________________
૪૪૯
સાઢપોરિસિં, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઇ, ઉગ્ગએ સૂરે, ચઉવ્વિહંપિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, 'સાહવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વોસિરઈ.
અર્થ :- સૂર્યોદય થયે છતે એક પહોર અથવા દોઢ પહોર સુધી મુટ્ટિસહિત અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનું હું પચ્ચક્ખાણ કરૂં છું, તે અન્નત્ય સહસા૦, પચ્છન્નકાલે૦, દિસા, સાહુ૦ મહત્તરાળ, સવ્વસમાહિ૦ એ આગારોએ છૂટ રાખીને ત્યાગ કરું છું.
પછી માસે ચાર ચાર આંગળ છાયામાં વધારવું એટલે પોષ માસે મકરસંક્રાંતિ (ઉત્તરાયન) ના દિવસે ચાર પગલાં છાયા હોય ત્યારે પોરિસિ થાય અને ત્યાંથી ચાર ચાર આંગળીની હાનિ કરતાં અષાઢ માસે બે પગલાંની છાયા હોય.
૧. પોરિસીના પચ્ચક્ખાણમાં આ પદ બોલવું નહિ. આ (સાર્ધપૌરુષી) સાઢપોરિસિનો કાળ દોઢ પહોરનો સમજવો.
૨. પ્રચ્છન્નકાલેન- કાળની પ્રચ્છન્નતા તે મેઘ, રાજગ્રહાદિ, દિગ્દાહ અને પર્વત પ્રમુખે કરી સૂર્ય ઢંકાઈ જવાથી વખતની બરાબર ખબર નહિ પડવાથી અધૂરી પોરિસિએ પૂરી થઈ માનીને જમે તો પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ, પણ પાછળથી ખબર પડે તો મોઢામાં હોય તે રાખમાં પરઠવવું, દરેક આગારમાં આ વાત સમજી લેવી.
૩. દિગ્મોહેન- દિશાનો વિપર્યાસ થયો એટલે પૂર્વને પશ્ચિમ દિશા છે. એમ ભૂલથી માની લે અને તેથી પચ્ચક્ખાણ વખતની સમજ નહિ પડવાથી અધુરા વખતે પૂરો થયો ગણીને જમે તો ભંગ થાય નહિ.
૪. સાધુવચનેન-એટલે ઉગ્યાડા પોરિસિ એ પ્રકારનું સાધુનું વચન સાંભળીને અધુરા વખતે જમે તો પચ્ચક્ખાણ ભંગ થાય નિહ. પણ પાછળથી એમ માલુમ પડે કે સાધુ તો છ ઘડી દિવસ ચડે ત્યારે પોરિસિ ભણે છે તો પૂર્વની રીતે બેસી રહે.
૨૯