________________
એક પ્રદેશ તાહરે, અવ્યાબાધ સમાય હો, જિનજી | તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ નમાય હો. જિનજી II
- શ્રી || ૬ || હે પ્રભુ ! આપનું અવ્યાબાધ સુખ જે સર્વ આત્મપ્રદેશોમાં પૂર્ણતયા પ્રગટેલું છે, તેમાંથી એક પણ આત્મપ્રદેશમાં રહેલા અવ્યાબાધ સુખના પર્યાયના અવિભાગ - કેિવલીની બુદ્ધિથી પણ જેનો વિભાગ ન થઈ શકે, એવો સૂક્ષ્મ અંશ]ને એક એક આકાશપ્રદેશ ઉપર ગોઠવવામાં આવે, તો પણ તે લોકાલોકમાં સમાઇ ન શકે, અર્થાત્ સર્વ આકાશ પ્રદેશો કરતાં આપના એક આત્મપ્રદેશમાં રહેલ અવ્યાબાધ સુખના પર્યાયો અનંતગુણા અધિક છે.
એમ અનંત ગુણનો ધણી, ગુણ ગુણનો આનંદ હો, જિનજી | ભોગ રમણ આસ્વાદયુત, પ્રભુ ! તું પરમાનંદ હો, જિનજી |
- શ્રી || ૭ // આ રીતે હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંતગુણના અધિપતિ છો, અને તે સર્વ ગુણોનો આનંદ પણ જુદો જુદો છે, તેમજ આપ તે સર્વ ગુણોને ભોગવો છો, તેમાં જ રમણતા કરો છો, અને તે ગુણોના આસ્વાદને પણ ચાખો છો, તેથી ભોગ, રમણ, આસ્વાદરૂપ અનંત આનંદમાં આપ સદા વિલાસ કરી રહ્યા છો, માટે હે પ્રભુ ! આપ જ પરમાનંદમય પરમાત્મા છો.
અવ્યાબાધ રુચિ થઇ, સાધે અવ્યાબાધ હો, કિનજી દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હો, જિનજી /.
શ્રી || ૮ | અવ્યાબાધ સુખના સ્વામી પરમાત્માને જોઇને સાધક પણ સ્વસત્તામાં રહેલા તેવા અવ્યાબાધ સુખને પ્રગટ કરવા ઉત્સુક બને છે. ત્યારે તે સદ્ગુરુના શરણે જઇ, સંયમનો સ્વીકાર કરી અવ્યાબાધ સુખને પ્રગટ કરવાની સાધના કરે છે અને અનુક્રમે પરમાનંદની સમાધિને પામે છે, એથતુ સાધક પોતે પણ દેવોમાં ચન્દ્ર સમાન એવા અરિહંત અને સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.
. જોંક , , છોક પરમતત્વની ઉપાસના * ૪૨ ક. ક. ક. છj
સાતમાં સ્તવનનો સાર :
જગતના સર્વ જીવોને સુખ અને આનંદ બહુ જ પ્રિય છે. “ભવાભિનંદી જીવો” નવા નવા ભૌતિક પદાર્થોના સંયોગમાં જ સુખઆનંદ માની, ભૌતિક પદાર્થો મેળવવા, ભોગવવા માટે અનેકવિધ પ્રયત્નો કરતા હોય છે. પુદ્ગલજન્ય ભૌતિક સુખ એ દુ:ખરૂપ જ છે, છતાં અજ્ઞાનવશ જીવ તેમાં સુખની કલ્પના કરે છે. ભૌતિક સુખ શાતાવેદનીયના ઉદયથી પ્રાપ્ત થાય છે અને તે કર્મનો વિપાક આત્મિક ગુણનો બાધક બને છે, તેથી તેને સાચું સુખ કેમ કહી શકાય ? માટે શાતા કે અશાતા બંને દુ:ખરૂપ જ છે. તે બંનેના અભાવથી શરીર અને ઇન્દ્રિયોના સંયોગ વિના જે સહજ આત્મિક સુખ છે એ જ સાચું સુખ છે - પરમ સુખ છે.
આત્માના સહજ અવ્યાબાધ સુખને ક્ષાયિક ભાવે - પૂર્ણપણે પ્રાપ્ત કરનારા પરમાત્માના આ સુખની અનંતતાનું તથા બીજા અનંત ગુણોના અનંત આનંદનું સ્વરૂપ આ સ્તવનમાં બતાવવામાં આવ્યું છે.
પરમાત્માના આવા અનુપમ આનંદ, અને સુખનું સ્વરૂપ સાંભળીને સાધક પણ તેવા સુખ અને આનંદને પ્રાપ્ત કરવા માટે તેના ઉપાયરૂપ પ્રભુએ બતાવેલી સમ્યગુ રત્નત્રયી (તત્ત્વરુચિ, તત્ત્વબોધ, તત્ત્વરમણતા)ની સાધનામાં તત્પર બને છે.
એ સાધના છે, સર્વ પુદ્ગલ પરભાવથી નિવૃત્ત થવું, અર્થાત્ હિંસાદિ પાંચ આસવોને તજવા, શુદ્ધ સંયમ સ્વભાવ રમણતાને પ્રાપ્ત કરવી. શુદ્ધ સંયમની આ સાધના દ્વારા આત્મા અનુક્રમે અવ્યાબાધ સુખ આદિ અનંત ગુણોના પરમાનંદને પ્રાપ્ત કરે છે.
માન સરોવરનો હંસ ગંદા પાણીમાં મુખ ન નાખે, તે મોતીનો ચારો ચરે, તેમ સાધક-જ્ઞાની સંસારના વ્યાવહારિક પ્રયોજનો કરવા પડે તો કરે, પણ તેને પ્રાધાન્ય ન આપે, પરંતુ જ્ઞાનીને માર્ગે ચાલે, જિનાજ્ઞાને અનુસરે.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૪૩ શોક શોક ઝાંક, જો
છોક,