________________
ધ્યાન કરવાનું સૂચન કરેલ છે. હૃદયમાં નવ પાંખડીવાળા કમળની કલ્પના કરી તેમાં નવકારના નવ પદ અથવા શ્રી સિદ્ધચક્રમાં આવતા નવપદનું ધ્યાન કરાય છે. હૃદયમાં ‘ગર્દ'' પદનું, “ૐ”નું, “મૈં'નું વગેરે અનેક પ્રકારે ધ્યાન કરાય છે. યોગીઓએ હૃદયમાં અનાહત ચક્ર માનેલ છે. હૃદયકમલમાં આ રીતે શુભ આલંબનોનું ધ્યાન કરવાથી ઘણા લાભો થાય છે. તેથી જ યોગશાસ્ત્ર વગેરેમાં હદયમાં નવપદોને સ્થાપન કરીને ૧૦૮ નવકારનો જાપ કરનારને ભોજન કરવા છતા ઉપવાસનું ફળ બતાવ્યુ છે વળી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે....
" ततोऽविद्या विलीयन्ते विषयेच्छा विनश्यति । विकल्पा विनिवर्तन्ते ज्ञानमन्तर्विजृम्भते । ।"
હૃદયમાં મનને રાખવાથી...
૧) અવિદ્યા ઓગળી જાય છે, એટલે મિથ્યાત્વનો
નાશ થાય.
0404 ૭ (૯૩) NONL
N S
*
પાર્શ્વનાથ ભગવાન બતાવ્યા છે તેમાં દરેક ઠેકાણે પોતાના અતિપરિચિત એવા બીજા પાર્શ્વનાથ ભગવાન પણ સ્થાપન કરી શકાય છે. વળી પાંચ ઠેકાણે રહેલા પાંચ પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન પણ થઈ શકે છે. આ જ રીતે “ઈં, ગ, ''કાર વગેરે મંત્ર બીજોને પણ હૃદયમાં સ્થાપન કરી શકાય છે.
તમે હૃદયમાં વચ્ચે કર્ણિકા અને ચાર દિશા તથા ચાર વિદિશામાં નવકારના પદ અથવા નવપદના પદો
(ચાર વિદિશામાં નવકારમાં “માં વંચનનુવારો વગેરે અને નવપદજીમાં ‘નમો હંસળસ્સ'' વગેરે પદો આવે છે.) સ્થાપન કરો છો ત્યારે તમે તમારા હૃદયના મધ્યમાં ત્રણ કાળના અનંત અરિહંતોને સ્થાપન કરો છો. એ જ રીતે ચાર પાંખડીમાં અનંતસિદ્ધો, ત્રણે કાળના અનંત આચાર્યોને, અનંત ઉપાધ્યાયોને, અનંત સાધુઓને સ્થાપન કરો છો. આ રીતે ત્રણે કાળના પાંચે પરમેષ્ઠીઓ (સર્વ પરમષ્ઠીઓ) તમારા હૃદયમાં
0404 N (૯૫) L
LL
૨) વિષયોની ઈચ્છા (તૃણા) દૂર થઈ જાય છે. ૩) સંકલ્પ -વિકલ્પો દૂર થાય છે.
૪) આત્મામાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
હૃદય જાપ-ધ્યાન વગેરે માટે શ્રેષ્ઠ આલંબન છે. યોગીઓ હૃદયમાં અક્ષરોની કલ્પના કરીને જાપ કરે છે. યોગીઓ હૃદયમાં પરમાત્માની પ્રતિમાઓની કલ્પના કરીને ધ્યાન કરે છે.
જેમ હૃદયમાં વચ્ચે કર્ણિકા તથા ચાર બાજુ ચાર પાંખડીની કલ્પના કરી તેમાં ક્રમશઃ કર્ણિકામાં શંખેશ્વર
પાર્શ્વનાથ. પ્રભુ તેની ઉપર (આ પૂર્વ દિશા ગણાય) કલિકુંડ પાર્શ્વનાથ, જમણી બાજુ સ્તંભન પાર્શ્વનાથ, નીચે નવલખા પાર્શ્વનાથ (પાલી), સામી બાજુ સેરિસા પાર્શ્વનાથ આમ પાંચ પાર્શ્વનાથ પ્રભુની સ્થાપના કરી, દરેક પાર્શ્વનાથ પ્રભુ પાસે ઉવસગ્ગહરંની એક એક ગાથા ગણાય. આ રીતે ઉવસગ્ગહંરનો જાપ તથા પ્રતિમાઓનું ધ્યાન ખૂબ ફ્ળદાયી બને. અહિ જે પાંચ
JANAND (૯૪) LL NO
N
આવી જાય છે. તમારું હદય કેટલુ બધુ નિર્મળ થાય એ વિચારજો.
આ વિશ્વના સર્વ મહાન તત્ત્વો તમારા હૃદયમાં આ રીતે નવકારનો જાપ કે ધ્યાન કરતા આવી જાય છે !
વળી આપણે જાણીએ છીએ કે હૃદય લોહીને શુદ્ધ કરી આખા શરીરમાં પહોંચાડે છે એટલે પંચપરમેષ્ઠીથી વાસિત થઈ સઘળુ લોહી તમારા આખા શરીરમાં પ્રસરી જાય છે. પછી તમારા શરીરમાં રોગો
વગેરે ક્યાંથી રહી શકે ? તમારુ આખુ શરીર તમને હલકુ લાગશે ! સ્મ્રુતિવાળુ લાગશે. પ્રસન્ન લાગશે એટલુ જ નહિ આ પરમેષ્ઠીના ધ્યાનથી વાસિત થયેલુ તમારુ લોહી મગજમાં પેસે એટલે મગજ અર્થાત્ મન પણ પ્રસન્ન થાય છે. બે ભ્રકુટિની વચ્ચે મન રહેલ છે. યોગીઓ અહિ આજ્ઞાચક્ર હોવાનું જણાવે છે. વળી અહીં હૃદયમાં કણિકા અને ચાર દિશાઓની પાંદડીમાં
DO NOAA NO (૯૬) ૨૮. L