________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૬૧ કરવા લાગ્યા. અમરકુમાર મહારાજાના હાથ પકડી પોતાના ખંડમાં લઈ ગયો. ખૂબ આશ્વાસન આપી તેમને શાન્ત કર્યા.
ભોજનનો સમય થઈ ગયો હતો. આજે સહુને મહારાજાની સાથે રાજમહેલમાં ભોજન કરવાનું હતું એટલે સહુ રાજમહેલ પહોંચ્યાં. ભોજનથી નિવૃત્ત થઈને બેઠાં હતાં ત્યાં મૃત્યુંજયે આવીને સમાચાર આપ્યા:
મહારાજા, બધાંજ વહાણો તપાસી લીધાં છે. વહાણોનો શણગાર ચાલુ છે. બધો માલ-સામાન આજે સંધ્યા સુધીમાં ભરાઈ જશે.”
‘તમારી પોતાની તૈયારી થઈ ગઈ મૃત્યુંજય?' સુરસુંદરીએ મૃત્યુંજય સામે જોઈને પૂછ્યું.
હા જી, હું તો ચંપા સુધી આવવાનો છું...” અને ચંપામાં અમારું આતિથ્ય માણીને પછી પાછા વળવાનું છે...”
કોના માટે અહીં મારે પાછા ફરવાનું છે દેવી? માત્ર દુનિયામાં એક મા હતી, તેનો થોડા દિવસ પૂર્વે જ સ્વર્ગવાસ થઈ ગયો...' ‘તમારે અહીં મહારાજાની સેવામાં રહેવાનું છે ને?'
મહારાજા પાસે મારા કરતાં શ્રેષ્ઠ વીરપુરુષો છે. દેવી, મારું મન તો ચંપામાં જ રહી જવાનું છે... જો મહારાજા મને અનુજ્ઞા આપે તો...'
ભલે, ત્યાં રહી જજે મૃત્યુંજય, પરંતુ ગુણમંજરીને જ્યારે અહીં આવવાનું થાય ત્યારે તેને સુખપૂર્વક લઈને તારે આવવાનું..” ‘આપની આજ્ઞા શિરોધાર્ય કરું છું...” મૃત્યુંજયની પ્રસન્નતા જોઈ સુરસુંદરીની આંખોમાં આંસુ આવી ગયાં.
આવતી કાલે પ્રભાતે પ્રયાણનું મુહૂર્ત છે... મૃત્યુંજય...' અમરકુમારે કહ્યું. મુહૂર્તવેળા સચવાઈ જશે. સંધ્યા સમયે આપ પધારી દષ્ટિ નાંખી જશો તો...”
બધી જ તૈયારીઓ થઈ ગઈ. માલતી અને એનો પતિ પણ તૈયાર થઈ ગયાં હતાં... પ્રભાત થયું. સુરસુંદરી અને ગુણમંજરીને બેનાતટનગરના પ્રજાજનોએ ભાવભરી વિદાય આપી. પાર વિનાની શુભેચ્છાઓ આપી. છેલ્લે છેલ્લે ગુણમંજરી માતાને ભેટી પડી. સુરસુંદરીએ રાજા-રાણીને પ્રણામ કર્યા. રાજ્ય પાછું સોંપ્યું. ને વહાણમાં બેસી ગયાં... વહાણો ગતિશીલ બન્યાં... ને રાજા-રાણી બેભાન બની ગયાં..
0 0 0
For Private And Personal Use Only