SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ કરી પ્રકાશકીય ખુબ જ આનંદની વાત છે કે જૈનશાસનના પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો પંદલ વિહાર કરીને, ગામોગામ વિચારીને પ્રજાને ધર્મમાર્ગે દોરી રહ્યા છે. અનેક કુટુંબોમાં અંધકારને ઉલેચીને પ્રકાશ ફેલાવી રહ્યા છે, પોતાના જીવનને વધુ ને વધુ ઊચું જીવવા દ્વારા અને કોના અનાચારને ધ્રુજાવી દેવાની સખત મહેનત કરી રહ્યા છે. પરંતુ બીજી બાજુ જમાનાવાદનું ઘોડાપૂર પણ પૂરજોશમાં વહી રહ્યું છે. નવી પેઢી ફેશન ને વ્યસનમાં મસ્ત છે. ટી. વી. અને વિડીઓ પાછળ પોતાનો કિંમતી સમય બરબાદ કરે છે. અશ્લીલ સાહિત્ય ને નવલકથાઓ દ્વારા મનમાં વિકૃતિઓનો ભંડાર ભરે છે. હોટલોના ખાણાં તેમની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. વાતોમાં નિંદા-ટીકા કે બિભત્સ પ્રકારની વિકૃતિઓ ઊભરાતી જણાય છે. સત્સંગ કે સત્સાહિત્યથી લાખો યોજ- દૂર થવા લાગી છે. અને તેથી જ પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોને પણ કાર્ય ઘણું વિકટ જણાય છે. નવી પેઢી પણ ધર્મ સન્મુખ બને; પ્રાચીન ઇતિહાસની જાણકાર બને, આચાર માર્ગ અપનાવવા લાગે, ધર્મથી પરિચિત બને, સાહિત્ય વાચક બને, નિંદા-વિકથામાંથી બહાર નીકળે તે દૃષ્ટિથી પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્ય પૂ.મુનિશ્રી મેઘદર્શન વિ. મ. સાહેબ વડે કરાયેલી પ્રેરણાને ઝીલી લઈને તેમનાં સં. ૨૦૪૭ના સુરતના ચાતુર્માસમાં અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ તથા સં. ૨૦૪૮ના મંડપેશ્વરરોડ, બોરીવલીના ચોમાસામાં આદિનાથ જૈન ભક્તિ મંડળે જ્ઞાનવૃદ્ધિ અભિયાનનું આયોજન કર્યું હતું. જેના અન્વયે ચાતુર્માસનો ૧૬ રવિવારે પૂ. મેઘદર્શન વિ.મ. સાહેબે તૈયાર કરેલાં જુદા જુદા વિષયને આવરી લેતાં પ્રશ્નપત્રો બહાર પાડ્યા હતા. બંને ચોમાસામાં આ આયોજનથી ખુબ જ લાભ થયો હતો. ઘરમાં રહેલા ધાર્મિક પુસ્તકો ખુલવા લાગ્યા હતાં. ચોરે અને ચૌટે પેપરના પ્રશ્નો અને તેના જવાબોની જ ચર્ચા ચાલતી હતી. ટી. વી. વીડીયો તથા નવલકથાઓ દૂર મૂકાઈ જતા હતા. સતત ધર્મમયવાતોથી વાતાવરણ પલ્લવિત બનતું હતું. દસ દિવસની મુદત દરમ્યાન ઘરે બેસીને જવાબ લખવાના હોવાથી, અરસરસ પૂછવાની છૂટ હોવાથી નિંદા-ટીકા તો ક્યાંય દૂર થઈ હતી. વળી માત્ર જવાબો ન લખતાં, આખા વાક્યો ફરીથી સંપૂર્ણપણે લખવાના હોવાથી, કોઈને
SR No.008953
Book TitleGyan Dipak Pragatavo Part 1
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy