________________
* પ્રેમનાં સ્વરૂપ :
પ્રેમના ચાર સ્વરૂપ છે : (૧) ભક્તિ (૨) મૈત્રી (૩) કરૂણા (૪) તટસ્થતા.
પોતાનાથી અધિક ગુણવાળા મહાપુરુષો પ્રત્યે ભક્તિ રાખો. સમાન ગુણવાળા સાથે મૈત્રી રાખો.
હીન ગુણવાળા પર કરૂણા રાખો. તદ્દન ગુણહીન પર તટસ્થતા રાખો.
પ્રેમના આ ચાર સ્વરૂપને જ શાસ્ત્રમાં ચાર (મૈત્રી, પ્રમોદ, કરૂણા, ઉપેક્ષા) ભાવનાઓ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. આખરે બધાની સાથે પ્રેમ જ કરવાનો છે, ધિક્કાર કે દ્વેષ કદાપિ નહિ.
* પ્રેમનું અધઃપતન :
મા પરથી હટીને પત્ની પર જાય.
પત્ની પરથી હટીને પુત્ર પર જાય.
પુત્ર પરથી હટીને શરીર પર જાય. * પ્રેમનું ઊારોહણ :
મા પરથી સંતો પ૨ જાય.
સંતો દ્વારા જગતના સર્વ જીવો પર જાય. જગતના જીવો દ્વારા જગદીશ (ભગવાન) પર જાય. * પ્રેમ :
જબ મૈં થા તબ હિરે નહીં, અબ હિર હૈં મેં નાંય; પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાય.
દેખો કરણી કમલ કી, જલ સોં કીન્હો હેત; પ્રાણ તયો પ્રેમ ના તજ્યો, સૂખો સહિ સમેત.
આકાશગંગા : ૧૫૨ -
- કબીર
- સૂરદાસ
જૈસો બંધન પ્રેમ કો, પૈસો બંધન ન ઔર; કાસિંહ ભેદે કમલ કો, છેદ ન નિકલે ભૌર.
પોથી પઢ-પઢ જગ મુવા, પંડિત હુઆ ન કોય; ઢાઇ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.
- વૃંદ કવિ
- કબીર
* વનસ્પતિ દ્વારા પ્રેમનો પ્રતિભાવ :
જીવન જો ફૂલ છે તો પ્રેમ તેની સુગંધ છે. પ્રેમથી માણસો જ નહિ, પશુઓ પણ વશ થાય છે. અરે... વનસ્પતિ પણ પ્રેમથી પ્રભાવિત બને છે.
અમેરિકાનો એક વનસ્પતિશાસ્ત્રી ખૂબ જ વૃક્ષપ્રેમી હતો. ત્યાં થતા કેકટસ વૃક્ષ (જેની દરેક ડાળ બાવળીઆની જેમ કાંટાવાળી હોય છે) પાસે તે દરરોજ પ્રેમપૂર્વક વિનંતી કરવા લાગ્યો : હે પ્રિય વૃક્ષ ! મને એક ડાલ કાંટા વિનાની આપ ! શું તું મારી આટલી વાત નહિ સ્વીકારે ? હું હૃદયથી તને ચાહું છું.
અને ખરેખર કેટલાક સમય પછી એ વૃક્ષમાંથી એક ડાળ કાંટા વિનાની નીકળી. જોનારા મોંમાં આંગળા નાંખી ગયા. એક વૃક્ષ પણ પ્રેમનો આવો પ્રતિભાવ આપતો હોય તો માણસ ન આપે ? * પ્રેમમાં ભાર કેવો ?
‘કેમ છોકરી ! તું તો નાની છે. દશ વર્ષની છે ને છ વર્ષના આ છોકરાને ઉપાડીને ઉપર ચડી રહી છે તે તને ભાર નથી લાગતો ?’
‘ભાર ? શાનો ભાર લાગે ? આ તો મારો ભાઇ છે. ભાઇને ઉપાડવામાં ભાર કેવો ?’
આકાશગંગા - ૧૫૩