________________
તદુપરાંત સ્તવનકાર શ્રી દેવચંદ્રજી મહારાજે નામાદિ ચાર નિક્ષેપોની પરસ્પર કાર્યકારકતા છે, તે પણ બતાવ્યું છે.
(૧૭) સત્તરમાં સ્તવનમાં જિનેશ્વર પરમાત્માની દેશનાની મહત્તા બતાવી છે. પરમોપકારી પરમાત્મા પોતાની દેશનામાં સર્વ દ્રવ્યોના ગુણ પર્યાયની અનંતતા અને આત્મસ્વભાવની અગાધતાને નય, ગમ, ભંગ, નિક્ષેપ તથા હેય, ઉપાદેય આદિના પૃથક્કરણપૂર્વક સૂક્ષ્મતાથી વર્ણવે છે. એ પ્રભુની દેશના કેવી ગંભીર છે અને કેવી પ્રભાવિક છે તેનો આછો ખ્યાલ અહીં આપવામાં આવ્યો છે.
(૧૮) અઢારમા જીવનમાં ઉપાદાન વગેરે કારણોનું સ્વરૂપ સમજાવીને તે બધાં કારણોમાં નિમિત્ત કારણની પ્રધાનતા કેવી રીતે છે તે બતાવ્યું છે.
(૧૯) ઓગણીસમા સ્તવનમાં ષટ્કારક – જે આત્માની છ વિશિષ્ટ શક્તિઓ છે તેનું સ્વરૂપ સમજાવ્યું છે. અનાદિ કાળથી સંસારી આત્માનું પકારકચક્ર એ બાધકરૂપે પરિણમી રહ્યું છે, તેને પરમાત્મ-ભક્તિ તથા ધ્યાનાદિ દ્વારા કેવી રીતે સાધકરૂપે પલટાવી શકાય છે, તેના ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે.
(૨૦) વીસમા સ્તવનમાં પૂર્વોક્ત છયે કારકોનાં લક્ષણ બતાવ્યાં છે અને પુષ્ટનિમિત્તકારણરૂપ શ્રી જિનેશ્વર પરમાત્માના આલંબન વડે જ આત્માની ઉપાદાન શક્તિ પ્રગટે છે એ વાતને દાખલા તથા દલીલો સાથે સિદ્ધ કરી છે.
(૨૧) એકવીસમાં સ્તવનમાં શ્રી જિનેશ્વર પરમાત્માની સેવાને વર્ષાત્રતુની વિવિધ ઘટનાઓ સાથે સરખાવીને પ્રભુસેવા, પ્રભુદર્શનના માહાભ્યને અદભુત અને રોમાંચક શૈલીમાં રજૂ કર્યું છે.
(૨૨) બાવીસમા સ્તવનમાં પ્રશસ્તરામસ્વરૂપ ભક્તિનો પ્રભાવ, રાજિમતીની અનુપ્રેક્ષા અને ઉત્તમ પુરુષોના સંગનું ફળ કેવું હોય છે તે ઇત્યાદિ બાબતો સમજાવી છે.
(૨૩) ત્રેવીસમા સ્તવનમાં અરિહંત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાન શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા દ્વારા કઇ રીતે મોહશત્રુને જીતીને શક , શક કરેલ છે. દરેક પરમતત્ત્વની ઉપાસના * 18 શe , share with
વિજય પ્રાપ્ત કરે છે, તે બતાવ્યું છે, અને શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા કોને કહેવાય ? એ વિવિધ વ્યાખ્યાઓ દ્વારા સમજાવ્યું છે.
(૨૪) ચોવીસમા સ્તવનમાં આત્માની ગહ અને દીનતાપૂર્વક પ્રભુ પાસે ભાવવાહી પ્રાર્થના કરવામાં આવી છે, જેનું એકાગ્ર ચિત્તે ગાન કરવાથી, રટણ કરવાથી ભાવુક આત્મા ભાવવિભોર બની ભક્તિરસમાં તરબોળ થઇ જાય છે અને પોતાના હૃદયની જે ભવ્ય ભાવના છે તે પ્રભુ પાસે પ્રગટ કરે છે.
આ રીતે ચોવીસે જિનેશ્વર ભગવંતોના અદ્ભુત ગુણોની અને અચિંત્ય મહિમાની સ્તુતિ કરીને ભક્તિનો તાત્ત્વિક માર્ગ બતાવ્યો છે.
ત્યાર પછી તેઓશ્રીએ ઉપસંહારરૂપે પચીસમા સ્તવનમાં ચોવીસે જિનેશ્વર ભગવંતોના ૧૪૫૨ ગણધરો તથા ચતુર્વિધ સંઘનું સ્મરણ કર્યું છે. ત્યાર પછી સંવર, નિર્જરારૂપ મોક્ષમાર્ગનો અને તેના અનુસરણથી પ્રાપ્ત થતા અનંત-અવ્યાબાધ સુખ-સમાધિરૂપ મહાન ફળનો નિર્દેશ કર્યો છે. અંતે પોતાના પૂર્વગામી પરમોપકારી પૂજ્ય ગુરુવર્ગનો પરિચય આપીને તેમના પ્રતિ પરમ કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે.
આ ચોવીસે સ્તવનો મુમુક્ષુ પાઠકોના હૃદયમાં અપૂર્વ ભક્તિરસ ઉત્પન્ન કરે છે. તેમ જ શાસ્ત્રોમાં નિર્દેશાયેલાં અનેક ગંભીર તત્ત્વોના રહસ્યોને સરળ ભાષામાં રજૂ કરી જિનભક્તિનો તાત્ત્વિક માર્ગ બતાવે છે. મુમુક્ષુ આત્માઓએ આ સ્તવનોનો અર્થ સાથે અભ્યાસ કરીને, તેનું વારંવાર ચિંતન અને મનન કરવું જોઇએ; જેથી પરમાત્મા પ્રત્યે તેમજ તેમનાં કહેલાં આગમ વચનો પ્રત્યે અત્યંત આદર, બહુમાન અને ભક્તિ પેદા થાય, અને એ ભક્તિ આત્માને મુક્તિ આપનારી બને. જ ગ્રંથકારનો પરિચય :
આ ચતુર્વિશતિ જિનસ્તવનોના કર્તા છે, પૂ. શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજ. તેમનો જન્મ ૧૭૪૬માં બિકાનેર (રાજસ્થાન)ના ઉપનગરમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ તુલસીદાસજી લૂણિયા હતું અને તેમનાં માતુશ્રીનું નામ ધનબાઇ હતું. શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * 19 , , , , ,