________________
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન
(દાસ અરદાસ શી પરે કરે જી... એ દેશી) વિમલજિન વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય । લઘુ નદી જિન તિમ લંઘીયેજી, સ્વયંભૂરમણ ન તરાય ॥
વિ૦ | ૧ ||
હે વિમલનાથ ભગવાન ! આપની વિમલતા અન્ય છદ્મસ્થ જીવથી કહી શકાય તેવી નથી. નાની નદીને ગમે તેમ કરીને તરી જવાય, પણ સ્વયંભૂરમણ (અસંખ્ય કોડાકોડી યોજન વિસ્તારવાળા) સમુદ્રને કઇ રીતે ઓળંગી શકાય ? એમ પ્રભુ ! તમારા અનંતગુણોનો પણ પાર કેમ પામી શકાય ?
સયલ પુઢવી ગિરિ જલ તરુજી, કોઇ તોલે એક હથ્થ | તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહિ સમરથ ॥ વિ ॥ ૨ ॥ જગતના સર્વ પૃથ્વી, પર્વત, પાણી અને વન-વનસ્પતિ વગેરેને કદાચ કોઇ સમર્થ વ્યક્તિ એક હાથે ઉઠાવી શકવા સમર્થ બને તો પણ પ્રભુના અનંત ગુણોને ગણવામાં કે કહેવામાં કોઇ સમર્થ બની શકતો નથી. પ્રભુના પૂર્ણશુદ્ધ સ્વરૂપને ક્ષાયિક વીર્યવાળા કેવળજ્ઞાની જાણી શકે છે, છતાં તેઓ પણ વચન દ્વારા સર્વ ગુણોને કહી શકતા નથી, કારણ કે વચનનું પ્રવર્તન ક્રમવર્તી છે અને સમય - આયુષ્ય પરિમિત હોય છે.
સર્વ પુદ્ગલ નભ ધર્મનાજી, તેમ અધર્મ પ્રદેશ ।
તાસ ગુણ ધર્મ પજ્જવ સહુજી, તુજ ગુણ એક તણો લેશ ।।
વિત ॥ ૩ ॥ ભારતીય પરમતત્ત્વની ઉપાસના * ૭૪ કામોની વિગ
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય; અને સર્વ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અને તેમાં રહેલા અનંત ગુણો, ધર્મો અને પર્યાયો પણ પ્રભુના એક કેવલજ્ઞાન ગુણનો અંશમાત્ર છે. કારણ કે ઉપરોક્ત સર્વભાવોનું ત્રિકાલિક જ્ઞાન એક સમયમાત્રમાં કરનાર કેવલજ્ઞાનની શક્તિ અનંતગુણી અધિક છે.
એમ નિજભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય । નાસ્તિતા સ્વ પર પદ અસ્તિતાજી, તુજ સમ કાલ સમાય ॥ વિ ॥ ૪ ॥
એ રીતે પ્રભુના નિજભાવની એટલે કે કેવલદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ચારિત્ર અને વીર્યાદિ અનંત ગુણોની સ્વપર-પર્યાયની અપેક્ષાએ અસ્તિતા-નાસ્તિતા વગેરેની જે અનંતતા સમકાલે વર્તી રહી છે તે કેટલી છે, તેનું વર્ણન કોઇથી પણ કરી શકાય તેવું નથી. તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન |
તેહને તેહી જ નીપજેજી, એ કોઇ અદ્ભુત તાન | વિo || ૫ || હે પ્રભુ ! તમારા અનંત આનંદમય નિર્મલ શુદ્ધસ્વભાવનું સ્વરૂપ સમજીને જે સાધક તેનું સ્મરણ, વંદન, પૂજન અને ધ્યાન, આદર બહુમાનપૂર્વક કરે છે તે તેવા પ્રકારનો પૂર્ણશુદ્ધ સ્વભાવ પ્રગટાવી શકે છે. આ કોઇ અલૌકિક આશ્ચર્યકારી તત્ત્વ છે !
તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોય । તુમ દરસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય ॥
વિ ॥ ૬ ॥
હે પ્રભુ ! આપ જ મારા સ્વામી છો, આ સંસારથી પાર ઉતારનાર પણ આપ જ છો, આપની સમાન કોઇ કૃપાલુ નથી, આપના દર્શનથી (સમ્યગ્દર્શન, મૂર્તિદર્શન કે જિનશાસનથી) હું સંસારસાગર તરી ગયો છું. કારણ કે આપના શુદ્ધ સ્વરૂપનું મને આલંબન મળ્યું છે અને તેથી મારા આત્મસ્વરૂપની ઓળખાણ થઇ છે અને તેના ધ્યાનથી અનુભવ પ્રકાશ થયો છે.
ચાહો તો પરમતત્ત્વની ઉપાસના * ૭૫ વાય