________________
પ્રકાશકીય
પૂજયપાદ પરોપકારી ગુરુદેવશ્રી પં. ચન્દ્રશેખર વિ. મ. સાહેબના વિદ્વાન શિષ્ય રત્ન પૂજય મુનિરાજશ્રી મેઘદર્શન વિ. મ. સાહેબ પોતાના ચાતુર્માસ દરમ્યાન નાના બાળથી માંડીને વૃદ્ધ સુધીની વ્યક્તિઓમાં જુદા જુદા પ્રશ્નપત્રોના માધ્યમ છે ઘેલું લગાડેલું, જ્ઞાનનો રસ પેદા કરેલો, નિંદાના રસને સ્વાધ્યાય - રસમાં ટ્રાન્સફર કરી દીધેલો, તને લાભ બધાને મળશે તે હેતુથી અમ જ્ઞાનદીપક પ્રગટાવી સીરીઝ પ્રકાશિત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ.
સુરત - ડીસા ચોમાસાના પ્રશ્નપત્રોને ભાગ-૧ તથા ભાગ ૨ રૂપે બહાર પાડ્યા પછી પૂજયશ્રીના કાંદીવલી – મુંબઈમાસાના પ્રશ્નપત્રો ને જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૩ રૂપે બહાર પાડીએ છીએ,
પૂ. મધદર્શન વિ. મ. સાહેબના આ પંપરીએ સમગ્ર મુંબઈમાં એવું અનેરું આકર્ષણ પેદા કરેલું કે જેના કારણે દર રવિવારે લગભગ ૫૦ પ્રશ્નપત્રો બહાર પડતાં હતા. ઠેર ઠેર જ્ઞાનયજ્ઞ મંડાતો હતો. વર્ધમાન -સંસ્કૃતિધામ - મુંબઈએ “ઘેર બેઠાં જ્ઞાનગંગાનામે આ સ્વાધ્યાયજ્ઞનું સુંદર આયોજન કર્યું હતું.
થોડા સુધારા-વધારા સાથે મુંબઈમાં બહાર પડેલાં ૧૮ પેપરો, નવા બે પેપરો તથા જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૧, રના બે - બે પેપરો મળીને કુલ ૨૦ પ્રશ્નપત્રો આ પુસ્તિકામાં આપવામાં આવ્યા છે.
પૂરતી કાળજી રાખી હોવાછતાં ય કોઈ ક્ષતિ જણાય તો અમને જાણ કરવા વિનંતી કરીએ છીએ.
જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૧ તથા ભાગ-૨ની ભારતભરમાં પરીક્ષા લેવાયા બાદ, આ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૩ની પણ ખુલ્લા પુસ્તકે પરીક્ષા (open book exam)
આયોજન થવાનું છે. તમે પરીક્ષા આપવા સાથે અનેકોને પરીક્ષા આપવા પ્રેરણા કરીને સમ્યગુજ્ઞાન પામવા પમાડવા દ્વારા સ્વ. પરના આત્મકલ્યાણને સાધો તેવી | આશા રાખીએ છીએ.
પૂ. મેઘદર્શન વિ. મ. સાહબે અધ્યયન અધ્યાયનાદિ આરાધનામાં વ્યસ્ત હોવા છતાંય આપણી ઉપર ઉપકાર કરીને જ્ઞાન ખજાને આપણને આપ્યો તે બદલ તેમના ઋણી છીએ. તથા આ રીતે જ્ઞાનદીપક પ્રગટાવોના સાત ભાગ પ્રકાશિત કરવાની અમારી ભાવના તેઓ પૂરી કરશે તેવી આશા રાખીએ છીએ.
મુદ્રક: નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, દૂધેશ્વર, અમદાવાદ. ફોન ૨૫૬૨૪૯૯૯