________________
જ મહારાજ સાહેબ, ઇ
‘સ્ત્રી-સ્વાતંત્ર્ય'નો આ યુગ છે. ક્ષેત્ર ચાહે બજારનું છે કે વેપારનું છે, શિક્ષાનું છે કે રમતગમતનું છે, નોકરીનું છે કે કૉલેજનું છે, હવાઈ સફરનું છે કે જમીન સફરનું છે, એક ક્ષેત્ર એવું નથી કે જયાં સ્ત્રીએ પગપેસારો ન કર્યો હોય અને સફળતાના શિખરો સર કર્યા ન હોય અને એ છતાં ય પુરુષવર્ગ આજેય સ્ત્રીઓનું શોષણ કરવાનું જાણે કે મિશન લઈને બેઠો હોય એવું સતત દેખાઈ રહ્યું છે. શું ક્યારેય પુરુષવર્ગના આ વિકૃત માનસમાં પરિવર્તન જોવા નહીં મળે?
કૃપા,
‘સ્ત્રી-સવાતંત્ર્ય'ને બદલે જડ્યાં સુધી ‘સ્ત્રી-સભાવ' નો યુગ શરૂ નહીં ચાય ત્યાં સુધી સ્ત્રી ચાહે એવરેરના શિખર પર પહોંચી જાય કે ચન્દ્ર (3] પર પહોંચી જારા, લશ્કરના સેનાધિપતિપદે પહોંચી
જાય કે આ દેશના વડાપ્રધાન પદે બિરાજિત થઈ જાય, એના પુરષવર્ગ તરફથી રાતાં શોષણામાં કોઈ જ ફરક પડવાનો નચી.
એકવાત તને કરું?
જેઓએ પણ ‘સ્ત્રી-સ્વાતંગ'નો નારો ગજવ્યો છે એમને કદાચ આ હકીકતની ખબર નહીં હોય કે અહીં સ્ત્રીને વ્યકિત માનવામાં નથી આવતી, વસ્તુ જ માનવામાં આવે છે. વસ્તુનો માણસ ઉપભોગ કરે છે, ઉપચોંગ કરે છે પણ ઉપાસના તો નથી જ કરતો ને ? બસ, એ જ ન્યાયે આૌ આજે ઉપયોગની અને ઉપભોગની વસ્તુ બની ગઈ છે.
જાહેરાત ચાહે ગાડીની કરવી છે કે ઘડિયાળની કરવી છે, ફ્રિજની કરવી છે કે ટૂથપેસ્ટની કરવી છે, સાબૂની કરવી છે કે દંતમંજનની કરવી છે, પેન્સિલની કરવી છે કે પેનની કરવી છે, બસ, બધે જ સ્ત્રીને હાજર કરી દો અને સ્ત્રી પણ આધેડ નહીં, પ્રૌઢા કે વૃદ્ધ નહીં, યુવાન જ ! એ યુવાન સ્ત્રી પણ મર્યાદાસભર વસ્ત્રોમાં નહીં પણ ઉદ્ભટ વસ્ત્રોમાં જ ! શું દર્શાવે છે આ ? આ જ કે સ્ત્રી એ
ઉપયોગની વસ્તુ છે. જ્યાં પણ તમારા સ્વાર્થને પુષ્ટ કરવાનો ઉપયોગ થઈ શકતો હોય ત્યાં એનો ઉપયોગ કરી લો. એમ કરવા જતાં એક વાર હારો, લાખો નહીં પણ કરોડો રૂપિયા વેરવા પડતા હોય તો વેરી દો, એને બજારમાં ફરતી કરવી હોય તો કરી દો, એને કૂટુંબથી વિખૂટી પાડવી હોય તો પાડી દો, એના બાળકથી એને દૂર રાખી દેવી પડતી હોય તો રાખી દોપણ એનો- એના શરીરનો - એના રૂપનો પૂરેપૂરો ઉપયોગ કરી જ લો.
- કૃપા, વાત અહીં જ પૂરી થઈ જતી નથી. ઉપયોગ કરી લીધા પછી તક મળે તો એનો ઉપભોગ પણ કરી લેવા સુધી પુરુષવર્ગ આગળ વધી ચૂક્યો છે. કંપનીઓમાં નોકરી કરી રહેલ સ્ત્રી પણ પુરૂષની વાસનાની શિકાર બની રહી છે તો સ્કૂલોમાં ભણી રહેલ કિશોરીખો પણ હવસખોર શિક્ષકોની હવસનો શિકાર બની રહી છે. પિશ્ચરોમાં અંગોપાંગ પ્રદર્શિત કરી રહેલ અભિનેત્રીઓ તો લંપટ અને લબાડ
અભિનેતાઓ દ્વારા ભગવાઈ રહી છે પણ મજૂરી કામ કરી રહેલ ગરીબ યુવતીઓ પણ એના ‘બૉસ”ની હવસનો શિકાર બનવાથી મુક્ત રહી શકતી નથી.
અને આમાં સૌથી વધુ દુઃખદ આશ્ચર્ય એ છે કે સ્ત્રી ખુદ પતનની કહો તો પતનનઅને વિનાશની કો તો વિનાશન આ નતામાં કૂદી પડવા જાણે કે શણગાર સજીને ઊભી રહી ગઈ છે. જે પરિબળો એના સંસ્કારો માટે 'હોળી'નું પ્રતિનિધિત્વ ઘરાવી રહ્યા છે એ પરિબળોમાં એ દિવાળી'નાં દર્શન કરી રહી છે.
શું કહું તને?
કોકનું ખૂન કરાતું હોચ તો એને તો ઉગારી શકાય પણ જેને આપઘાત જ કરવ છે એને તો કોઈ જ ઉગારી ન શકે. સ્ત્રીઓનું શૌષણ કરી રહેલ પુરુષવર્ગને તો પકારી શકાય પણ સામે જ ચડીને પુષવર્ગના શોષણની શિકાર બનવા તૈચાર ચઈ ચૂકેલ ઓને તો ન જ બચાવી શકાય !
હું શું કહેવા માગું છું એ તું સમજી જ ગઈ હોઈશ.