________________
૪. અસંગયોગ : ઉપરના ત્રણેય યોગના ક્રમિક અને સતત
અભ્યાસથી એક એવી અવસ્થા આવે છે કે જેમાં આત્મા સર્વ ભંગથી નિર્લેપ બની અનુભવ ગમ્ય અપરિમેય આનંદ પામવા લાગે છે.
- પૂ. આ.વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી લિખિત “મિલે મન ભીતર ભગવાન' પુસ્તકમાંથી નયોની અપેક્ષાએ પ્રભુ-દર્શન : ૧. નૈગમનય : મન, વચન, કાયાની ચંચળતાપૂર્વક માત્ર
તમારી આંખોએ પ્રભુમૂર્તિ જોઇ ? તો પણ હું કહીશ
કે તમે પ્રભુ દર્શન કર્યા. ૨. સંગ્રહ નય : જો તમને સર્વ જીવો સિદ્ધ ભગવંતોના
સાધર્મિક બંધુઓ દેખાય તો જ હું ખરા દર્શન માનીશ. વ્યવહાર નયઃ આશાતનારહિત, વંદન-નમસ્કાર સહિત
જો તમે પ્રભુ-મુદ્રા જોશો તો જ હું દર્શન માનીશ. ૪. ઋજુસૂત્ર નય : સ્થિરતા અને ઉપયોગીપૂર્વકના દર્શનને
જ હું ‘દર્શન' તરીકે માન્ય કરું છું. ૫. શબ્દ નય : પ્રભુના અનંત ઐશ્વર્યને જોઇ તમારી
આત્મ-સંપત્તિને પ્રગટાવવાની ઇચ્છા થઇ હશે તો જ હું ખરા ‘દર્શન’ માનીશ. સમભિરૂઢ નય : તમે કેવળજ્ઞાની બનશો ત્યારે જ સાચા ‘દર્શન’ કરી શકશો – એમ હું માનું છું. એવંભૂત નય : તમે સિદ્ધ પરમાત્મા બનશો ત્યારે જ ખરેખરા ‘દર્શન કરી શકશો - એવી મારી માન્યતા છે.
- પૂ.આ.વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી લિખિત ‘મિલે મન ભીતર ભગવાન” પુસ્તકના આધારે
| આકાશગંગા • ૭૮ --
પ્રભુની પાંચ કૃપા : ૧. યાદ કરવા માત્રથી પ્રભુસ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. ૨. પ્રભુ પાસે અશક્યની કોઇ ભાષા નથી. ૩. પ્રભુ કદી ના પાડતા નથી. ૪. પ્રભુ કદી મૂલતવી રાખતા નથી. ૫. પ્રભુ કદી ભક્તનો ભૂતકાળ યાદ રાખતા નથી. ક વસ્તુપાલની અંતિમ પ્રાર્થના : શાસ્ત્રનો અભ્યાસ પ્રભુચરણમાં વંદના સજજનોની સંગતિ સંતોના ગુણાનુવાદ નિંદામાં મૌન પ્રિય હિતકર વચન આત્મતત્ત્વમાં રમણતા હે પ્રભુ ! મને ભવોભવ મળજો .
વિદેશ પ્રવાસે જતા રાજા પાસેથી પ્રથમ ત્રણ રાણીઓએ ઝાંઝર, કડુ ને હાર મંગાવ્યા. ચોથી : “મને તો આપની જ જરૂર છે. બીજું કાંઇ ન જોઇએ.’ ત્રણને તેટલું જ મળ્યું. ચોથીને રાજા મળ્યા, એટલે કે બધું જ મળ્યું. તમે પ્રભુ પાસેથી માંગશો કે પ્રભુને જ માંગશો? મોટી માંગણીમાં નાની માંગણીઓ સમાઇ જાય છે, તે ભૂલશો નહિ.
| આકાશગંગા • હ૦૯