________________
ભગવંત પાસેથી વૃત્તાંત જાણી સાધ્વીઓએ ગિરોલીને પ્રતિબોધ કરી. આરાધના કરાવી સ્વર્ગમાં મોકલી.
પરિગ્રહને નવે ગ્રહ કરતાં ભારી ગ્રહ કહ્યો છે. પરિગ્રહને દશ પ્રાણ ઉપરાંત અગ્યારમો પ્રાણ કીધો છે. આ અગ્યારમાં પ્રાણ ખાતર દશે પ્રાણોને છોક્નાર અનેક દ્રષ્ટાંત મોજૂદ છે. અહીં વિસ્તારના ભયથી લખેલ નથી. પણ ધન્ય ચરિત્રમાં લક્ષ્મી-સરસ્વતી સંવાદ પ્રસંગે લક્ષ્મીના કારણે પ્રાણનાશના સંખ્યાબંધ પ્રસંગ બતાવ્યા છે.
દેવાધિદેવ આદિનાથ પ્રભુના દર્શન કરતા અને સ્તુતિમાં “કામિ નિષ્પરિપ્રદ” પદનું રટણ કરતા પરમાત્માની નિષ્પરિગ્રહતા ઉપર પેથશાનું મન ઠરી ગયુ. પરમાત્માની નિષ્પરિગ્રહતાના સ્વરૂપનું ચિંતન કરતા વિવેકચક્ષુ ખૂલી ગયા. નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ સુખ પરિચહમાં નથી પણ પરિગ્રહના ત્યાગમાં છે. પરિગ્રહ તો અત્યંત સંક્લેશનું કારણ છે.
સંવેગરંગશાળાના શ્લોકો પેથડશાને યાદ આવ્યા.. हियय ! संकिलेसविहवेहिं सुहकए कामिएहिं किं मूढ ! अप्पाणं संतोसे निवेसिउं होसु तं सुहियं ।। जणयंति किलेसं अज्जणम्मि मोहं समज्जियाओ पुण। तावं परं च नासे, पयइए च्चिय विभूईओ ।। ता तासु कुगइगमवत्तिणीसु रायग्गिचोरसज्झासु। हे चित्त ! तत्तचिन्तणपुरस्सरं चयसु पडिबन्धं ॥
હે મૂઢહૃદય ! સુખ માટે ક્લેશથી સહિત એવા વૈભવને તું કેમ ઇચ્છે છે ? આત્માને સંતોષમાં સ્થાપિત કરીને તું સુખી થઈ જા..
લક્ષ્મી અર્જન કરવામાં (કમાવામાં) ફ્લેશ ઉત્પન્ન કરે છે, વળી અર્જન થયા પછી મોહ ઉત્પન્ન કરે છે, નાશ થતાં ખૂબ સંતાપ થાય છે, આ વૈભવ (સંપત્તિનો) સ્વભાવ છે. તેથી રાજા-અગ્નિ-ચોરથી સાધ્ય (ગ્રહણ કરાય - નાશ કરાય), દુર્ગતિ ગમનના,
પSep
(૨૯)
Sep
પSep
(૩૦) ૧
ew
WONOGI
માર્ગ જેવી આ સંપત્તિ વિષે હે ચિત્ત ! તેના સ્વરૂપના ચિંતનપૂર્વક પ્રતિબંધને (રાગને, મોહને છોડી દે.
પેથશા પણ ખૂબ ભાવવિભોર બની જાય છે. પેથશા વિચાર પર ચડી જાય છે. દેવાધિદેવ સન્મુખ આંખમાં ઝળહળીયા આવે છે. પ્રભુ પાસે પેથશા પોતાના પરિગ્રહની સોનાની તૃષ્ણારૂપી દોષ માટે રડી
પડે
છે.
પરમાત્માના દર્શનના અચિત્ય પ્રભાવથી ત્યાં જ પેથશાના હૈયામાંથી પરિગ્રહમૂચ્છના વાઘા ઉતારી જાય છે. પેથશા આત્મવીર્ય ફેરવી ત્યાંને ત્યાં જ સંકલ્પપૂર્વક અભિગ્રહ કરે છે કે..
૧) આજથી સુવર્ણસિદ્ધિનો ઉપયોગ ન કરવો.
૨) સુવર્ણસિદ્ધિથી પ્રાપ્ત સઘળું સુવર્ણ સાત ક્ષેત્રાદિ શુભ કાર્યોમાં વાપરી નાંખવુ.
પેથશા કૃતાર્થતાને અનુભવતા પ્રભુ મંદિરમાંથી બહાર નીકળ્યા. માંડવગઢ પહોંચી સુકૃતોની હારમાળા
શરૂ કરી દીધી. (૧) ૮૪ નૂતન જિનમંદિર કર્યા. (૨) ઓંકારપુરનગરમાં મંદિર માટેની જમીન સોનું પાથરીને લીધી. (૩) અનેક દાનશાળાઓ ચાલુ કરી. (૪) જ્ઞાનભંડારોના નિર્માણ કર્યા. (૫)સાધુ-સાધ્વી વૈયાવચ્ચ અને સાધમિર્ક ભક્તિ ખૂબ કરી. (૬)
ગૌતમ' શબ્દ આવતા જ સુવર્ણ મહોરથી જ્ઞાનપૂજના કરી ભગવતી સૂત્રનું ગુરુમુખે શ્રવણ કર્યુ. આમાં ૩૬૦૦૦ સુવર્ણ મુદ્રાનો વ્યય કર્યો. તેમાંથી જ્ઞાનભંડારો કરાવ્યા. બીજા પણ અનેકવિધ સુકૃતો કર્યા. પ્રભુ દર્શનના આ પ્રભાવથી જ સુકૃતની પરંપરા ચાલી માટે જ ઉપાધ્યાયજી મહારાજ જણાવે –
“સુકૃત સંચય હુઓ પાપ નીઠો”
આમ આ સ્તવનની પ્રથમ કડી પરનું વિવેચન પુરૂ થયુ. કલ્પશાખી ફળ્યો, કામઘટ મુજ મિલ્યો,
આંગણે અમીરનો મેહ વડો;
:(૩૧)
SubsN® (૩૨) SS