________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એ જીવન-કણોને વેર-વિખેર કરી નાંખે છે. શાંત બની જાય છે. એ સ્મૃતિકોની ઉવેખના કરી, એને વેરવિખેર કરી, એનો નાશ કરી કાળ શાંતિનો શ્વાસ લે છે. છતાં એ કણ એ સ્મરણો પર વહાવેલા સુખદુઃખના અશ્રુવારિએ પુનઃ અંકુરિત થાય છે અને એ નવઅંકુરિત કણોના આધારે સર્જાય છે એક સ્વપ્નલોક! અને એક વાર ફરીને આપણે એ વીત્યા દિવસોની માદકતા અને વેદનાની સૃષ્ટિમાં વિહરવા માંડીએ છીએ. એ અશ્રુપૂર્ણ જીવન માનવજીવનને જાળવી રાખે છે. પાષાણહૃદયી કાળ પણ પોતાના કઠોર અને પ્રલયંકર સ્વભાવને ભૂલી ગયો અને એ સ્વપ્નલોકમાં વિચરતાં વિચરતાં એ પોતે જ એક સંભારણું બની ગયો છે!
સંભારણાં! સ્વપ્નલોકનાં સંભારણાં! એના સુખમય દિવસોના ભગ્નાવશેષ છે. આ પાર્થિવ જગતમાં અવતરીને પણ સુંદર સ્વર્ગીય સ્વર્ગલોકને સ્વપ્નલોકને માનવી ભૂલી શકતો નથી. એ મૃગતૃષ્ણામાં દોડવાની ઇચ્છા... એ વિશુદ્ધ કલ્પનાલોકમાં વિહરવાની ઘેલછા... એ અદમ્ય ઇચ્છાની તૃપ્તિ કાજે માનવી આખું જીવતર દોડે છે. દોડ્યા જ કરે છે. અને એનું એ મનોહર આકર્ષક રૂપ માનવીને લલચાવતું આખરે ત્યાં લઈ જાય છે કે જ્યાં કલ્પનાનું સ્વર્ગ સ્થાયી નથી હોતું! એ અચિર સ્થાયી સ્વર્ગ ખંડિત થઈને માનવીને મર્માહત કરી એનો નાશ કરી શકે છે.
८०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં એ સ્વપ્નલોકમાં, એ સ્વર્ગમાં એક આકર્ષણ છે, એક મનમોહક જાદુ છે કે જે માનવીને નિરુપાય બનાવીને પોતાના તરફ ખેંચેતા જાય છે. એ સ્વપ્નલોકની દુઃખદ કરુણ કથા... ભગ્ન કથાની એ વ્યથાભરી વાત જાણે છે, તેની અસારતાને ઓળખવા છતાં માનવી એની તરફ જ ખેંચાતો ચાલ્યો જાય છે. હું પણ ચાલી રહી હતી.
એ સ્મરણો, ભગ્નાશાઓના એ અવશેષો... કેટકેટલા ઉન્માદક હોય છે? પ્રેમની એ કરુણ કથા જોતાં ન જાણે શાને આંખમાં આંસુ ભરાઈ આવે છે! એ ભગ્ન ખંડેરોમાં ફરતાં દિલમાં એક તોફાન ઊઠે છે. નિસાસો મૂકી દેવાય છે. હૈયું ભરાઈ આવે છે. આંસુ સરી પડે છે. ભગ્ન સ્વપ્નલોકના, ભાંગી પડેલ હૈયાના, વેરાન બનેલા સ્વર્ગના એ ખંડેરોએ પણ એક નવો માનવકલ્પનાલોક સર્જ્યો છે. હૃદય તલસે છે, મગજ બેહોશ બને છે. સ્મૃતિઓનું વાવાઝોડું ઊખડે છે, ભાવોનો પ્રવાહ છલકાઈ ઊઠે છે. આંખોમાં ઝળઝળિયાં ઊભરાય છે અને વિસ્મૃતિની એ માદક મદિરાનું પાન
For Private And Personal Use Only
મયગા