________________
나
મહારાજ સાહેબ,
મમ્મી-પપ્પા માટે આમ તો મારા મનમાં ખૂબ બહુમાનભાવ છે. નાનપણથી જ એમણે મારામાં સંસ્કારોનું જે ઘડતર કર્યું છે એ સંસ્કારોના પ્રતાપે જ આજે ૨૨ વરસની ભર યુવાનવયે પણ મારા અંતઃકરણની અદાલતમાં હું પ્રસન્નચિત્તે ઊભી રહી શકું છું. પણ, કોણ જાણે કેમ, છેલ્લા કેટલાક સમયથી એમના તરફથી મારા જીવનમાં જે હસ્તક્ષેપ કરવાનું શરૂ થયું છે એણે મારા મનમાં એમના પ્રત્યે એક જાતની કડવાશ ઊભી કરી દીધી છે. હું સમજી જ નથી શકતી કે એમને મારા જીવન અંગે ચિંતા છે કે મારા સંસ્કારોમાં એમને શંકા છે ? આપ આ અંગે કાંઈ પ્રકાશ પાડી શકો ?
આસ્થા,
તારી અત્યારે જે વય છે એ વય ચિંતાને યોગ્ય પણ છે અને શંકાને
*
પ્રત્યે વાસનાલોલુપ નજરે નિહાળનારાઓની સંખ્યા તારી કલ્પના બહારની હોય, લલચામણા બૉલને રમી લેવાની બૅટ્સમેનની નબળી કડીની જેવી જ પ્રલોભન સામે ઝૂકી જવાની મનની નબળી કડીની મા-બાપોને ખબર હોય ત્યાં મા-બાપોને ઘરની બહાર જતાં પોતાનાં સંતાનો અંગે શંકા રહ્યા કરતી હોય તો
એમાં સંતાનોએ દુઃખ લગાડવાની કે ખોટું લગાડવાની કોઈ જ જરૂર નથી.
આસ્થા, સાચું કહું ?
મારી દૃષ્ટિએ તો તું નસીબદાર યુવતી છે કે તને તારી ચિંતા કરનાર અને તારા પ્રત્યે શંકા રાખનારાં મા-બાપ મળ્યા છે. બાકી સંખ્યાબંધ મા-બાપો આજે એવા છે કે જેઓએ પોતાનાં સંતાનોના જીવનની ચિંતા કરવાનું ચ છોડી દીધું છે અને એમના સંસ્કારોની ચિંતા કરવાનું ચ છોડી દીધું છે.
દીકરો કૉલેજમાં જાય છે કે ક્લબમાં જાય છે ? દૂધ પીએ છે કે દારૂ ઢીંચે છે? ક્રિકેટ રમે છે કે જુગાર રમે છે ? દીકરી મંદિરે જાય છે કે છોકરાઓ
*
યોગ્ય પણ છે. કાળ બહુ વિષમ છે, વાતાવરણમાં પ્રચુર વિલાસિતા છે, શું સાપ્તાહિકો કે શું મેગેઝીનો, શું વર્તમાનપત્રો કે શું ચોપાનિયાંઓ, શું બજાર કે શું માર્કેટ, શું ઑફિસ કે શું મેદાન, સર્વત્ર જાણે કે વાસનાને બહેલાવે એવાં નિમિત્તોની જ બોલબાલા છે. અધૂરામાં પૂરું, ટી.વી. ચેનલો, ઇન્ટરનેટ, વેબસાઇટ વગેરેએ વાસનાની આગને પ્રજ્જવલિત કરવા માટે જાણે કે પેટ્રોલ પમ્પો ખોલી દીધા છે.
આ સ્થિતિમાં કોઈ પણ સંસ્કારપ્રેમી મા-બાપને પોતાની યુવાન પુત્રીની પવિત્રતા અંગે ચિંતા રહ્યા કરતી હોય તો એમાં જરાય નવાઈ પામવા જેવું નથી. વાત રહી હવે શંકાની
વહી રહેલ પાણીની ચારેય બાજુ ઢાળ જ ઢાળ હોય ત્યારે માળીને "એ પાણી નીચે તરફ વહીને ગટરમાં પહોંચી તો નહીં ગયું હોય ને ? પાણીએ એ ઢાળ સાથે દોસ્તી તો નહીં જમાવી દીધી હોય ને ?' આવી શંકા રહ્યા કરતી હોય તો એમાં પાણીએ દુ:ખ લગાડવાની જરૂર નથી જ ને ?
આસ્થા, જ્યાં તારા જેવી યુવાવયે પહોંચેલી યુવતીના શરીર
૨૫
સાથે ભટકી રહી છે ? બહાર દૂધ પી રહી છે કે સિગરેટ પી રહી છે ? ઇન્ટરનેટ
પર એ સમાચારો સાંભળી રહી છે અશ્લીલ હરકતો નિહાળી રહી છે ? આમાંની એક પણ પ્રકારની ચિંતા એ મા-બાપો પોતાનાં દીકરા-દીકરી માટે કરતા નથી તો વ્યભિચારના કે વ્યસનોના રવાડે ચડી જઈને દીકરા-દીકરી પોતાના જીવનને બરબાદ તો નહીં કરી નાખે ને ? એવી શંકા ય તેઓ કરતા નથી.
તું લખે છે કે ‘મારા જીવનમાં મા-બાપના થઈ રહેલ હસ્તક્ષેપથી મારા મનમાં એમના પ્રત્યે એક પ્રકારની કડવાશની લાગણી ઊભી થઈ રહી છે” હું તને લખું છું કે મા-બાપના આ હસ્તક્ષેપને પામવાના સદ્ભાગ્ય બદલ તું તારા હૈયામાં એમના પ્રત્યેના બહુમાનભાવને પરાકાષ્ઠાએ લઈ જા.'
ઉપવનની માવજત કરવાનું માળી છોડી દે છે પછી એ ઉપવન જો કોઈપણ પળે જંગલમાં રૂપાંતરિત થઈ જાય છે તો સંતાનોની ચિંતા અને શંકા કરવાનું મા-બાપો છોડી દે છે, પછી કોઈ પણ પળે એ સંતાનો જંગલી બની જવાની શક્યતા ઊભી થઈ જાય છે.