________________ 466 શ્રી ચોવીશ જિન લંછન ચૈત્યવંદન ઋષભલંછન ઋષભદેવ, અજિતલંછન હાથી; સંભવલંછન ઘોડલો, શિવપુરનો સાથી. 1. અભિનંદન લંછન કપિ, ક્રૌંચ લંછન સુમતિ; પાલંછન પડાપ્રભ, વિશ્વદેવા સુમતિ. ર. સુપાર્શ્વલંછન સાથીયો, ચંદ્રપ્રભ લંછન ચંદ્ર; મગર લંછન સુવિધિ પ્રભુ શ્રીવચ્છ શીતલજિણંદ. 3. લંછન ખગ્રી શ્રેયાંસને, વાસુપૂજ્યને મહિષ; સૂવર લંછન પાયે વિમલદેવ, ભવિયા તે નમો શિષ. 4. સિંચાણો જિન અનંતને એ, વજલંછન શ્રીધર્મ, શાંતિલંછન મરગલો, રાખે ધર્મનો મર્મ. 5. કુંથુનાથ જિન બોકડો, અરિજન નંદાવર્તા મલ્લિ કુંભ વખાણીયે, સુવ્રત કચ્છપ વિખ્યાત. 6. નમિજિનને નીલો કમલ, પામીએ પંકજમાંહિ, શંખલંછન પ્રભુ નેમિજી, દીસે ઉંચે આંહિ. 7. પાર્શ્વનાથજીને ચરણે સર્પ, નીલવરણ શોભિત; સિંહલંછન કંચન તનુ, વર્તમાન વિખ્યાત. 8. એણીપેરે લંછન ચિંતવી એ, ઓલખીએ જિનરાય; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લહમીરતન સૂરિરાય. 9. સામાન્ય જિન ચૈત્યવંદન જય જય તું જિનરાજ આજ, મળીયો મુજ સ્વામી; અવિનાશી અકલંક રૂપ, જગ અંતરજામી. 1. રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવલીલા પામી. 2.