________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક્ષા - બંધન કે મુક્તિ?
આજે છે રક્ષાબંધન! આ દેશની સંસ્કૃતિ અદ્દભુત છે! આ દેશનાં પર્વો લાજવાબ છે! એક એક પર્વની રચના પ્રેમને ઉન્નત ને ઊજળો બનાવવા માટે થયેલી છે! ભાઈ અને બહેનના સંબંધો જુગજુગથી જીવંત છે! બીજા સંબંધો સંકોચાઈ જાય... પણ આ સંબંધ હંમેશાં Live રહ્યો છે. પ્રેમમાં બંધન નથી. મુક્તિ છે! બાંધે તે પ્રેમ નહીં! ભાઈની ભાવના સાથે બહેનની લાગણીઓ જ્યારે ભળે છે ત્યારે પરિવારમાં સમાજની સંવાદિતા રચાય છે!
જીવનના રણમાં સંબંધોનું જંગલ ઊભું ના કરતા. સંબંધોનો બગીચો બનાવજો...જંગલમાં યાત્રી અટવાઈ જાય છે ભટકાઈ જાય...! બગીચામાં હાશ...હળવાશ' મેળવે છે! જીવનયાત્રામાં આવનારા-મળનારા સહયાત્રીઓ સુવાસથી છલકાઈને જાય એવા સંબંધો જાળવો! તમને ખબર છે આ પર્વ વૈયક્તિક છે? રક્ષાબંધન બધા માટે નથી, કેવળ ભાઈબહેન માટે છે! બહેનની હેતનીતરતી શુભેચ્છાઓ રેશમી દોરામાં પરોવાઈને ભાઈના હાથે બંધાય છે. લાગણીઓ કંકુમાં ભળીને ભાઈના કપાળે શોભે છે. ચાંદી જેવું સ્મિત ચોખામાં ભળીને કંકુમાં ચોંટે છે અને ભાઈની આંખોમાં નિશ્ચલ નેહનો દરિયો. ઘૂઘવાટા ભરે છે! સ્વાર્થવિહોણા સંબંધોની કિંમત ઓછી નહીં આંકતા! રક્ષાનું મૂલ્ય જો આપ - લેની ભાષામાં સમજ્યા તો તમે આ પર્વને માણી નહીં શકો! ચાંદીની રાખડી શું કરશો, જો ચાંદી જેવું મિત બહેનીના હોઠે નહીં રમે?
રૂપિયાનો રોગ લાગુ પડશે જો ભાઈની ભાવનાઓ બહેનીને નહીં ગમે!
આપ્યા - લીધાની ભાષા વેપારમાં ને વ્યવહારમાં છે, આપણો તો સ્નેહનો નાતો છે!
શું આપવું ને કેવું આપ્યું જો જોશો, તો રક્ષા મુક્તિ નહીં રહે. બંધન બની જશે! કોણે આપ્યું છે એ મહત્ત્વનું છે!
રાખડી તો હેતભીની આંખડી રાખડી તો પ્રસન્નતાની પાંદડી'
૧૬
વિચાર પંખી
For Private And Personal Use Only