________________
આત્મસિદ્ધિ કારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે વાલેસર । નામાદિક જિનરાજના રે લાલ, ભવસાગર મહાસેતુ રે
વાલેસર | તુજ૦ || ૭ || શ્રી અરિહંત પરમાત્મા આત્માના મુક્તિરૂપ કાર્ય માટે સહજ નિયામક-નિશ્ચિત કાર્ય સિદ્ધ કરનાર હેતુ છે. શ્રી અરિહંત પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચારે નિક્ષેપા સંસારસાગરમાં સેતુપુલ સમાન છે અર્થાત્ ભવસાગરથી પાર ઊતરવા માટે પ્રભુના નામાદિ એ મહાન આલંબન છે આધાર છે. સ્તંભન ઇન્દ્રિયયોગનો રે લાલ, રક્ત વર્ણ ગુણ રાય રે વાલેસર । ‘દેવચંદ્ર’ વૃંદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે, વાલેસર || તુજ૦ || ૮ |
અનંત ગુણના સ્વામી શ્રી પદ્મપ્રભ ભગવાનના શરીરની - રક્તવર્ણની લાલ કાન્તિ પણ સાધકની ઇન્દ્રિયોનો અને મન, વચન, કાયાના યોગોનો સ્તંભનયંત્ર છે. અર્થાત્ પ્રભુના શરીરના રક્તવર્ણના દર્શનથી ભવ્યાત્માની ઇન્દ્રિયો અને મન-વચન-કાયા સ્થિર બને છે. દેવેન્દ્રોના સમૂહથી સ્તુતિ કરાયેલા પ્રભુ ખરી રીતે વર્ણરહિત અને શરીરથી પણ રહિત છે. સિદ્ધઅવસ્થામાં વર્ણાદિ કે શરીર પણ હોતાં નથી. છઠ્ઠા સ્તવનનો સાર :
આ સ્તવનમાં નિમિત્ત કારણની યથાર્થતાનું અને પ્રભુ દર્શનનું મહત્ત્વ બતાવ્યું છે. શ્રી અરિહંત પરમાત્માનાં દર્શનના નિમિત્તથી જ આત્માની સત્તાગત શક્તિઓનું પ્રગટીકરણ થયું છે, તે સિવાય થઇ શકતું નથી.
પ્રભુનું દર્શન એટલે સાક્ષાત્ અરિહંતના દર્શનમાં કારણભૂત પ્રભુમૂર્તિનું દર્શન અથવા પ્રભુનું દર્શન એટલે સાક્ષાત્ શ્રી અરિહંત પરમાત્માના દર્શનમાં ઉત્કૃષ્ટ કારણભૂત જિનશાસ્ત્ર અથવા સાક્ષાત્ આત્મદર્શનમાં ઉપાદાન કારણભૂત સમ્યગ્ દર્શન.
નયની અપેક્ષાએ દર્શન :
(૧) નૈગમ નયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે મન-વચન અને કાયાની ચપળતા સાથે માત્ર ચક્ષુથી થતું પ્રભુમૂર્તિનું દર્શન.
પરમતત્ત્વની ઉપાસના * ૩૮
-
(૨) વ્યવહારનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે આશાતના ટાળવાપૂર્વક વંદન-નમસ્કાર સહિત પ્રભુમુદ્રા જોવી તે. (પ્રભુના શરીરને જોવું તે.) (૩) ઋજુસૂત્રનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે યોગોની સ્થિરતા સાથે ઉપયોગપૂર્વક પ્રભુમુદ્રા જોવી તે.
(૪) શબ્દનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે આત્મસત્તા પ્રગટાવવાની રુચિ સહિત પ્રભુની તત્ત્વસંપત્તિરૂપ પ્રભુતાનું અવલોકન કરવું તે. આ રીતે શબ્દનયે પ્રભુનું દર્શન કરવાથી સંગ્રહનયની અપેક્ષાએ સત્તામાં પડેલી અનંત આત્મશક્તિઓ એવંભૂતનયની દૃષ્ટિએ સંપૂર્ણપણે પ્રગટે છે. એટલે કે સંગ્રહનયની અપેક્ષાએ આત્મા સત્તાએ શુદ્ધ છે. પણ જ્યારે તેનું શુદ્ધસ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટે છે ત્યારે તે એવંભૂતનયે પૂર્ણ શુદ્ધસ્વરૂપને પામીને સિદ્ધ થાય છે.
બીજ, સૂર્ય, ઉત્તરસાધક અને પારસના ઉદાહરણથી મોક્ષના પુષ્ટ હેતુ-નિમિત્તકારણની મહત્તા બતાવી છે.
મોક્ષપ્રાપ્તિ પણ શ્રી અરિહંત પરમાત્માનું નિમિત્ત મળ્યા વિના થઇ શકતી નથી, કારણ કે ભવ્યાત્માની અનાદિકાલીન કર્મોપાર્જનની પરંપરા પણ પુદ્ગલ પદાર્થોના નિમિત્તથી જ થાય છે, એ પૌદ્ગલિક અશુભ નિમિત્તતા શ્રી અરિહંત પરમાત્માના શુભ નિમિત્તના આલંબન વિના દૂર થઇ શકતી નથી. તેથી જ શ્રી અરિહંત પરમાત્માના નામાદિ એ જ મોક્ષના નિયામક - નિશ્ચિત હેતુ છે.
◊
±¢}al{}}#
સંસારના તાપ, ઉત્તાપ અને સંતાપ એ ત્રિવિધ દુ:ખથી મુક્ત કરાવનાર એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મા તે જ્ઞાન-રહિત છે નહિ, પણ જીવને હું આવો સુખ સંપન્ન, દુઃખ રહિત, કોઈ અચિંત્ય પદાર્થ છું, તેવું ભાન નથી. ગુરુગમવડે જિજ્ઞાસુ એ નિધાનને જાણે છે. અને શુદ્ધભાવ વડે તેનો અનુભવ કરે છે. ગુરુગમ-પ્રાપ્તિનો ઉપાય વિનય છે.
પરમતત્ત્વની ઉપાસના * ૩૯