહનું વર્ણન કેવી રીતે થઇ શકે ?
પરમતત્ત્વની ઉપાસના * ૯૨
વાણી ગુણ પાંત્રીશ અનોપમ, વા૦ અવિસંવાદ સરૂપે રે । ભવ દુઃખ વારણ, શિવ સુખકારણ, શુદ્ધ ધર્મ પ્રરૂપે રે ।
ભ૦ || ૩ |
પરમાત્માની મધુરી વાણી - દેશના, અનુપમ એવા પાંત્રીશ ગુણોથી યુક્ત અને અવિસંવાદ (પરસ્પર વિરોધરહિત) સ્વરૂપવાળી છે. એવી અપૂર્વ - અદ્ભુત વાણી દ્વારા પ્રભુ ભવ્યજીવોના ભવદુઃખને વારનાર, અને મોક્ષ સુખને આપનાર એવા શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરે છે.
દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશિમુખ, વા૦ ઠવણા જિન ઉપકારી રે । તસુ આલંબન હિય અનેકે, તિહાં થયા સમકિત ધારી રે ।। ભ ॥ ૪ ॥ સમવસરણમાં અરિહંત પરમાત્મા પૂર્વ સન્મુખ બેસીને દેશના આપે છે. વ્રત લેનારા શ્રોતાઓ તેમની સન્મુખ બેસે છે. શેષ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં પ્રભુની પ્રતિમાઓ બિરાજમાન હોય છે, તે પણ સ્થાપનાર્જિન હોવાથી મહાન ઉપકારક છે. જિનબિંબના આલંબન વડે અનેક ભવ્યાત્માઓ ત્યાં જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે.
ષટ્ નયકારજ રૂપે ઠવણા, વા૦ સગનય કારણ ઠાણી રે । નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે ।। ભ૦ | ૫ ||
સ્થાપના
જિનપ્રતિમામાં અરિહંતતારૂપ, સિદ્ધતારૂપ કાર્ય નૈગમાદિ ષનયની અપેક્ષાએ રહેલું છે, તેમ જ સાતે નયની અપેક્ષાએ તેમાં મોક્ષની નિમિત્તકારણતા પણ રહેલી છે, ભવ્યજીવોને મોક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ અરિહંત અને સ્થાપના અરિહંત (જિનપ્રતિમા) બંને નિમિત્ત કારણરૂપે સમાન છે. આ આગમ વચન છે.
સાધક તીન નિક્ષેપા મુખ્ય, વા૦ જે વિષ્ણુ ભાવ ન લહિયે રે । ઉપકારી દુગ ભાગ્યે ભાંખ્યા, ભાવ વંદક નો ગ્રહિયે રે ।
-
ભ૦ || ૬ ||
નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિક્ષેપ ભાવ સાધક હોવાતી મુખ્ય છે. તે ત્રણ વિના ભાવની પ્રાપ્તિ થઇ શકતી નથી. ‘વિશેષાવશ્યક પરમતત્ત્વની ઉપાસના * ૯૩