________________ પ૧૭ નેમિનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તો; જીવદયા ગુણવેલડી એ, કીજે તાસ જતન તાં; મૃષા ન બોલો માનવી એ, ચોરી ચિત્ત નિવાર તો; અનંત તીર્થકર એમ ભણે એ, પરિહરીએ પરનાર તો. 3. ગોમેધ નામે જક્ષ ભલો એ. દેવી શ્રી અંબિકા નામ તો; શાસન સાંનિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તો; તપગચ્છ નાયક ગુણનીલો એ, શ્રીવિજયસેનસૂરિરાય તો; રષભદાસ પાય સેવતાં એ, સફળ કરો અવતાર તો. 4. શ્રી અષ્ટમીની થોય. ચોવિશે જિનવર, હું પ્રણમું નિત્યમેવ; આઠમ દિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ; મૂર્તિ મનમોહન, જાણે પૂનમચંદ; દીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ. 1. મળી ચોસઠ ઈન્દ્ર, પૂજે પ્રભુજીના પાય; ઈન્દ્રાણી અપચ્છરા, કર જોડી ગુણ ગાય; નંદીસર દ્વીપે, મળી સુરવરની કોડ; અઠ્ઠાઈ મહોચ્છવ, કરે તે હોડાદોડ. 2. શત્રુંજય શિખરે, જાણી લાભ અપાર; ચોમાસું રહીયા, ગણધર મુનિ પરિવાર; ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ; દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. 3. પોસહપડિક્કમણું કરીએવ્રત પચ્ચખાણ; આઠમ દિન કરીએ, અષ્ટ કર્મની હાણ; અષ્ટ મંગલ થાયે, દિનદિન કોડ કલ્યાણ; એમ સુખ સુરિ કહે, જીવિત જન્મ પ્રમાણ. 4. 1 અસત્ય-જુઠ. 2 સેવા-ચાકરી.