________________
=
=
=
=
=
ગયો છે. મુક્તિની મારે ચિંતા કરવાની જરૂર નથી, ચમક પાષાણ (લોહચુંબક) જેમ દૂર રહેલા લોખંડને ખેંચે છે, તેમ તારી ભક્તિ મુક્તિને સ્વાભાવિક જ ખેંચી લાવશે, અર્થાત્ તારી ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછી મુક્તિ માટે વધારે પુરુષાર્થ કરવાની જરૂર જ નથી. સ્વાભાવિક મુક્તિ ખેંચાઈને આવશે.
આથી પણ આગળ વધી કવિ ધનપાળ તો ઋષભપંચાશિકામાં “પ્રભુ ! તારી ભક્તિથી મુક્તિ અવશ્ય મળશે તેમાં શંકા નથી પરંતુ મુક્તિમાં તારી ભક્તિ નહીં મળે તેની મને મુંઝવણ છે.” એમ વ્યથા રજૂ કરે છે. - એક સુંદર પ્રભુભક્તિના શ્લોકમાં તો ભક્ત મુક્તિને પણ નકારી કાઢે છે. તે તો એક માત્ર પ્રભુ ભક્તિની જ ઈચ્છા કરે છે.
“હે નાથ હું સ્વર્ગના સુખોની પ્રાર્થના કરતો નથી. હે નાથ ! હું નરકાદિના દુ:ખોના નિવારણની
Sou. . (૨૧) . . .
યાચના કરતો નથી. હે નાથ ! મારે મુક્તિના સુખની પણ ઈચ્છા નથી. મને એક માત્ર પ્રભુ તારા ચરણકમલની સેવના જોઈએ છે.”
પ્રભુ ભક્તિના આ બધા ઉગારો શું આપણા દયને અસર નહિ કરે ? શું આપણે પ્રભુના દર્શનમાં સ્તવનોમાં-પૂજનમાં-ભક્તિમાં લીન ન બની શકીએ ? એકાકાર ન થઈ શકીએ ?
પ્રભુના દર્શનથી “દુ:ખ ટળ્યા સુખ મળ્યા'ના બાહ્ય લાભને બતાવ્યા પછી હજી કવિ આગળ વધે છે અત્યંતર લાભ જણાવે છે “સુકૃત સંચય હુઓ પાપ નીઠો” હે નાથ ! તમારા દર્શનથી મારા આત્મામાં સુકૃતોનો સંચય થયો, પાપ દૂર થયા.
સુકૃતો એટલે પુણ્યનો સંચય થયો, પાપ દૂર થઈ ગયા.
અથવા સુકૃત એટલે ઉત્તમ શુભકાર્યો-સંવર અને નિર્જરાના કાર્યો. પાપ એટલે આશ્રવના કાર્યો.
St. M. (૨૨) .. .
sses 9
OG GR
I GION
પ્રભુના દર્શનથી આત્મામાં એવા શુભ અનુબંધ પડે છે કે જેથી સુકૃતોની પરંપરા જીવનમાં પ્રાપ્ત થાય છે. દાનાદિ પ્રવૃત્તિ વધે છે. સંયમ અને તપ પણ જીવનમાં પ્રાપ્ત થાય છે. એવા સંખ્યાબંધ દૃષ્ટાંતો છે. કે પ્રભુદર્શન-પૂજન કરનારાઓને પ્રભુ ભક્તિથી ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ પ્રાપ્ત થયા અને છેક સંયમ સુધી પહોંચી ગયા.
પ્રભુ ભક્તિથી સંયમની પણ ભાવનાઓ પ્રગટ થાય છે. સંયમ એ ભાવપૂજા છે. દ્રવ્યપૂજન કરતા કરતા ભાવપૂજાની પ્રાપ્તિ થાય છે. પ્રભુભક્તિ કરતાં જેમ સંયમના ભાવોની પ્રાપ્તિ થાય છે તેમ સંયમમાં આવતા વિદ્ગોનું પણ નિવારણ થાય છે. સુકતની પરંપરાની પ્રાપ્તિ થાય છે.
સંયમની પ્રાપ્તિ પાપપ્રવૃત્તિના નિવારણથી જ થાય છે એટલે અહિ જણાવ્યું કે “પાપનીઠો” પાપની પ્રવૃત્તિ
અઢારે પાપસ્થાનકો પણ હવે દૂર થયા.. ટૂંકમાં દૂર થશે..
પ્રભુ તમારા દર્શનથી પૂર્વે આત્મામાં પ્રવેશ કરેલ અશુભ કર્મોના અનુબંધ હવે તુટી ગયા છે. એટલે અશુભ પાપ પ્રવૃત્તિ પણ હવે બંધ થઈ જશે.
પરમાત્માના દર્શનથી આત્મામાં ભાવોલ્લાસ વધે છે. વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી વીર્ય ફ્રાયમાન થાય છે. જીવ તપ વગેરેમાં પરાક્રમ કરે છે અને તેના પ્રભાવથી અશુભ અનુબંધનો વિચ્છેદ થાય છે. શુભાનુબંધો પુષ્ટ થાય છે.
પેથડશા
પિતા દેદાશા પાસેથી સુવર્ણસિદ્ધિ પેથજ્ઞાને મળી છે. શરુઆતમાં ગમે તે કોઈ પાપકર્મના ઉદયમાં સુવર્ણસિદ્ધિ સળ થતી નથી પણ પાપકર્મનો ઉદય દૂર થતાં સુવર્ણસિદ્ધિ સળ થાય છે. પેથશા આબુ
(૨૩)
:
Der beslo (28) rok bem