________________
ઉપર્યુક્ત રીતે અભ્યાસ કરતાં જિનેશ્વર પરમાત્માના આલંબનમાં જેમ જેમ સાધકની એકાગ્રતા વધતી જાય છે, તેમ તેમ પ્રભુ સાથે (સાધકની) તન્મયતા સિદ્ધ થતી જાય છે અને તેના દ્વારા સાધક સ્વરૂપાલંબી બની સ્વરૂપ પ્રાપ્તિના મૂળ કારણ સમ્યગુદર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે એટલે કે તે સાધક આત્મસ્મરણ, આત્મચિંતન અને આત્મધ્યાનમાં લીન બને છે.
સ્વસ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્તા રમે ભોગવે આતમાં, રત્નત્રયી ગુણવૃન્દ હો મિત્ત /
કયું || ૮ || આ રીતે આત્મા ક્ષયોપશમભાવે પ્રગટેલા સ્વસ્વરૂપમાં સમ્યગુદર્શનાદિ ગુણોમાં તન્મય બનીને રમણતા કરે છે ત્યારે તેને આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટે છે અને પછી તે આત્મા સદાકાલ રત્નત્રયીરૂપ સમ્યગુદર્શનાદિ ગુણોમાં રમણતા કરે છે અને તે જ ગુણોને ભોગવે છે, એટલે કે આત્મા તે ગુણોનો જ ભોક્તા થાય છે.
અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્તા દેવચંદ્ર' પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત /
કયું / ૯ //. આ પ્રમાણે અભિનંદન પ્રભુના અવલંબનથી આત્માને પરમાનંદમય સમાધિ પ્રાપ્ત થાય છે. માટે દેવોમાં ચંદ્ર સમાન એવા અભિનંદન પરમાત્માની અનુભવના અભ્યાસપૂર્વક સેવા કરવી જોઇએ ! જ ચોથા સ્તવનનો સાર :
શ્રી અરિહંત પરમાત્મા સાથેની રસીલી (એકત્વ મિલનરૂપ) ભક્તિને ‘પરાભક્તિ' પણ કહે છે.
પ્રાથમિક અવસ્થામાં સ્વામી-સેવક ભાવથી જે ભક્તિ થાય છે તે અપરાભક્તિ કહેવાય છે અને તે અપરાભક્તિના આલંબનથી ‘પરમાત્મા એ જ હું છું’ એવી એકતા પ્રગટે છે, તે ‘પરાભક્તિ’ કે ‘રસીલી ભક્તિ' કહેવાય છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૨૪ ક. ૪, + 9
પરપુગલ પદાર્થોની આસક્તિ છોડવાથી જ પ્રભુ સાથે એકતા - તન્મયતા પ્રગટે છે. પુદ્ગલ-પદાર્થોનો ભોગી કદી પણ શુદ્ધ તત્ત્વ સાથે - પરમાત્મા સાથે એકતા સાધી શકતો નથી.
જોકે શ્રી અરિહંત પરમાત્માનું એકત્વ મિલન થવું ઘણું જ દુષ્કર છે, કેમ કે પ્રભુ અને આપણી વચ્ચેનું અંતર ઘણું મોટું છે.
પ્રભુ નિષ્કર્મા પરમાત્મા છે, આપણે પુદ્ગલ ભોગી બહિરાત્મા છીએ. પ્રભુ પરમોત્કૃષ્ટ અને સંપૂર્ણ સ્વાધીન ઐશ્વર્ય (અનંત ગુણપર્યાય)થી યુક્ત છે, આપણે વિશિષ્ટ શ્રુતજ્ઞાનાદિથી રહિત ભાવદરિદ્રી છીએ. પ્રભુ કર્મના લેપથી રહિત હોવાથી અલિપ્ત છે, આપણે કર્મમલથી લેવાયેલા હોવાથી લિપ્ત છીએ. પ્રભુનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સંપૂર્ણ શુદ્ધ થયેલા છે; આપણાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અશુદ્ધ છે, આ રીતે પ્રભુ અને આપણી વચ્ચે મહાન અંતર પડેલું છે .એટલે પરસ્પર મિલન થવું મુશ્કેલીભર્યું છે એટલે કે એ અંતરનો છેદ ભગીરથ પુરુષાર્થથી શક્ય છે.
અરિહંત પરમાત્મા શુદ્ધ આત્મસ્વરૂપ છે, નિત્ય છે, નિર્મળ (કર્મમલથી રહિત) છે અને નિઃસંગ (સર્વસંગરહિત) છે, પ્રભુ કેવલ જ્ઞાનાદિ સ્વશુદ્ધ સ્વરૂપના સ્વામી તથા પરમાનંદના ભોગી હોવાથી અન્ય કોઇની સાથે મળતા નથી, એ હકીકત છે, છતાં જેને સ્વઆત્મસંપત્તિ પ્રગટ કરી પ્રભુ સાથે મળવાની – એકતા સાધવાની તીવ્ર રુચિ હોય તેણે જિનાગમોમાં કહેલા ઉપાયોનું રહસ્ય જાણી તેનું આદરપૂર્વક આસેવન કરવું જોઇએ. આ રહ્યા તે ઉપાયો
જીવમાં પુદ્ગલના યોગથી પરમાં પરિણમન કરવાની જે કુટેવ અનાદિકાળથી પડેલી છે, તે કુટેવને મુમુક્ષુ જીવોએ સૌ પ્રથમ દૂર કરવી જોઇએ. અને તે માટે વૈરાગ્યજનક હિતવચનોથી શિક્ષા આપી આત્માને કેળવવો જોઇએ.
હે ચેતન ! તારું સહજ આત્મિક સુખ કર્મથી આવૃત હોવાથી તું પુદગલના ભાગમાં આસક્ત બની તેમાં આનંદ માણી રહ્યો છે, પરંતુ ૧. દ્રવ્ય - ગુણપર્યાયનો સમુદાય; કાલ - ઉત્પાદ વ્યયની વર્તના, ક્ષેત્ર . પ્રદેશ
અવગાહના; ભાવ - સ્વગુણ પર્યાયની પ્રવૃત્તિ. મુક કક જ . જો પરમતત્ત્વની ઉપાસના * ૨૫ કિ જોર થી. જો કે