________________
તીર્થનો ઉચ્છેદ થશે, જેણે વ્યવહારનય ન માન્યો, તેણે ગુરુવંદના, જિનભક્તિ, તપ પચ્ચક્ખાણ સર્વ ન માન્યાં. એમ જેણે આચાર ઉથાપ્યો, તેણે નિમિત્તકારણ ઉથાપ્યો, અને નિમિત્તકારણ વિના એકલો ઉપાદાનકારણ સિદ્ધ ન થાય, માટે નિમિત્તકારણરૂપ વ્યવહારનય જરૂર માનવો.”
આ હિતશિક્ષા ઉપરથી તેઓશ્રીની આધ્યાત્મિક સાધનાનો પાયો કેટલો બધો મજબૂત હતો, તે સરળતાથી સમજી શકાય છે. + અધ્યાત્મપ્રેમ અને પ્રભુભક્તિ :
અધ્યાત્મગીતા' નામના ગ્રંથમાં તેઓશ્રીએ અધ્યાત્મ અને ધ્યાનયોગની ક્રમે ક્રમે વિકાસ પામતી ભૂમિકાઓનું સુંદર રીતે વર્ણન કર્યું છે. આગમિક પરિભાષામાં કહીએ તો તેમણે ચોથા ગુણસ્થાનકથી લઇને સિદ્ધ અવસ્થા સુધીની સાધક અને સિદ્ધ અવસ્થાનો ટૂંકમાં સંપૂર્ણ પરિચય આપ્યો છે. ધ્યાન-ચતુષ્પદી'માં ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથના આધારે ધ્યાનનું સ્વરૂપ બતાવ્યું છે. તેમ જ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષેપયોગનું પણ ગર્ભિત રીતે સંકલન કર્યું છે. આ ગ્રંથો તેઓશ્રીની અધ્યાત્મ અને ધ્યાનયોગની રુચિ અને પ્રીતિ કેટલી તીવ્ર હતી, તે જણાવે છે. અતીત અને વર્તમાન વિહરમાન જિનેશ્વર ભગવંતોનાં ગુણ-કીર્તનરૂપ સ્તવનો એ તેઓશ્રીના હૃદયમાં અખ્ખલિત પ્રવાહબદ્ધ વહેતી પ્રભુભક્તિની પરાકાષ્ઠાને સૂચવે છે. તેઓશ્રીના સહજ ભાવે ઉદ્ભવેલા ઉદ્ગારો સાંભળતાં તનમન પુલકિત થઇ જાય છે. વિશાળ શાસ્ત્ર સાથે સ્વાનુભવના પાયા ઉપર રચાયેલાં આ સ્તવનો ભાવુક આત્માઓનાં હૃદય ઉપર તરત સીધી અસર કરે છે. અર્થજ્ઞાન સાથે સંગીતના સૂરીલા સ્વરોમાં તેનું ગાન કરવાથી અલૌકિક આનંદ અનુભવાય છે.
અંતઃસ્કુરણાઓની સહજ અભિવ્યક્તિ એ ઉત્તમ કવિતા છે. ભાષાના અલંકારોને કવિતામાં ઉતારવા સરળ છે, પણ હૃદયના ઉચ્ચ ભાવોને સહજ રીતે કવિતામાં ઉતારવા એ ઘણું કઠિન કાર્ય છે. આ દૃષ્ટિથી તેઓશ્રીની તાત્ત્વિક કવિતા સાહિત્યની એક ઉત્કૃષ્ટ રચના છે, એમ નિર્વિવાદ કહી શકાય છે. શક. કોક કોક કa.pક પરમતત્ત્વની ઉપાસના * 22 શle #le #ક #,
અનુભવજ્ઞાન :
તેઓશ્રીમાં વ્યવહાર ચારિત્રરૂપ પંચમહાવ્રત તથા સમિતિગુપ્તિ આદિની વિશુદ્ધ આરાધનના બળે નિશ્ચય-ચારિત્ર અર્થાત્ આત્માનુભવ પણ સુંદર રીતે ઝળહળી રહ્યો હતો, તે તેઓશ્રીના ઉદ્ગારોથી પણ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
તીન ભુવન નાયક શુદ્ધાતમ, તસ્વામૃતરસ વૂક્યો રે ! સકલ ભવિક લીલાણી, મારું મન પણ તૂક્યો રે // ૧ //. મનમોહન જીનવરજી મુજને, અનુભવ-પ્યાલો દીધો રે . પૂર્ણાનંદ અક્ષય-અવિચલ રસ, ભક્તિ પવિત્ર થઇ પીધો રે || ૨ | જ્ઞાનસુધા લીલાની લહેરે, અનાદિ વિભાવ વિસાર્યો રે .. સમ્યગુજ્ઞાન સહજ અનુભવરસ, શુચિ બોધ સંભાર્યો રે // ૩ //. દેહગેહ ભાડા તણો, એ આપણો નાંહિ ! તુજ ગૃહ આતમ જ્ઞાનએ, તિહમાંહિ સમાહિ || ૪ || પંચ પૂજ્યથી પૂજ્ય એ, સર્વ ધ્યેયથી ધ્યેયT ધ્યાતા ધ્યાન અરુ ધ્યેય એ, નિશ્ચય એક અભેય || ૫ |. અનુભવ કરતાં એહનો, થાયે પરમ પ્રમોદ ! એકરૂપ અભ્યાસનું, શિવસુખ છે તસુ ગોદ || ૬ ||
તત્ત્વજ્ઞાન ગર્ભિત અનેક ઉત્તમ ગ્રંથરત્નોનું સર્જન કરી તેઓશ્રીએ શ્રી જૈન સંઘને તેની જે અપૂર્વ ભેટ ધરી છે, તેને જૈન સંઘ કદાપિ ભૂલી શકે તેમ નથી. તેઓશ્રીની પુનિત નિશ્રામાં શ્રી તીર્થયાત્રાસંઘ, જિનબિંબોની પ્રતિષ્ઠા વગેરે શાસન-પ્રભાવનાનાં અપૂર્વ કાર્યો પણ સંખ્યાબંધ થયાં હતાં. રાજનગરના આંગણે તેઓશ્રીને ‘વાચકપદ’ અર્પણ કરવામાં આવ્યું હતું અને તેઓશ્રીનું સ્વર્ગગમન પણ સં. ૧૮૧૨ ભાદરવા વદ અમાસના દિવસે રાજનગરમાં જ થયું હતું. જ સંયોજકની શુભાભિલાષા :
આ ગ્રંથની અને ગ્રંથકાર મહાત્માની મહાનતા જ એવી અપૂર્વ કોટિની છે કે જેના સ્વલ્પ પરિચયથી પણ આપણાં તનમન તેઓશ્રી શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * 23 . . . . . .