________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૮
પ્રીત કિયે દુઃખ હોય
‘મહારાજા, હું ચંપાનગરીથી શ્રેષ્ઠી ધનાવહનો સંદેશો લઈને આવ્યો છું.' ‘કહો, શ્રેષ્ઠી ધનાવહ અને અમરકુમાર કુશળ છે ને?'
‘હા જી, તેઓ સહુ કુશળ છે, અને આપને કહેવરાવ્યું છે કે અમરકુમા૨ તથા તેમનાં ધર્મપત્ની સુરસુંદરી, આ સંસારનો ત્યાગ કરી ચારિત્રધર્મ અંગીકાર ક૨વા તત્પર થયાં છે. તો દીક્ષામહોત્સવમાં આપને પરિવાર સાથે પધારવાની વિનંતી છે...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપાથી આવેલા દૂતે બેનાતટનગરની રાજસભામાં રાજા ગુણપાલની સમક્ષ નિવેદન કર્યું. રાજા ગુણપાલ સંદેશો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેઓ બોલી ઊઠ્યા:
‘તો પછી ગુણમંજરીનું શું?'
‘મહારાજા, મારા જાણવા મુજબ તેઓએ પણ અનુમતિ આપી છે...’
રાજસભાનું વિસર્જન કરી રાજા ગુણપાલ સીધા જ અંતેપુરમાં ગયા. મહારાણીને સમાચાર આપ્યા અને ચંપા જવા માટે તૈયાર થવાની સૂચના આપી. મહારાજાના મનમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા. ગુણમંજરીના વિચારો તેમના મનને ઉદ્દિગ્ન કરવા લાગ્યા.
પ્રયાણની તૈયારીઓ થઈ ગઈ. રાજા ગુણપાલે પરિવાર સહિત અનેક સુભટો સાથે સમુદ્રમાર્ગે ચંપા તરફ પ્રયાણ કરી દીધું.
d
9
‘બેટી, તારા વિના અમારું જીવન શૂન્ય થઈ જશે.’
‘પિતાજી, આપની બીજી બેટી છે જ ને? ગુણમંજરી આપની બેટી નથી? આપ એને સુરસુંદરી જ માનજો...'
મહારાજા રિપુમર્દન અને રાણી રતિસુંદરી-બંને રથમાં બેસીને ધનાવહ શ્રેષ્ઠીની હવેલીમાં આવ્યાં હતાં. અમરકુમાર અને સુરસુંદરીની દીક્ષાની વાત જાણીને તેઓ બંને ખૂબ જ ઉદાસ થઈ ગયાં હતાં. રતિસુંદરી પુત્રીને પોતાના ખોળામાં લઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મહારાજા રિપુમર્દને કહ્યું:
‘બેટી, તું તો સંસારમાં પણ સાધ્વીજીવન જ જીવે છે... સંસારમાં રહીને તારી ઇચ્છા મુજબ તું ધર્મારાધના કર... પણ દીક્ષાની વાત જતી કર...’
‘પિતાજી, સંસારનાં સર્વે સુખો પ્રત્યે મારું મન વિરક્ત બની ગયું છે. હવે કોના માટે... શા માટે સંસારમાં રહું? હવે તો મને અનંત સિદ્ધભગવંતોનો
For Private And Personal Use Only