________________ 489 ઢાળ ચોથી પ્રભુ કલ્પતરૂ પરે વાધે, ગુણ મહિમા પાર ન લાધે; રૂપે અભુત અનુપમ અકલ, અંગ લક્ષણ વિદ્યા સકલ. 1. મુખ ચંદ્ર કમલદલ નયણાં, શ્વાસ સુરભિગંધ મીઠાં વયણાં; હેમવર્ણ તનુ સોહાવે, અતિ નિરમલ નીરે નવરાવે. 2. તપ તેજે સૂર્ય સોહે, જોતાં સુર નરનાં મન મોહે; રમે રાજકુંવર શું વનમાં, માય તાયને આનંદ મનમાં. 3. પ્રભુ અતુલ મહાબલ વીર, ઇન્દ્ર સભામાંહે કહે જિન વીર; એક સુર મૂઢ વાત ન માને, આવ્યો પરખવાને રમવાને. 4. અહિં થઈ વૃક્ષ આમલિયો રાખે, પ્રભુ હાથે ઝાલી દૂર નાખે; વલી બાલકથઈ આવી રમીયો, હારી વીરને ખાંધે લઈ ગમીયો. 5. માય તાય દુઃખ ધરી કહે મિત્ર, વર્ધમાનને લઈ ગયો શત્રુ; જોતા સુર વાધે ગગનેમિથ્યાત્વી, વીરે મુઠીયેહણ્યો પડ્યોધરતી. 6. પાય નમી નામ દીધું મહાવીર, જેહવો ઇન્દ્ર કહ્યો તેહવો ધીર; સુર વલીયો ને પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અંગે. 7. (વસ્તુની દેશી) રાય ઓચ્છવ રાય ઓચ્છવ, કરે મનરંગ; લેખન શાલાએ સુત ઠવે, વીર જ્ઞાન સયલ જાણે; તવ સૌધર્મ ઈન્દ્ર આવીયા, પૂછે ગ્રંથ સ્વામી વખાણે; જેન વ્યકરણ તિહાં કિયો, આણંદે સુરરાય; વચન વદે પ્રભુ ભારતી, પંડ્યો વિસ્મય થાય. 1. ઢાળ પાંચમી યૌવન વય જિન આવિયા એ, રાયે કન્યા યશોદા પરણાવીયા એ; વિવાહ મહોત્સવ શુભ કિયા એ, સવિ સુખ સંસારનાં વિલસીમાં એ. 1.