________________
કુમા૨માં, ધર્માત્મ
કડી માની માણસ સોથાં ભલે વચરત પેદા કરે છે પણ અશૈવ સોહે વમળને ધોળાને શ્રી જઇને કુમળા પણ કરે છે.
આપણે આ અઘર જેવા જ બનવાનું કે અશુભ કર્યાં આપણાં લમણે ભલે કો ઝોકતા રહે, ખાબો તો શુભ અધ્યવસાયમાં ન ઝીંલસા રહેવાનું
રત્નસુંદરસૂિ
ધર્મ પા
&
૧૭)
એ ચાતુર્માસ મારું ભુજ [કચ્છ માં હતું. ચાતુર્માસ દરમ્યાન યોજાયેલ પાંચ રવિવારીય યુવા શિબિરો દેવ-ગુરુ કૃપાએ મસ્ત જામી હતી. છેલ્લી શિબિરમાં યુવાનોને એક અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. એ અભિનંદન પત્રના આગળનાં પાના પર મારી પ્રવચનો કરતી વિવિધ મુદ્રાઓવાળી પ્રતિકૃતિઓ છપાઈ હતી.
કુમારપાળ !
એ પ્રતિકૃતિઓવાળું કાર્ડ મેં તમારા પર એ આશાએ મોકલ્યું હતું કે તમે એ કાર્ડ મળવા બદલ મારા પર ચોક્કસ આભાર વ્યક્ત કરતો અને અભિનંદન આપતો પત્ર લખશો જ, પણ મારી એ આશા વ્યર્થ તો નીવડી જ પણ કુમારપાળ, એ કાર્ડ મળ્યાના પ્રત્યુત્તરરૂપે તમે મારા પર જે શબ્દો લખ્યા હતા એ શબ્દો આજે ય મારા સ્મૃતિપથ પર એવા ને એવા જ અંકિત થયેલા છે.
તમે મને લખ્યું હતું કે 'મને આપની આ પ્રવૃત્તિ ગમી નથી. પ્રભુશાસનનું અનંત ઋણ આપણાં શિરે છે. એ ઋણથી યત્કિંચિત્ મુક્તિ મેળવવા આપણે પાત્ર જીવોને પ્રભુ માર્ગે જોડવા પ્રયાસો કરીએ છીએ. એ પ્રયાસો બદલ અહંકારનું આવું તુચ્છ પ્રદર્શન આપને શોભા આપતું નથી.'
કુમારપાળ !
મારા આત્મહિતની કેવી ચિંતા તમે લઈને બેઠા હશો ત્યારે તમે મને આવું લખી શક્યા હશો. સાથે જ તમારો એ વખતનો પ્રત્યેવર મારા માટે આજે ય એટલો જ માર્ગદર્શક બની રહ્યો છે !
૩૩