________________ 52) સંઘ ચતુર્વિધ ભેળો થાય, બારશા સૂત્ર સુણાય; થિરાવલીને સમાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી; સાંભળજો નરનારી, આગમ સૂત્રને પ્રણમીશ; કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. 3. સત્તરભેદી જિનપૂજા રચાવો, નાટક કેરા ખેલ મચાવો; વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરશું દેહરે જઈએ; સંવત્સરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમીએ; પારણે સાહમિ વચ્છલ કીજે, યથાશક્તિએ દાન દીજે; પુન્ય ભંડાર ભરીને, શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર; જસવંતસાગર ગુરુ ઉદાર, નિણંદ સાગર જયકાર. 4. શ્રી પર્યુષણની થોય પુન્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી; કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિશ નામીજી; કુંવર ગયવર બંધ ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી; સદગુરુ સંગે, ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી. 1. પ્રથમ વખાણે ધર્મસારથિપદ, બીજે સુપના ચારજી; ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકારજી; પાંચમે દીક્ષા છ શિવપદ, સાતમે જિન ત્રેવીશજી; આઠમે થિરાવળી સંભળાવી, પિઉડા પૂરો જગીશજી. ર. છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજેજી; વરસી પડિક્કમણું મુનિવંદન, સંઘ સયળ ખામીજેજી; આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજેજી; ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. 3. તીરથમાં વિમલાચળ ગિરિમાં, મેરુ મહીધર જેમજી; મુનિવરમાંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમજી; 1 ગજરાજ. 2. સંવચ્છરી પ્રતિક્રમણ. 3. પર્વત.