________________
૩૭૦ અર્થ:- હે પ્રભુ! તમારા જે ગુણો યોગીઓને પણ કહેવાને પ્રાપ્ત થતા નથી. (વચનગોચર થતા નથી), તેને વિષે (તે ગુણો કહેવાને) મારી શક્તિ કેમ હોય? તે માટે એ પ્રકારે આ (સ્તુતિ કરવાનો આરંભ) અવિચારી કાર્ય થયું. અથવા પક્ષિઓ પણ નિશે પોતાની ભાષા વડે બોલે છે. અર્થાત્ મનુષ્યભાષા ન આવડવાથી પક્ષીઓ જેમ પોતાની ભાષામાં બોલે છે તેમ હું પણ સુંદર અર્થગર્ભિત સ્તુતિ કરવાને અસમર્થ છતાં શક્તિ અનુસાર સ્તુતિ કરું છું. ૬.
ભગવદ્ નામગ્રહણ માહાભ્ય. આસ્તા-મચિન્ય-મહિમા-જિન! સંસ્તવસ્તુ, નામાપિ પાતિ ભવતો ભવતો જગન્તિ; તીવ્રાતપોપહત-પાન્થજનાનું નિદાથે, પ્રણાતિ પાસરસઃ સરસોડનિલોડપિ. ૭.
અર્થ:- હે જિનેશ્વર ! અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન દૂર રહો. તમારું નામ પણ (ગ્રહણ કર્યું છતું) ત્રણ જગતનું ભવ (સંસારભ્રમણ) થકી રક્ષણ કરે છે. ગ્રીષ્મઋતુમાં પ્રચંડ (અસહ્ય) તાપવડે પીડાયેલ (આકુળ-વ્યાકુળ થયેલા) પંથી જનો (મુસાફરો)ને કમળવાળા સરોવરનો સૂકમ જળકણસહિત (ઠંડો) પવન પણ ખુશી કરે છે. અર્થાત ઠંડો પવન મુસાફરોને ખુશી કરે તો પછી પાણીની શી વાત? તેમ તમારું નામમાત્ર ભવભ્રમણ મટાડે તો પછી સ્તવનનો મહિમા તો શું વર્ણવવો? મતલબ કે તમારું સ્તોત્ર ઘણા માહામ્યવાળું છે. ૭.