________________
૫. એક જ ભાષા છે; મૌનની. ૬. એક જ ઘર છે; પૃથ્વીનું. ૭. એક જ સ્રામાજય છે; શુદ્ધ ચૈતન્યનું. ચાર પ્રકારના જીવો : ૧. બીજાને સુખી કરીને રાજી થાય તે ઉત્તમોત્તમ. ૨. બીજાને સુખી જોઇને રાજી થાય તે ઉત્તમ. ૩. બીજાને દુ:ખી જોઇને રાજી થાય તે અધમ. ૪. બીજાને દુઃખી કરીને રાજી થાય તે અધમાધમ. ચારેય વર્ણ તમારામાં જ છે : ૧. સ્વાધ્યાય કરો ત્યારે બ્રાહ્મણ. ૨. ધર્મ રક્ષાર્થે કે કર્મ સાથે જંગે ચડો ત્યારે ક્ષત્રિય. ૩. ધર્મમાં લાભાલાભ વિચારો ત્યારે વૈશ્ય. ૪. ધર્મમાં દૂષણો કે પોતાના પાપો સાફ કરો ત્યારે તમે
શૂદ્ર છો. ચાર વર્ણ (આધ્યાત્મિક) : ૧. વિશ્વના હિતની વિચારણા કરનારો બ્રાહ્મણ. ૨. દેશના હિતની વિચારણા કરનારો ક્ષત્રિય, ૩. કુટુંબના હિતની વિચારણા કરનારો વૈશ્ય. ૪. પોતાના જ હિતની વિચારણા કરનારો શૂદ્ર.
* * *
જ્ઞાની બે પ્રકારે : ૧. શબ્દ જ્ઞાની ૨. આત્મ જ્ઞાની શબ્દજ્ઞાની બીજાનું લખેલું વાંચે છે, આત્મજ્ઞાની આત્માને વાંચે છે.
છતાં આશ્ચર્યની વાત છે કે ઉધારનો માલ વેચનારા અભિમાન કરે છે. વિદ્યાર્થીના પાંચ ગુણો : ૧. વિનય ૨. વિવેક ૩. વિચક્ષણતા ૪. વિલાસત્યાગ ૫. વિદ્યા વ્યાસંગ * મીંડાની મહાભારત : નીચેના શબ્દોના પહેલા અક્ષર પર મીંડું લગાવી જુઓ !
ઉદર, વદન, બગડી, વડી, ભાગ, રંગ, માદા, કપાસ, ઘટ, કદ, કુતી, બગલો, ચિતા, ખત, નદી, કાગ, બદરીનાથ, દગો, બાડો, ખાડો, ગાડું, કપ, જપ, લપ, ખડ, ગાડી, જગ, રાડ, ઢગ. વિદ્યા માટે ૪ અપાત્ર : ૧. અવિનીત (અભિમાની) ૨. સ્વાદેન્દ્રિયમાં વૃદ્ધ (લોભી) ૩. ક્રોધી ૪, કપટી
| આકાશગંગા • ૧૧૯ |
[ ૨૪. જ્ઞાત ] જ મરે છે :
છે જ્ઞાની અહંકારથી છે ધ્યાની દંભથી
ન આકાશગંગા • ૧૧૮ +