________________
OGN
ચક્ર પણ તિńલોકમાં છે. ત્યાં પણ પરમાત્માનો અદ્ભુત મહિમા ગવાઈ રહ્યો છે. પરમાત્માના ક્લ્યાણક પ્રસંગોમાં પણ કરોડ અબજો કે અસંખ્યદેવો પ્રભુના ગુણ ગાતા-ગાતા કલ્યાણકોના સ્થાને આવે છે જન્મકલ્યાણક વખતે મેરુ પર્વત પર અન્ય કલ્યાણકો વખતે તે તે સ્થાને, એ સિવાય પણ નંદીશ્વર દ્વીપ વગેરેમાં પણ દેવો ઈન્દ્રો પરમાત્માની ભક્તિ કરે છે, ગુણગાન કરે છે. અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં રહેલ મત્સ્યાદિ દેશવિરતિ અને સમ્યગ્દષ્ટિ નિર્યો પણ મુક્ત મને પ્રભુને સ્તવી રહ્યા છે.
આમ ત્રણ લોકમાં પ્રભુની કીર્તિ અત્યંત વ્યાપ્ત છે. વળી એ કીર્તિ પણ નિર્મળ છે. કોઈ રાજા ચક્રવર્તિ દેવેન્દ્ર જેવી કીતિ નથી પણ દેવાધિદેવ, વીતરાગ, પરાર્થવ્યસની, વિશ્વત્રયતારક, રાગવિજેતા, વિગતદ્વેષ, કરુણાનિધાન, ત્રિલોકબંધુ, ત્રિલોકપૂજ્ય વગેરે વિશિષ્ટ પ્રકારની નિર્મળ કીતિ" પ્રભુની ચોતરફ પ્રસરેલી છે.
હવે પ્રભુના તપ તેજની વાત કરવી છે. સૂર્યનું DANA NO (૧૨૫) LL NO
''
' N તેજને સંક્રાન્ત કરાય છે. જેથી સામાન્ય જન પ્રભુના રૂપને જોઈ શકે છે. પ્રભુના રુપને જેમાં સંક્રાન્ત કરાયેલ છે તેવુ આ ભામંડલ સૂર્યના તેજને જીતી લેનારુ છે. તો પછી પ્રભુના તેજની વાત જ શું ?
હવે છેલ્લે ઉપસંહારમાં ઉપાધ્યાયજી મ. પોતાનુ ભગવાન આગળ નામ પ્રકટ કરી પ્રભુ પાસે આશીર્વાદ માંગે છે. વાચક નયવિજય ગુરુનો હું શિષ્ય છું, આપનો સેવક છું. પ્રભુ આપ મને બહુ નિવાજો “મારા પર ખૂબ કૃપાની વૃષ્ટિ કરી મને પણ આપના ધ્યાનમાં લો અને એવી કૃપા વૃષ્ટિ વરસાવો કે જેથી મારો શીઘ્ર નિસ્તાર થઈ જાય અથવા બહુ નિવાજો એટલે બહુગુણોથી અલંકૃત કરી દો.
અહીં આમ ઉપાધ્યાયજી મ. પોતાનું સ્તવન પૂર્ણ કરે છે. આ સ્થળે ઉપાધ્યાયજી મ. નું વચન યાદ કરી આપણે પણ પરમાત્માને વિનંતી કરીએ. હું પણ નીચે મુજબ કરુ છું.
POLL NO (૧૨૭).
તેજ પૌદ્ગલિક છે છતાં ભૌતિક પદાર્થોમાં સૌથી વધુ તેજસ્વી સૂર્ય છે, તેથી તેની સાથે ઉપમા આપતા પૂ. ઉપાઘ્યાયજી મ. કહે છે કે પ્રભુ ! ક્યાં સૂર્યનું તેજ, ક્યાં આપનું તેજ ? રવિથી માત્ર થોડું અધિકતર નહીં, હજારો લાખો ઘણું તેજ આપના મુખારવિંદ પર છે. અને એ તેજ પણ આપે જીવનમાં સાધેલ તપનું છે.
વીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી જણાવે છે...
“ यन्मूर्ध्नः पश्चिमे भागे जितमार्तण्डमण्डलम् । मा भूद् वपुर्दूलोकमितीवोत्पिण्डितं महा ।।" માર્તણ્ડ (સૂર્ય) ના મંડાને જીતનાર ભામંડલ આપના મસ્તકની પાછળ તેટલા માટે છે કે આપનું શરીર હૃદૃશ્ય ન બની જાય...કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્માના શરીરનું તેજ હજારો સૂર્યથી અધિક છે જેથી સામાન્ય જન એને જોઈ શકે તે માટે રખાય છે તેમાં
પરમાત્માના મસ્તકની પાછળ ભામંડલ
NO NE N૭ (૧૨૬) ૮ // N
N
'
પંન્યાસ પડાવિજય શિષ્ય સેવક હું આપનો, હેમ કહે અબ મોહે બહુ નિવાો''
પં. પદ્મવિજય ગણિવર જેવા મહાન ગુરુનો શિષ્ય આપનો સેવક હેમ પણ કહે છે પ્રભુ મને બહુ નિવાજો-બહુ ગુણોથી અલંકૃત કરો.
અહીં આ રીતે “ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો' સ્તવનનું વિવેચન ગુરુકૃપાથી યથામતિ કરેલ છે. ક્યાં દેવાધિદેવની ઉત્કૃષ્ટ વિશેષતાઓ ! ક્યાં તેને રજૂ કરનાર ન્યાયમાર્તણ્ડ ઉપાધ્યાયજી મહારાજના વચનો ! અને ક્યાં દરિદ્રબુદ્ધિ એવો હું ? છતાં મારા ાયોપશમ મુજબ મને જે અર્થો સ્ફૂર્યા તે મેં લખ્યા છે, તેથી આમાં કંઈ પણ ક્ષતિ આવી હોય તો સજ્જનો તે સુધારે અને મને માફ કરે. દેવાધિદેવની સાક્ષીએ પણ છદ્મસ્થપણાના કારણે કે મતિમંદતાથી કંઈ પણ જિનવચનથી વિપરીત લખાયુ હોય તો તેની ક્ષમા યાચુ છું.
OL NO- O (૧૨૮)
04