________________
==
=
=
=
=
=
=
=
=
=
=
મિથ્યાષ્ટિના આ બંને જ્ઞાનો અજ્ઞાન કહેવાય છે. મતિઅજ્ઞાન - શ્રુતઅજ્ઞાન.
મતિ એટલે બુદ્ધિ
અનાદિકાળથી મિથ્યાત્વના ઉદયના કારણે હિસાજૂઠ-ચોરી-મૈથુન-પરિગ્રહ આદિના ઘોર પાપો આનંદથી કર્યા. વળી આ પાપો હેય (ખોટા) લાગતા ન હતા, પાપોમાં ઉપાદેયપણાની બુદ્ધિ હતી, તેથી પાપોથી તીવ અશુભકર્મ બંધાયા. પાપોનો ત્યાગ નથી કર્યો, વળી ક્રોધાદિ કષાયો અને અશુભયોગના પ્રવર્તનમાં જ આપણી મતિ રમતી હતી એ કુમતિ હતી.
ક્રોધ-માન-મદ-મત્સર-માયા-લોભ-અજ્ઞાન-પ્રમાદ વગેરે દોષમાં રમતી મતી એ કુમતિ છે હિસા-જુઠચોરીમૈથુન-પરિગ્રહ વગેરે પાપોની પ્રવૃત્તિમાં રમતી મતિ એ કુમતિ છે.
અપ્રશસ્ત રાગ-દ્વેષમાં રમતી મતિ એ કુમતિ છે. અર્થ અને કામમાં રસપૂર્વક રમતી મતિ એ કુમતિ છે. ૨૫ . (૩૭)
Sep
આ કુમતિએ કાળો કેર વર્તાવ્યો છે. ભયંકર રૌદ્રધ્યાનમાં ચઢાવી જીવને નરકમાં ધકેલ્યો. કુમતિની ભયંકરતા કેટલી બધી કે તે પાપો-કષાયો કે રૌદ્રધ્યાનના કારણે નરકમાં જવાનું થયું, ત્યાં ઘોર દુઃખો સહન કર્યા, પણ કુમતિ દૂર ન થઈ. ત્યાં એ જ ક્રોધાદિ કષાયો હિસાદિપાપો અને રૌદ્રધ્યાન વગેરે ચાલુ રહ્યા અને ભવની પરંપરાઓ આગળ ચાલી.
કુમતિએ આર્તધ્યાન કરાવી તિર્યંચગતિમાં મોકલ્યાં ત્યાં પણ ભૂખ-તરસ-માર-રોગ અને કતલાદિની કારમી પીડા વેઠી આમ છતાં કુમતિ દૂર થઈ નહીં, પણ ત્યાં પણ તે સ્થિતિમાં શક્ય પાપો અને પાપ પરિણતિ ચાલુ રહી.
મનુષ્યપણામાં અને દેવના ભવોમાં પણ કુમતિના કારણે અત્યંત અશુભ મન-વચન-કાયયોગ થયા.
પુદ્ગલ પ્રત્યેનો તીવ રાગ કુમતિના કારણે થયો. WOORDORNO (36) Mber
=
=
=
=
=
=
શબ્દ-પ-રસ-ગંધ-સ્પર્શ આ પાંચે ઈન્દ્રિયના વિષયો પાછળ દોટ પણ કુમતિએ કરાવી.
- કુમતિએ શું-શું નથી કરાવ્યું ? લગભગ આખા જગતમાં અનંતા જીવોમાં કુમતિ પ્રસરી છે. સુમતિ અટકી ગઈ છે. પરિણામે જગત બેહાલ છે. આત્મસ્વરુપનું ભાન કુમતિના કારણે થતુ નથી. આત્મસ્વરુપ પર રૂચિ પણ કુમતિના કારણે થતી નથી.
આત્મામાં અનંત સ્વાભાવિક સુખના ભંડારો ભરેલા છે એને પ્રગટ કરવા જીવને પુરુષાર્થ કરતા કોણ અટકાવે છે ? આ કુમતિ જ.
અનંતસુખના માલિક આત્માને તેનાથી વંછિત રાખી દુ:ખમાં જ ડુબેલો રાખવાનું કામ કુમતિના અંધારાએ કર્યું છે.
પ્રભુ ! તમારા દર્શનથી મારા હૃદયરુપી ભોંયરામાંથી આ કુમતિરુપી (અજ્ઞાન) અંધકાર નાશ પામી ગયો અને સુમતિ-સબુદ્ધિ અથવા સમ્યજ્ઞાનનો પ્રકાશ Dees® (૩૯)
પથરાઈ ગયો. અહીં પ્રભુ ! હું ધન્ય બન્યો. સમ્યજ્ઞાનના પ્રકાશમાં મને હવે આત્મસ્વરુપનું ભાન થયું છે. હવે મારુ મન પણ સમ્યજ્ઞાનાદિ દ્વારા આત્મસ્વરુપ પ્રગટ કરવાને ઉલ્લાસિત થયુ છે. હવે તો પ્રબળ પુરુષાર્થ કરીને એક માત્ર શાશ્વત સુખને જ પ્રાપ્ત કરવાનો મારો નિર્ણય દઢ બન્યો છે. કવણ નર કનકમણિ છંડિ તૃણ સંગ્રહે,
કવણ કુંજર તજી કરહ લાવે; કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે,
તુજ તજી અવર સુર કોણ સેવે.In શબ્દાર્થ : કનકમણિ છોડીને કોણ મનુષ્ય ઘાસનો સંગ્રહ કરે, હાથીને છોડીને કોણ ઉંટ લાવે ? કલ્પવૃક્ષની છાયાને છોડીને કોણ બાવળના કાંટાળા ઝાડની છાયામાં બેસે ? હે નાથ ! તારા વિના બીજા દેવને કોણ સેવે?
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ ઉત્તમ ઉપમાઓથી
.
(૪૦)
.
.
.