________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત મંત્રણાઓ શરુ થઈ. પયંત્ર રચાયાં.
અજિતસેન કાકાએ ભત્રીજાનો વધ કરી, સ્વયં રાજ્ય પ્રાપ્ત કરવાનું પડ્યુંત્ર રચ્યું. સેનાપતિઓને ફોડ્યા... મંત્રીઓને વશ કર્યા. દિયર દગાખોર બન્યો.
મહારાજા સિંહાથે જે ચંપાને વસાવી હતી, સજાવી હતી. જેને પાર્થિવ સ્વર્ગ બનાવ્યું હતું, જેને પોતાની ભાવનાઓથી, પોતાના અંતરનાં વારિથી સીંચ્યું હતું.. જે સૌરભ, સંગીત અને સૌંદર્યનો ચિરપ્રવાહ વહેતો કર્યો હતો, પ્રેમરસના એ સુંદર ઝગમગતા સ્ફટિક પ્યાલા... વર્ષો સુધી એ પ્યાલાઓ ભરાતા જ રહ્યા હતા. જીવનરસ એમાં ઠલવાતો રહ્યો હતો. પરંતુ એક દિવસે અજિતસેને એ સૌંદર્યની લાલીને માનવરુધિરની લાલીથી ફિક્કી પાડી દેવાનો પેંતરો રચી દીધો હતો. બાળકુમારના જીવનરસને સૂકવી નાંખનાર મૃત્યરૂપી હળાહળ ઝેર એમાં ઠલવવાની યોજના નિશ્ચિત બની હતી.
પરંતુ મહામંત્રી મતિસાગર, સ્વ. મહારાજાના પૂર્ણ ભરોસાપાત્ર પુણ્યપુરુષ હતા. તેઓ તેમના આવાસમાં રાત્રિના સમયે આંટા મારી રહ્યા હતા. સોના અને રૂપાની દીવીઓ ઉપર દીપશિખાઓ ઝાંખી પડી ગઈ હતી. સેવકો નિરાંતે સૂઈ ગયા હતા. મંત્રીરાજ પ્રાસાદની બારી વાટે ગૃહઉદ્યાન વીંધીને દૂરદૂર અંધકારમાં જોવા મથતા હોય તેમ નજર ફેંકતા, આંટા મારી રહ્યા હતા. ગ્રીષ્મનો અકળાવી નાંખનારો દિવસ હતો. આખા દિવસની રાજ કાજની લાંબી માથાકૂટ ને વીતેલી સુદીર્ઘ રાત્રિ.. છતાં આજે મહામંત્રી કોઈ ગંભીર વિચારણામાં હતા. ખંડમાં આંટા મારી રહ્યા હતા. તેમના મોટા ભરાવદાર સ્નાયુબદ્ધ પગ, વિરામખંડની પૃથ્વીને દાબવા મથતા હોય તેમ અવિશ્રાંત ચાલી રહ્યા હતા. તેઓ ગુપ્તમાર્ગે મારા રાજમહેલમાં, મારા શયનખંડમાં આવી પહોંચ્યા.
ક્ષણભર તો હું સ્તબ્ધ થઈ ગઈ. તેઓ મારી સામે આવીને ઊભા રહ્યા. તેમની દષ્ટિ નીચી હતી. હું આસન પરથી ઊભી થઈ ગઈ અને મહામંત્રીને બેસવા નિમંત્રણ આપ્યું. પણ આ શું?
એમની આંખોમાં આંસુ? હા, ઊનાં ઊનાં આંસુ. નિશ્વાસની ભઠ્ઠીમાં તપેલાં આંસુનાં બિંદુઓ!
૮૨
મુબા
For Private And Personal Use Only