________________
- રત્નત્રયી : Cછે સમ્યગ્દર્શન : મન પવિત્ર કરે. છે સમ્યજ્ઞાન : વચન પવિત્ર કરે. » સમ્મચારિત્ર : તન (કાયા) પવિત્ર કરે.
છે જ્ઞાન : ભૂતકાળમાંથી બોધ લો. છે દર્શન : ભવિષ્યકાળમાં શ્રદ્ધા રાખો. Cછે ચારિત્ર: વર્તમાનકાળમાં જીવો.
છે જ્ઞાન : મસ્તક (ઉર્ધ્વભાગ) પવિત્ર કરે. છે દર્શન : હૃદય (મધ્યભાગ) પવિત્ર કરે. Cછે ચારિત્ર : અધોભાગ પવિત્ર કરે. પાંચ પરમેષ્ઠીમાં પાંચ તીર્થો : ૧. અરિહંતનો ‘આ’ અષ્ટાપદ, ૨. સિદ્ધનો ‘સિ’ સિદ્ધાચલ, ૩. આચાર્યનો ‘આ’ આબુ, ૪. ઉપાધ્યાયનો ‘ઉ' ઉજજયંત (ગિરનાર), ૫. સર્વ સાધુનો ‘સ' સમેતશિખર સૂચવે છે. પાંચ ધર્મના લિંગ અને પાંચ પરમેષ્ઠી : ૧. ઔદાર્ય : અરિહંતોમાં પ્રકૃષ્ટપણે રહેલું છે. સર્વ
જીવોને તારવાની કરૂણાપૂર્ણ ઉદાર ભાવનાથી તેઓ ભગવાન બન્યા છે. દાક્ષિણ્ય : સિદ્ધોમાં ઉત્કૃષ્ટપણે રહેલું છે. તેઓ જગતના સર્વ જીવોને પૂર્ણ સ્વરૂપે જોઇ રહ્યા છે. કેટલું દાક્ષિણ્ય ?
| આકાશગંગા • ૯૦ F
૩. પાપ જુગુપ્સા : આચાર્ય ભગવંતોમાં જબરદસ્ત પાપ
જુગુપ્સા રહેલી છે. આથી જ તેઓ આચારના પાલન
અને ઉપદેશ દ્વારા જગતને પાપથી બચાવે છે. ૪. નિર્મલ બોધ: ઉપાધ્યાય ભગવંતોમાં ઉત્કૃષ્ટ રૂપે હોય
છે. તેઓ સ્વયં આગમના જાણકાર અને બીજાને પણ
પોતાના જેવા બનાવતા હોય છે. ૫. લોકપ્રિયતા : સજજન લોકોમાં સાધુઓ સદા પ્રિય હોય
છે. સાધુઓને લોકપ્રિયતા સ્વાભાવિક રીતે જ મળેલી છે. જ નવકાર સૌથી મહાન કલા :
અર્થશાસ્ત્રની દૃષ્ટિએ : “નમો અરિહંતાણં' બોલતાં જ ૨,૪૫,૦૦૦પલ્યોપમ દેવનું આયુષ્ય બંધાય. વિશ્વનો કોઇ કુબેરપતિ પણ એ દેવની મોજડીનું એક રત્ન પણ ખરીદી શકે ? માત્ર ચાર સેકન્ડના અલ્પ પ્રયત્ન બદલ કેટલો મહાન લાભ ? બંધારણશાસ્ત્રની દૃષ્ટિએ : દેશના બંધારણ શાસ્ત્ર બદલાઈ શકે છે, પણ અનંતકાળથી નવકાર મંત્રનો એક અક્ષર પણ બદલાયો નથી. નવકાર સૂત્ર અને અર્થથી શાશ્વત છે. રાજકીય દૃષ્ટિબિંદુથી : બધા રાજ્યો અશાશ્વત છે, પણ નવકારનું સામ્રાજય કાયમ છે. એની આજ્ઞામાં રહે તે ગરીબ પણ સદ્ગતિમાં જાય. આજ્ઞામાં ન રહે તે ચક્રવર્તી પણ નરકે જાય. રાજકીય કોર્ટમાં તો નિર્દોષ દંડાય અને દોષિત છૂટી જાય, પણ કર્મની કોર્ટમાં કોઈ છુટી શકે નહિ. રાજકીય કોર્ટની ફાંસીની સજામાંથી રાષ્ટ્રપતિ મુક્તિ અપાવી શકે, અહીં પણ
| આકાશગંગા • ૯૧