________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પ્રીત કિયે દુઃખ હોય શ્રેષ્ઠી પાસે બેઠો. સુરસુંદરી, ગુણમંજરી અને રતિસુંદરી અને ધનવતી પાસે જઈને બેઠી. સુરસુંદરીએ ગુણમંજરીનો સહુને પરિચય કરાવ્યો. બેનાતટનગરની વાતો કરી. ગુણમંજરીનાં માતા-પિતાના ગુણોની ભરપૂર પ્રશંસા કરી.
અમરકુમારે પોતાના વિદેશ પ્રવાસની વાતો કરી. બેનાતટનગરમાં મહારાજા ગુણપાલના આગ્રહથી અને સુરસુંદરીના આગ્રહથી ગુણમંજરી સાથે કરેલાં લગ્નની વાત પણ કરી. રાજા અને શ્રેષ્ઠી – બંને પ્રસન્ન થયા,
અમર, તેં મહારાજા ગુણપાલને ચંપા પધારવા માટે આમંત્રણ આપ્યું છે?' ધનાવહ શેઠે પૂછ્યું.
ના પિતાજી, એ વાત તો મને સૂઝી જ નહીં.”
તો હવે આમંત્રણ મોકલવું જોઈએ...' મહારાજા રિપુમદને ધનાવહ શેઠના પ્રસ્તાવને વધાવ્યો.
“ભલે, બેનાતટથી આવેલા સુભટોને પાછા મોકલવાની છે, તેમની સાથે આમંત્રણ મોકલી આપીશ.”
એ સુભટોને આઠ દિવસ તો ચંપાનું આતિથ્ય માણવા દેજો કુમાર!' અવશ્ય... તેમને અહીં રહેવું ગમશે.” હવે તમે વિશ્રામ કરો કુમાર, ખૂબ શ્રમિત થયા હશો..” સૌ ઊભા થયા અને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. બીજા દિવસે જ્યારે અમરકુમાર મહારાજાને મળવા માટે રાજમહેલે આવ્યો ત્યારે મહારાજાએ અમરકુમારને કહ્યું: ‘કુમાર, હવે તમે રોજ રાજસભામાં આવો એમ હું ઇચ્છું છું...' હું આવીશ રાજસભામાં, પણ મને રાજકાજમાં રસ નથી.”
એ રસ કેળવવાનો છે... કારણ કે ભવિષ્યમાં આ રાજ્ય તમારે જ સંભાળવાનું છે... તમે જાણો છો કે મારે પુત્રી કહો કે પુત્ર કહો, એક જ સુરસુંદરી છે.” ‘મહારાજા, આપની વાત સાચી છે, પરંતુ...' ‘પરંતુ શું?'
“મારો જીવ વ્યાપારીનો છે.. રાજકાજમાં હું કેટલો સફળ થઈશ તે હું જાણતો નથી. પરંતુ મારી સાથે મારો એક મિત્ર બનાતટથી આવ્યો છે... તે હતો તો બેનાતટ રાજ્યનો સેનાપતિ, પરંતુ અમારા પ્રત્યેના ગાઢ સ્નેહથી
For Private And Personal Use Only