________________
મહારાજ સાહેબ,
કોંલેજના પ્રથમ વરસમાં હું છું. શ્રીમંત પપ્પાની એકની એક પુત્રી છું હું. કૉલેજમાં ગાડીમાં આવું છું. શ્રીમંતાઈની જાહેરાત કરતાં વસ્ત્રો મારા શરીર પર હોય છે. રૂપ મારું કદાચ આકર્ષક નથી તોય મોહક તો છે જ. એના જ કારણે ચાર
પાંચ છોકરાઓ મારી નજીક આવી ગયા છે. અલક મલકની વાતો કરીને તેઓ મને પોતાની તરફ ખેંચવા માગતા હોય એવું લાગે છે. મને ય તેઓની દોસ્તી ગમી રહી છે. ક્યારેક તો કોલેજમાંથી છૂટીને તેઓ સાથે હું બગીચામાં ય પહોંચી જાઉં છું. જાણવું તો મારે એ છે કે હું કોઈ ગલત માર્ગ તરફ કદમ તોનથી માંડીરહીને?
રુચિ, એક કઠોર વાસ્તવિકતા તારા ધ્યાન પર હું લાવવા માગું છું. એક અપેક્ષાએ વન કરતાં ચ ચીવન ભયંકર છે. વનની ભુલ- ભુલામણીમાં માણસ રસ્તો ભૂલી જાય છે તો એને રસ્તો ચીઘનાર કોઈ મળી જાય એવી અપેક્ષા પણ હોય
લાગતું પાણી જેમ એ જોતું નથી કે હું ગટર તરફ જઈ રહ્યું છું કે નદી તરફ? બસ, એ જ રીતે સ્ત્રી એ વિચારવા તૈયાર થતી નથી કે લાગણી આપનાર જે પાત્ર તરફ હું ખેંચાઈ રહી છું એ પાત્ર સાચે જ સજ્જન છે કે દુર્જન ? મારા તરફ લાગણી દર્શાવવાપાછળ એનો સદ્ આશય છે કે બદ્ આશય છે ? શું કહું તને ?
કવર આકર્ષક, કાગળ સરસ, એ કાગળ પર લખેલ વિગત બરાબર પણ એ કવર પર લખેલ સરનામું ખોટું ! કયાં પહોંચી જાય એ કાગળ
સ્ત્રીની લાગણી બરાબર, હૃદય પવિત્ર, મન નિર્દોષ, શબ્દો મધુર પણ લાગણી ઢોળવા માટે એણે પસંદ કરેલ પાત્ર જ જો ગલત તો એ સ્ત્રીની હાલત ચાચ શી ?
રુચિ, હજારોની સંખ્યામાં નહી પણ લાખોની સંખ્યામાં આજે યુવતીઓ પોતાની લાગણી ગલત પાત્ર પર ઢોળી દેવા બદલ પોકે પોકે રડી રહી છે. ગલત સરનામે પહોંચી ગયેલ કાગળ કદાચ પાછો નથી પણ
10
છે અને રસ્તો ચીંધનાર કોઈ મળી પણ જાય છે તો એને એ ગમી પણ જાય છે જ્યારે યૌવન એક એવું વન છે કે એમાં પ્રવેશનારને ‘હું ભૂલો પડી ગયો છું” એવું ભૂલા પડી ગયા પછી ય લાગતું નથી અને ભૂલેચૂકે અને કોઈ માર્ગ ચીઘનાર મળી પણ જાય છે તો ય એના પ્રત્યે એને સદ્ભાવ જાગતો નથી. તને માટે ઘન્યવાદ આપવા છે કે કમ સે કમ જે માર્ગ પર તું કંદમ માંડવા તૈયાર થઈ ગઈ છે એ માર્ગ ગલત તો નથી ને ? જોખમોથી ભરેલો તો
નથી ને ? એ જાણવા તે મને પત્ર લખ્યો છે. બાકી, તું આ અંગે બીજા કોઈને પણ પૂછી શકી હોત ! ખેર, જ્યારે તે મારી પાસે જ એ અંગે માર્ગદર્શન માગ્યું છે ત્યારે મારે તને એટલું જ જણાવવાનું છે કે --
પાણી જેમ ઢાળ મળતાં જ એ તરફ વહેવા માંડે છે તેમ સ્ત્રી લાગણી મળતાં જ એ તરફ ખેંચાવા લાગે છે. ઢાળ પરથી નીચે ઊતરવા
આવતો તો ય એમાં કાગળ લખનારની જિંદગી કાંઈ બરબાદ નથી થઈ જતી પણ સ્ત્રીને જ્યારે ખ્યાલ આવી જાય છે કે મેં ગલત પાત્ર પર મારી લાગણી ઢોળી દીધી હતી ત્યારે એ જે નુકસાનીમાં ઊતરી ગઈ હોય છે એ નુકસાનીની ભરપાઈ આંસુનો મહાસાગર સર્જી દીધા પછી ય એ
કરી શકતી નથી.
એક મહત્ત્વની વાત કરું તને ?
પત્રમાં તે લખ્યું છે કે 'મનેય એ યુવકોની દોસ્તી ગમી રહી છે'
આ વાસ્તવિક્તાને મામૂલી ન માનીશ. તું કાંઈ નાની કીકલી નથી કે આ વિજાતીય આકર્ષણ પાછળનાં કારણને સમજી ન શકે. જો તને પોતાને એમ લાગતું હોય કે આ આકર્ષણના કેન્દ્રમાં માત્ર શરીર જ છે તો તને એટલું જ કહીશ કે એ માર્ગે કદમ મૂકવાથી તું તારી જાતને દૂર જ રાખી દેજે, કારણ કે ભાખરીની કોર ખાઈ લીધા પછી આખી ભાખરી ખાઈ લેવા લાલાચિત બની જતા મન પર નિયંત્રણ મૂકવું મુશ્કેલ બની જાય છે. હું શું કહેવા માગું છું એ તું સમજી ગઈ હોઈશ.
11